ETV Bharat / state

Somnath Mahadev: શ્રાવણ મહિનાના અંતિમ સોમવાર શિવ ભક્તોએ કર્યા સોમનાથ દાદાના દર્શન

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 12:30 PM IST

શ્રાવણ મહિનાના અંતિમ સોમવાર શિવ ભક્તોએ કર્યા સોમનાથ દાદાના દર્શન
શ્રાવણ મહિનાના અંતિમ સોમવાર શિવ ભક્તોએ કર્યા સોમનાથ દાદાના દર્શન

કાલે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર હતો. જેને લઈને સમગ્ર દેશમાંથી આવેલા શિવ ભક્તોનું સોમનાથ મહાદેવ મંદિરે શિવ ભક્તોથી ઉભરાયું હતું. આજે દિવસ દરમિયાન 40 હજાર જેટલા શિવભક્તોએ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે સાથે આજે રાજકીય અગ્રણીઓ પણ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

શ્રાવણ મહિનાના અંતિમ સોમવાર શિવ ભક્તોએ કર્યા સોમનાથ દાદાના દર્શન

સોમનાથ: શ્રાવણ મહિનાના અંતિમ સોમવાર (ગઈ કાલે) હતો. ત્યારે અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે સાંજ સુધીમાં 40,000 જેટલા શિવભક્તોએ મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. સાથે સાથે મહાદેવને ચંદન દર્શન શૃંગારની સાથે અન્નકૂટ ભોગ પણ ધરવામાં આવ્યો હતો. જેના દર્શન કરીને પણ શિવભક્તો ભારે ભાવ વિભોર બન્યા હતા.

સોમનાથ દાદાના દર્શન કરવામાં ભક્તોની ભીડ
સોમનાથ દાદાના દર્શન કરવામાં ભક્તોની ભીડ

મંદિરની ધાર્મિક વિધિમાં ભાવિકો થયા સામેલ: ગઈ કાલે પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ સોમવાર હતો. જેને લઈને ભાવિકોએ શિવભક્તિ સાથે મંદિર પરિસરમાં આયોજિત વિવિધ ધાર્મિક પૂજામાં પણ ભાગ લીધો હતો. 52 જેટલી નૂતન ધ્વજા પૂજા 45 જેટલી સોમેશ્વર મહાપૂજા 620 જેટલા રુદ્રાભિષેક અને 900 પરિવારોએ મહામૃત્યુંજય યજ્ઞ માં સામેલ થઈને 20,000 કરતાં પણ વધુ આહુતિ આપી હતી. ભક્તોએ શ્રાવણ મહિનાના અંતિમ સોમવારની ખૂબ જ ધાર્મિક ભાવના અને આસ્થા સાથે ઉજવણી કરી હતી. તો બીજી તરફ આજે સોમનાથ મંદિરમાં 2,761 જેટલી વિવિધ પૂજા વિધિ પણ હાથ ધરવામાં આવી હતી. જેમાં પણ શિવભક્તો સામેલ થયા હતા.

મહાદેવને કરાયો ચંદન દર્શન શણગાર: મહાદેવની પાલખીયાત્રા પણ મંદિર પરિસરમાં આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સાંજના સમયે દેવાધિદેવ મહાદેવની લિંગને ચંદન દર્શન શણગારથી શોભાયમાન કરવામાં આવી હતી. તો સાથે સાથે 100 કિલો જેટલા પુષ્પોનું પણ શણગાર કરીને મહાદેવની વિશેષ પ્રકારના દર્શન માટે શણગારવામાં આવ્યા હતા. ચંદનને શાંતિનું પ્રતીક મનાય છે. જેથી મહાદેવને ચંદન અર્પણ કરવાથી તે પ્રત્યેક શિવભક્તને શાંતિની સાથે સમૃદ્ધિ પણ આપે છે.

સોમનાથ દાદાના દર્શન કર્યા આનંદીબેન પટેલે
સોમનાથ દાદાના દર્શન કર્યા આનંદીબેન પટેલે

સોમવાર રાજકીય નેતાઓ દર્શનાર્થે: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર્શન માટે આવતા રાજકીય નેતાઓની ચહલપહલ ખૂબ મર્યાદિત જોવા મળી હતી. પરંતુ શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન અને વર્તમાન સમયના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમની પુત્રી અનાર પટેલ સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તો બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે પણ તેમના પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મોડી સાંજે વિજય રૂપાણી પર તેમના પરિવાર અને કેટલાક મિત્રો સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવ્યા હતા.

  1. Somnath Mahadev Temple : શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર
  2. Somnath Mahadev Temple: સોમનાથ મહાદેવને રુદ્ર અવતાર હનુમાનજી મહારાજનો કરાયો શણગાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.