ETV Bharat / state

Mango Export : ગુજરાતના 1691 બગીચામાંથી વિદેશમાં જાય છે કેરી, મજબૂત પેકિંગ સાથે અરબ દેશોમાં મોટું માર્કેટ

author img

By

Published : May 22, 2023, 8:57 PM IST

Updated : May 22, 2023, 9:51 PM IST

ગુજરાતના 1691 બાગમાંથી કેસરી કેરીને 11 કેન્દ્રો મારફતે વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. કેરીનો નિકાસ કરવા માટે ખાસ પ્રોટોકૉલ રાખવામાં આવ્યા છે. ગુજરાતની કેરીનું અરબ દેશોમાં મોટું માર્કેટ સામે આવ્યું છે. 2021-22માં કુલ 27,872.77 મેટ્રિક ટન કેરીને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવી હતી.

Mango Export : ગુજરાતના 1691 બગીચામાંથી વિદેશમાં જાય છે કેરી, મજબૂત પેકિંગ સાથે અરબ દેશોમાં મોટું માર્કેટ
Mango Export : ગુજરાતના 1691 બગીચામાંથી વિદેશમાં જાય છે કેરી, મજબૂત પેકિંગ સાથે અરબ દેશોમાં મોટું માર્કેટ

ગુજરાતના 1691 બગીચામાંથી વિદેશમાં જાય છે કેસર કેરી

ગાંધીનગર : ગુજરાતમાં દર વર્ષે લાખો મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થાય છે, જ્યારે વિદેશમાં ગુજરાતની કેસર કેરીનું માર્કેટ ખૂબ વ્યાપક પ્રમાણમાં છે, ત્યારે ગુજરાતના ફક્ત 1691 કેરીના બાગ છે. જેમાં વિદેશમાં મોકલવા માટે જ કેરીનું ઉત્પાદન થાય છે, આમ ગુજરાતમાં દર વર્ષે હજારો મેટ્રિક ટન કેરી વિદેશમાં મોકલવામાં આવે છે, જ્યારે વિદેશ કેરી મોકલવા માટે ફક્ત 11 કેન્દ્રો મારફતે જ કેરીને વિદેશમાં મોકલવામાં આવે છે. જ્યારે વિદેશમાં કેસર કેરીનો નિકાસ 3.5 કિલોગ્રામ, 6 નંગ, 9 નંગ અને 12 નંગ પ્રમાણે મોકલવામાં આવે છે. જ્યારે પેકીંગ પણ વિશેષ પ્રકારનું હોય છે. જેથી કેરીને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય.

ગુજરાતમાં આ વર્ષે 1,66,325 હેકટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે વિદેશ મોકલવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ફક્ત 1691 બગીચાઓ પરવાનગી આપી છે. આમ અલગ અલગ દેશો મુજબ નિકાસ કરવા માટેના પ્રોટોકૉલ પણ અલગ અલગ નક્કી થયેલા હોય છે, આ માટે એપેડા સર્ટિફાઇડ બગીચામાંથી કેરીનું એક્સપોર્ટ કરવામાં આવે છે. - પી.એમ.વઘાસિયા (બાગાયત નિયામક)

કેવા બગીચાઓમાંથી કેરી લઇ જવાની પરવાનગી : આ બાબતે બાગાયત નિયામક પી.એમ. વઘાસિયાએ વધુમાં જણાવ્યું હતું કે, કેરીની નિકાસ કરવા માટે ખાસ પ્રકારનો પ્રોટોકોલ છે. જેમાં ખેડૂતોએ રોગ જીવનમુક્ત, જંતુનાશક દવાના અવશેષો ન આવે તે પ્રમાણે કેરીનું ઉત્પાદન કરવું જોઈએ, જ્યારે ફળમાખી નિયંત્રણ માટેના પગલાં અને ખેડૂતોએ બાગ બગીચાના પાકના નિકાસ માટે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસિડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ નક્કી કરેલ પોર્ટલમાં રજીસ્ટ્રેશન અગાઉથી કરેલું હોવું જોઈએ. જેથી વિદેશમાં ખેડૂતોના બગીચાની તમામ વિગતો નિકાસકાર સુધી પહોંચી શકે. જ્યારે રાજ્યમાં ફક્ત 1691 જેટલા બગીચાઓ રજિસ્ટર્ડ થયા છે.

અમેરિકા અને યુરોપના અલગ અલગ પ્રોટોકોલ : ગુજરાતની કેસર કેરી ખૂબ જ પ્રખ્યાત છે, ત્યારે અમેરિકા અને યુરોપ સહિત સાઉદીમાં કેસર કેરીનો ખૂબ જ માંગ છે, ત્યારે અમેરિકા જેવા દેશમાં કેરીનો નિકાસ કરવા માટે ગેમાં ઇરેડીએશન ટ્રીટમેન્ટ આપવી પડે છે. આ માટે ગુજરાતમાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અમદાવાદના નરોડા ખાતે એક એકમ શરૂ કરવામાં આવ્યું છે. આ એકમથી નજર કેરીની અમુક તો શેષ થઈને અમેરિકામાં વિદેશ માટે કેરી મોકલવામાં આવે છે. જ્યારે યુરોપ સેવા દેશમાં કેરીના નિકાસ માટે હોટ વોટર ટ્રીટમેન્ટની ઓટો કોલ રાખવામાં આવ્યો છે. જે રાજ્યમાં આપેલા સર્ટિફાઇડ પેક હાઉસમાં તેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જ્યારે જાપાન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં હોટ વોટર હીટ ટ્રીટમેન્ટ આપીને કેરીને વિદેશ માટે મોકલવામાં આવે છે.

ગુજરાતની કેસર કેરી વિદેશમાં માંગ
ગુજરાતની કેસર કેરી વિદેશમાં માંગ

અરબ દેશોમાં કેરીનું મોટું માર્કેટ : સમગ્ર દેશમાંથી કેરીનું એક્સપોર્ટ કરવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકારના એગ્રીકલ્ચર એન્ડ પ્રોસિડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટીની વિગતો અનુસાર ગુજરાત અને દેશમાં સૌથી વધુ કેરીનું એક્સપોર્ટ અરબ કન્ટ્રીમાં કરવામાં આવે છે. જેમાં કુલ એક્સપોર્ટનું 44 ટકા કેરીનો જથ્થો અરબ કન્ટ્રી, યુકેમાં 22 ટકા, 7 ટકા કતાર, 6 ઓમાન અને 5 ટકા જેટલું એક્સપોર્ટ કુવૈતમાં કરવામાં આવે છે, જ્યારે વર્ષ 2023ની સીઝનમાં ગુજરાતમાંથી અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં કેરીના એક્સપોર્ટ માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. આમ ભારત દેશના અલગ અલગ રાજ્યમાં ઉત્પાદન થતી કેરી કુલ 59 જેટલા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે, જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં કુલ 27,872.77 મેટ્રિક ટન કેરીનું એક્સપોર્ટ કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારને 32,745.12 લાખ રૂપિયાની આવક થઈ છે, જ્યારે એક્સપોર્ટમાં 100 ટકાનો વધારો થયો છે.

Kesar Mango: ગીરની કેરીના સોનાના દિવસો, આંતરરાષ્ટ્રીય બજારમાં 3 કિલોના 1400 ભાવ મળતા ખેડૂતોમાં રોનક જોવા મળી

Navsari News : ગોટલું નાનું અને માવો વધુ, નવસારીના ખેડૂતે સૌરાષ્ટ્રની જમ્બો કેસર કેરીનું વાવતેર કરીને કમાણી

Kesar Mango : જીવાતો સામે કાગળની થેલી દ્વારા કેસર કેરીનું રક્ષણ, જાણો કેવી રીતે

Last Updated :May 22, 2023, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.