ETV Bharat / state

સિંહ પરિવારનું સ્કલ્પચર બન્યું આકર્ષણનું કેન્દ્ર

author img

By

Published : Jan 7, 2023, 9:01 PM IST

સિંહ પરિવારનું સ્કલ્પચર બન્યું આકર્ષણનું કેન્દ્ર, આ રીતે બની
સિંહ પરિવારનું સ્કલ્પચર બન્યું આકર્ષણનું કેન્દ્ર, આ રીતે બની

ગુજરાત પર્યટન નિગમ (Gujarat tourism) દ્વારા સોમનાથ આવતાં પ્રવાસીઓ માટે સિંહોની સુંદર કલાકૃતિ (Lion Family Art Peace ) સ્કલ્પચર દ્વારા પેશ કરવામાં આવી છે. સિંહ પરિવારનું સ્કલ્પચર પ્રવાસીઓ માટે (Sculpture of lion in Somnath )આકર્ષણનું કેન્દ્ર પણ (Somnath News )બન્યું છે.

સોમનાથમાં સિંહોની સુંદર કલાકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની છે

સોમનાથ સોમનાથ પ્રવાસે આવતા પ્રવાસીઓ ગીરના સિંહને સ્કલ્પચરના (Sculpture of lion in Somnath ) માધ્યમથી નિહાળી અને જાણી શકે તે માટે ગુજરાત પર્યટન નિગમ (Gujarat tourism) દ્વારા સ્વામિનારાયણ સર્કલ નજીક સિંહ પરિવારનું સ્કલ્પચર ( sculpture of a lion family ) ઉભું કરવામાં આવ્યું છે. જેને જોઈને સોમનાથ આવતા પ્રવાસીઓ (Somnath News ) સિંહ પરિવારની સુંદર કલાકૃતિના (Lion Family Art Peace ) દર્શન કરી રહ્યા છે.

આ પણ વાંચો Sakkarbaug Zooમાં બળી ગયેલા વૃક્ષો પર વન્ય પ્રાણીના સ્કલ્પચરનું આયોજન

સિંહ પરિવાર સ્કલ્પચર ક્યાં જોઇ શકાશે સોમનાથ નજીક સ્વામિનારાયણ ગુરુકુળ સર્કલ પાસે ગુજરાત પર્યટન નિગમ અને ધ રંગ આઈડિયલ ( The Rang ideal ) દ્વારા ગિરનાર સિંહને બે નમૂનો પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. આમ તો ગીર અને સિંહ એકબીજા સાથે વર્ષોથી જોડાયેલા છે. પરંતુ સોમનાથ આવતાં પ્રવાસીઓ કે જેમણે હજુ સુધી સિંહોના પ્રત્યક્ષ દર્શન નથી કર્યા તેવા તમામ પ્રવાસીઓને સિંહોના સ્કલ્પચર મારફતે દર્શન થાય તે માટે ગુજરાત ટુરિઝમ દ્વારા સિંહ પરિવારના સ્કલ્પચર બેસાડવાનું કામ રંગ આઈડિયલને સોંપવામાં આવ્યું હતું. જે કામ પૂર્ણ થતા આજે સ્વામિનારાયણ ગુરુકુળ સર્કલ પાસે સિંહ પરિવારનું સ્કલ્પચર લોકોના આકર્ષણનું કેન્દ્ર (Somnath News )બની રહ્યું છે.

આ પણ વાંચો હેરિટેઝ સિટી અમદાવાદમાં ખેલૈયાઓના સ્કલ્પચર તૂટેલી હાલતમાં, તંત્ર ઘોર નિંદ્રામાં

એક ટન ભંગાર લોખંડમાંથી બનાવાયું સ્કલ્પચર ગુજરાત પર્યટન નિગમ (Gujarat tourism)દ્વારા રંગ આઇડિયલને લોખંડના ભંગાર અને વેસ્ટમાંથી સોમનાથમાં સિંહ પરિવારને લઈને કામ સોપાયું હતું. આ સ્કલ્પચર (Sculpture from scrap iron )બનાવવા પાછળ એક ટન એટલે કે 100 કિલો લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં જૂનો ભંગાર વાહનના કેટલાક બિનઉપયોગી ભાગ બોલ્ટ નટ અને લોખંડની જાળીનો ઉપયોગ કરીને સિંહ સિંહણ અને બે સિંહ બાળની સ્કલ્પચર રૂપે પ્રતિકૃતિ ઊભી કરાય છે. સિંહ અને સિંહણની ઊંચાઈ 6 ફૂટ જેટલી રાખવામાં આવી છે તો ત્રણ ફૂટની ઊંચાઈ ધરાવતા બે સિંહ બાળ લોખંડના ભંગારમાંથી સ્કલ્પચર રૂપે બનાવવામાં આવ્યા છે.

મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન સોમનાથ નજીક ઊભું કરવામાં આવેલું સિંહ પરિવારનું આ સ્કલ્પચર મેક ઈન ઈન્ડિયા (Make in India )ને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે. આ સમગ્ર માહિતી રંગ આઈડિયલના મેઘલ ડોડીયા દ્વારા ઈટીવી ભારતને પૂરી પાડવામાં આવી હતી. આ સ્કલ્પચર બનાવવા માટે તેમની સાથે અંજલી ઐયર અને રિતેશ રાજપૂતે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.