ETV Bharat / state

ગીર સોમનાથ: વારંવાર જમવા માટે કેહતા પુત્રે વૃદ્ધ માતાની કરી હત્યા

author img

By

Published : Jul 2, 2020, 12:17 AM IST

kills old mother
ગીર સોમનાથ: વારંવાર જમવા માટે કેહતા પુત્રે વૃદ્ધ માતાની કરી હત્યા

ગીર સોમનાથના વેરાવળ શહેરમાં મીસ્કીન કોલોનીમાં પુત્રને વારંવાર જમાડવા માટે આગ્રહ કરનાર માતાની પુત્રએ જ હત્યા કરી હતી. આરોપીએ તેમની વૃદ્ધ માતાને માથામાં ઈજા પહોચાડી ગળેટુંપો આપતાં તેમનું મૃત્યું થયું હતું. પુત્રની માનસિક સ્થીતી સારી ન હોવાનું પ્રાથમીક તારણ સામે આવ્યું છે.

વારંવાર જમવા માટે કેહતા પુત્રે વૃદ્ધ માતાની કરી હત્યા

  • વેરાવળના મીસ્કીન કોલોનીમાં બની ઘટના
  • આરોપીએ વૃદ્ધને ગંભીર ઇજા પહોંચાડી ગળેફાંસો આપી કરી હત્યા
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગીર સોમનાથઃ જિલ્લાના વેરાવળ શહેરમાં મીસ્કીન કોલોનીમાં પુત્રને વારંવાર જમાડવા માટે આગ્રહ કરનાર માતાની પુત્રએ જ હત્યા કરી હતી. આરોપીએ તેમની વૃદ્ધ માતાને માથામાં ઈજા પહોચાડી ગળેટુંપો આપતાં તેમનું મૃત્યું થયું હતું.

બનાવની વિગત મુજબ મીસ્કીન કોલોનીમાં 75 વર્ષીય મહેમુદાબેન સેલત અને તેમનો પુત્ર સાજીદ તેમજ ઈમરાન સાથે રહેતા હતાં. સાજીદની ઊમર 32 વર્ષની છે, તે પરણીત હોય અને તેમની પત્ની ત્રણ વર્ષથી પીયરમાં રીસામણે હતી ત્યારે મંગળવારે માતા મહેમુદાબેને સાજીદને જમવા માટે બોલાવ્યો અને તે બાદ ઊગ્ર બોલાચાલી થતાં સાજીદે માતાના માથાને દીવાલ સાથે અથડાવી અને દુપટ્ટાથી ગળેફાંસો આપી હત્યા કરી હતી. હત્યા બાદ સાજીદ રૂમમાં જ બેસી ગયો હતો. જો કે ત્યારબાદ બીજો પુત્ર ઈમરાન ઘરે આવ્યો અને તેને ઘટનાની જાણ થતા તેમણે પરીવારજનોને એકઠાં કરી પોલીસને જાણ કરી હતી.

સાજીદના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા, પરંતુ પત્ની રીસામણે હોવાનું તેમજ માનસીક અપસેટ હોવાનું પણ પ્રાથમીક પોલીસ તપાસમાં જણાય રહ્યું હતું.

ઘટનાને લઇ ગીરસોમનાથ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક G.B બાંભણીયાએ જણાવ્યું કે " વેરાવળમાં મીસ્કીન કોલોનીમાં રહેતાં મહેમુદાબેન સાથે તેમનો પુત્ર સાજીદ રહેતો હોય ત્યારે ગઈકાલે માતા પુત્રને જમવા બોલાવતાં બોલાચાલી થતા ઊશકેરાટમાં સાજીદે માતા મહેમુદાબેનને માથામાં ઈજાઓ કરી ગળાફાંસો આપી હત્યા કરી હતી. ત્યારબાદ મહેમુદાબેનનો બીજો પુત્ર ઈમરાને પરીવારજનોને તેમજ પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપી સાજીદને પકડી કોરોના ટેસ્ટ કરવાની કામગીરી તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.