ETV Bharat / state

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી, 20 ઠરાવો પસાર

author img

By

Published : Jan 17, 2020, 10:46 AM IST

જામનગરઃ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતાં. જેમાં મોટી ખાવડી ગ્રામ પંચાયતના વિભાજન કરવાનો મુદ્દો પુન:પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. જ્યારે વાવડી ગામને રેફયુજી દિસ્પેન્સરી મળશે.

jamnagar
જામનગર જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા મળી..20 જેટલા ઠરાવોને અપાઈ મજૂરી

જામનગર તાલુકાની મોટી ખાવડી ગ્રામ પંચાયતનું વિભાજન કરી ગંગેશ્વર ગ્રામ પંચાયતની રચનાના મુદે ચર્ચા ચાલી હતી. જેમાં વિપક્ષના સભ્યોએ એવો સૂર વ્યક્ત કર્યો કે, ગામલોકોની માંગણી છે. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતે ઠરાવ મોકલ્યો છે, ત્યારે તેને મંજૂર કરવો જોઈએ જેની સામે ખરાબાની જમીન, ગામતળ, સર્વેનંબરની તપાસ ખરાઈ કર્યા બાદ નિર્ણય લેવાનું જણાવી આ મુદો પેન્ડિંગ રાખવામા આવ્યો હતો.

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી, 20 ઠરાવો પસાર

આ ઉપરાંત જામનગરમાં આવેલી રેફયુજી ડિસ્પેન્સરિને જોડિયા તાલુકાનાં વાવડી ગામે સ્થળાંતર કરવાનું મંજૂર કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાના લખતર ગામે મસ્જિદના માર્ગ માટે રૂપિયા 5 લાખ તથા હિંગળાજ માતાના મંદિરના માર્ગ માટે રૂપિયા 15 લાખના કામને મંજૂર કરવામાં આવ્યા છે. આ સભામાં ડીડીઓ પ્રશસ્તિ પરિખ, ડેપ્યુટી ડીડીઓ અન્ય અધિકારીઓએ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

Intro:Gj_jmr_04_general bord_avb_7202728_mansukh

જામનગર જિલ્લા પંચાયત માં સામાન્ય સભા મળી...20 જેટલા ઠરાવો ને અપાઈ મજૂરી


બાઇટ – નયનાબેન માધાણી (જિલ્લા પંચાયત પ્રમુખ)

   જામનગર ની જિલ્લા પંચાયત સામાન્ય સભા માં વિવિધ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા મોટી ખાવડી ગ્રામ પંચાયત નું વિભાજન કરવાનો મુદો પુન: પેન્ડિંગ રાખવામા આવ્યો જ્યારે વાવડી ગામને મળશે રેફયુજી દિસ્પેન્સરી

   જામનગર જિલ્લા પંચાયત ની સામાન્ય સભા માં જિલ્લા પંચાયત નયનાબેન માધાણી ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી જેમાં એજન્ડા માં રજૂ થયેલા તમામ ઠરાવો સભ્યોની ચર્ચા વિચારણા અને સૂચનો પછી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા જામનગર તાલુકાની મોટી ખાવડી ગ્રામ પંચાયત નું વિભાજન કરી ગંગેશ્વર ગ્રામ પંચાયત ની રચનાના મુદે ચર્ચા ચાલી હતી જેમાં વિપક્ષ ના સભ્યોએ એવો સૂર વ્યક્ત કર્યો કે ગામલોકો ની માંગણી છે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત એ ઠરાવ મોકલ્યો છે ત્યારે તેને મંજૂર કરવું જોઈએ જેની સામે ખરાબાની જમીન, ગામતળ, સર્વેનંબર વગેરે ની તપાસ ખરાઈ કર્યા પછી નિર્ણય લેવાનું જણાવી આ મુદો પેન્ડિંગ રાખવામા આવ્યો આ ઉપરાંત જામનગર માં આવેલી રેફયુજી ડિસ્પેન્સરિ ને જોડિયા તાલુકાનાં વાવડી ગામે સ્થળાંતર કરવાનું મંજૂર કરવામાં આવ્યું જામનગર જિલ્લાના લખતર ગામે મસ્જિદ ના માર્ગ માટે રૂપિયા પાંચ લાખ તથા હિંગળાજ માતા ના મંદિર ના માર્ગ માટે રૂપિયા 15 લાખના કામ ને મંજૂર કરવામાં આવ્યા છે આ સભા માં ડીડીઓ પ્રશસ્તિ પરિખ, ડેપ્યુટી ડીડીઓ અન્ય અધિકારીઓએ જિલ્લા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યો એ ચર્ચા માં ભાગ લીધો હતો
Body:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.