ETV Bharat / state

ઉના પાલિકાના પ્રમુખ પદે પૂર્વ ધારાસભ્‍યની પુત્રીની વરણી કરવામાં આવી

author img

By

Published : Mar 15, 2021, 9:19 PM IST

ઉના નગરપાલિકાના સુત્રઘારોની વરણીમાં પ્રમુખ પદે નવા ચહેરા એવા પૂર્વ ધારાસભ્‍યની પુત્રીની જયારે ઉપપ્રમુખ પદે બ્રહ્મ સમાજના યુવા આગેવાનની વરણી ભાજપ સંગઠને કરી છે. આ તકે કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતાના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી.

નગરપાલિકાના પ્રમુખ જલ્‍પાબેન ઉનાના પૂર્વ ધારાસભ્‍યના પુત્રી
નગરપાલિકાના પ્રમુખ જલ્‍પાબેન ઉનાના પૂર્વ ધારાસભ્‍યના પુત્રી

  • શાસક પક્ષના નેતા તરીકે સીંધી સમાજના પ્રમુખની વરણી
  • નગરપાલિકાના પ્રમુખ જલ્‍પાબેન ઉનાના પૂર્વ ધારાસભ્‍યના પુત્રી
  • ઉપપ્રમુખ પદે બ્રહ્મ સમાજના યુવા આગેવાનની કરી વરણી

ગીર સોમનાથ: જિલ્‍લાના ઉના નગરપાલિકાની 36 બેઠકોની ચુંટણીમાંથી ભાજપ 35 તથા 1 પર અપક્ષનો ઉમેદવાર ચુંટાયા હતા. આમ ભાજપ કલીન સ્‍વીપ સાથે પાલીકામાં સતારૂઢ બનયું હતું. નગરપાલિકાના સુત્રધારોની વરણી માટેની પ્રથમ બેઠક પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્‍થાને મળી હતી. જેમાં તમામ નગરસેવકો હાજર રહ્યા હતા. બેઠકમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોએ સર્વાનુમતે પ્રમુખ તરીકે જલ્પાબેન બાંભણીયા અને ઉપપ્રમુખ પદે ચંદ્રેશભાઈ જોશીની દરખાસ્‍ત કરતાં બન્નેની બિનહરીફ નિયુક્તિ જાહેર કરી હતી.

આ પણ વાંચો: ઉના નગરપાલિકાની 36માંથી 21 બેઠક પર ભાજપ બિનહરીફ

નવનિયુકત હોદે્દારોને પહેરાવ્યા હાર

આ તકે શહેર ભાજપ સંગઠને કારોબારી ચેરમેન તરીકે જયાબેન ડાભી અને શાસક પક્ષના નેતા પદે સીંધી સમાજના પ્રમુખ ઈશ્વરલાલ જેઠવાણીની વરણી કર્યાની જાહેરત કરી હતી. નવનિયુકત હોદે્દારોને પૂર્વ ધારાસભ્‍ય કે.સી.રાઠોડ, શહેર પ્રમુખ મિતેશભાઈ શાહ સહિત સંગઠનના આગેવાનો અને કાર્યકરોએ હાર પહેરાવી, મોઢાં મીઠા કરાવેલા હતા.

આ પણ વાંચો: ડીસા અને ભાભર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ

નવનિયુક્ત પાલિકા પ્રમુખ ધારાસભ્યના પુત્રી

વરણી કરાયેલા નગરપાલિકાના પ્રમુખ જલ્‍પાબેન બાંભણીયા ઉનાના પૂર્વ ધારાસભ્‍ય કે.સી.રાઠોડની પુત્રી છે, જયારે ઉપપ્રમુખ પદે ચંદ્રેશ જોષી બ્રહ્મ સમાજના યુવા આગેવાન છે. ગયા ટર્મમાં પણ નગરપાલિકાના ઉપપ્રમુખ પદે કાર્યરત હતા. આ તકે નવનિયુકત હોદે્દારોએ શહેરમાં આધુનિક સુવિધા વધારવા વચનો આપેલા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.