ETV Bharat / state

Junagadh News : કેરીની સીઝન પૂર્ણ થઈ, ગત વર્ષની સરખામણીએ પાંચ લાખ બોક્સની વધુ આવક

author img

By

Published : Jun 22, 2023, 8:46 PM IST

વર્ષ 2023 24ની કેરીની સીઝન સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી છે. પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે 300 ટન જેટલી કેરીની નિકાસ વિદેશમાં કરવામાં આવી છે

Junagadh News : કેરીની સીઝન પૂર્ણ થઈ, ગત વર્ષની સરખામણીએ પાંચ લાખ બોક્સની વધુ આવક
Junagadh News : કેરીની સીઝન પૂર્ણ થઈ, ગત વર્ષની સરખામણીએ પાંચ લાખ બોક્સની વધુ આવક

300 ટન જેટલી કેરીની નિકાસ

ગીર સોમનાથ : કેરીની સત્તાવાર સીઝન 19 જૂનના દિવસે પૂર્ણ થઈ છે. આ વર્ષે 63 દિવસ ચાલેલી કેરીની આ સિઝનમાં 10 કિલોના 11 લાખ 13 હજાર 540 બોક્સની આવક થવા પામી છે. જે 1 લાખ,11 હજાર 354 ક્વિન્ટલની આસપાસ થવા જાય છે. આ વર્ષે આંબામાં મોર આવવાનું પ્રમાણ ત્રણ તબક્કામાં જોવા મળ્યુ હતું.

વાતાવરણની પ્રતિકૂળતા : પ્રથમ અને બીજા તબક્કામાં આવેલા મોરને કમોસમી વરસાદ અને અન્ય પ્રતિકૂળતાને કારણે નુકસાન થયું હતું. જેને કારણે ત્રીજા તબક્કામાં આવેલા મોર પર કેરીનું આવરણ થયું હતું. જેને કારણે કેરીની સીઝન 63 દિવસ સુધી લંબાયેલી જોવા મળી. આ વર્ષે કેરીની સીઝનની શરૂઆત એક અઠવાડિયા વહેલી શરૂ કરવામાં આવી હતી.

બંપર આવકની વચ્ચે ભાવોમાં તોતિંગ ઘટાડો : આ વર્ષે આવકમાં બમ્પર વધારો થયો છે. પરંતુ સરેરાશ બજાર ભાવો નીચા જોવા મળતા પુષ્કળ ઉત્પાદનની વચ્ચે બજાર ભાવોને લઈને ખેડૂતોમાં કોઈ ખાસ વિશેષ ઉત્સાહ જોવા મળતો નથી. ઉત્પાદન વધવાની સાથે કમોસમી વરસાદ અને રોગ જીવાતની સાથે અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે સારું ઉત્પાદન હોવા છતાં પણ ખેડૂતોને કેસર કેરીના પોષણક્ષમ ભાવ નહીં મળતા ગીર પંથકનો ખેડૂત કેરીના ભાવને લઈને ચિંતીત બન્યો છે.

વિદેશમાં નિકાસને લઇને વાતાવરણ સારું : આ વર્ષે 300 ટન જેટલી કેસર કેરીની નિકાસ લંડન કેનેડા સહિત યુરોપના દેશોમાં કરવામાં આવી છે. જે પૈકી 100 ટન કેસર કેરીની નિકાસ તાલાલા માર્કેટિંગ યાર્ડ દ્વારા યુરોપના દેશોમાં કરવામાં આવી છે. તો બીજી તરફ 200 ટનની આસપાસ કેસર કેરીની નિકાસ ખેડૂતો દ્વારા એજન્સીઓના સહકારથી વિદેશમાં કરી છે. જે કેરીની નિકાસ વિદેશમાં કરવામાં આવી છે તેના બજાર ભાવો પ્રમાણમાં ખૂબ સારા મળ્યા છે. જેને લઇને જે ખેડૂતોની કેરી વિદેશમાં નિકાસ થઈ છે તે વર્ગમાં ખુશી જવા મળે .છે પરંતુ સ્થાનિક બજારમાં કેરીના સરેરાશ બજાર ભાવ 425ની આસપાસ જોવા મળ્યા છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે.

પાંચ વર્ષની આવક પર નજર : પાછલા પાંચ વર્ષની આવક પર નજર કરીએ તો આ વર્ષે 11 લાખ 13 હજાર 540 જેટલા 10 કિલોના બોક્સની આવક થાય છે. જેનો સરેરાશ ભાવ 425 રૂપિયા નોંધાયો છે. પાછલા પાંચ વર્ષ દરમિયાન આટલી મોટી આવક થવા પામી ન હતી. વર્ષ 2013 14માં 11લાખ 85 હજાર 86 બોક્સની આવક થવા પામી હતી. ત્યારબાદ આ વર્ષે 2023 / 24 ના સમયગાળામાં સૌથી વધારે આવક નોંધાવા પામી છે. પરંતુ સરેરાશ બજાર ભાવ નીચા જોવા મળતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું છે.

  1. Valsad News : એક ફૂટની હાથીની સૂંઢ જેવી ઝૂલતી કેરી, ધરમપુરની બજારમાં કેરી ધર્મ ભૂલી કે શું!
  2. Navsari News: કુલ 21 પ્રકારની કેરીની જાત વાવી મેળવી મોટી સફળતા, પાકિસ્તાન-ઈઝરાયેલની કેરી પણ હવે ઘર આંગણે
  3. Mango Export : ગુજરાતના 1691 બગીચામાંથી વિદેશમાં જાય છે કેરી, મજબૂત પેકિંગ સાથે અરબ દેશોમાં મોટું માર્કેટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.