ગીર અભયારણ્યમાં 4જી ટાવર માટે સર્વે પરવાનગી, સ્થાનિકોએ રોષ સહિત કરી આવી માગણી

author img

By

Published : Aug 26, 2022, 3:20 PM IST

Updated : Aug 26, 2022, 9:07 PM IST

ગીર અભયારણ્યમાં 4જી ટાવર માટે સર્વે પરવાનગી, સ્થાનિકોએ રોષ સહિત કરી આવી માગણી

ગીર અભયારણ્યના 21 ગામોમાં મોબાઇલના 4જી ટાવર નાખવાની રાજ્યના વન વિભાગે પ્રાથમિક સર્વે માટે પરવાનગી આપી હોવાની વિગતો બહાર આવી છે. ત્યારે સ્થાનિકો અને વનવિભાગના પૂર્વ અધિકારી દ્વારા માગ કરવામાં આવી છે કે તાકીદે આ નિર્ણયને ગીર અભયારણ્ય પૂરતો મુલતવી રાખે. 4G Mobile Tower in Gir , Survey permission for 4G Mobile Tower , 4g mobile tower in gir sanctuary

ગીર સોમનાથ રાજ્ય સરકાર દ્વારા ગીર વિસ્તારમાં આવેલા નેસડાઓ અને અભયારણ્યમાં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે તેવા ગામડાઓમાં બીએસએનએલ 4જી મોબાઇલ ટાવર નેટવર્ક નાખવાની મંજૂરી માટે અંતિમ સર્વે કરવાની પરવાનગી રાજ્યના વન વિભાગે આપી છે. પ્રકૃતિપ્રેમી અને વનવિભાગના પૂર્વ ઉચ્ચ અધિકારીઓ ભારત અને રાજ્ય સરકારના આ નિર્ણયને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ માની રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર આ પ્રકારના મોબાઇલ ટાવર ઉભા કરવાનો વિચાર માંડી વાળે તેવી વિનંતી કરી રહ્યા છે.

ગીર અભયારણ્યમાં 4જી ટાવર નાખવાનો વિવાદ ચાલી રહ્યો છે

પ્રાથમિક સર્વે કરવા માટે પરવાનગી આપી તાજેતરમાં જ ભારત સરકારના દૂર સંચાર વિભાગ દ્વારા ગીર અને અભયારણ્ય વિસ્તારમાં આવેલા 21 ગામોમાં બીએસએનએલ મોબાઇલના 4જી ટાવર નાખવાની મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના વન વિભાગે પ્રાથમિક સર્વે કરવા માટે પરવાનગી આપી હોવાની વિગતો બહાર આવી છે. પર્યાવરણ પ્રેમીઓ અને વન વિભાગમાં કામ કરી ચૂકેલા અધિકારીઓ માગણી કરી છે કે તાકીદે વન વિભાગ અને કેન્દ્રના દૂરસંચાર વિભાગ આ નિર્ણયને ગીર અને અભયારણ્ય પૂરતો મુલતવી રાખે.

સર્વેની પરવાનગીને લઇને સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓમાં અનેક શંકાઓ છે
સર્વેની પરવાનગીને લઇને સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓમાં અનેક શંકાઓ છે

સ્થાનિક લોકોનો ભારે વિરોધ અગાઉ ગીર અને અભયારણ્ય વિસ્તારમાં ખાનગી મોબાઈલ કંપની દ્વારા આ પ્રકારના મોબાઇલ ટાવરો ઉભા કરવાને લઈને મંજૂરી માગવામાં આવી હતી પરંતુ સ્થાનિક લોકોનો વિરોધ અને ખાસ કરીને પર્યાવરણ પ્રેમીઓનો મૂડ પારખી જતાં ખાનગી મોબાઈલ કંપની દ્વારા તેનો આ પ્રોજેક્ટ ગીર અને અભયારણ્યમાં પડતો મૂકયો હતો.

કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે મુલાકાત લીધી હતી ગીર વિસ્તારમાં પ્રોજેક્ટ લાયન શરૂ થવાને લઈને હવે ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે તાજેતરમાં જ સાસણ આવેલા કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં પ્રોજેક્ટ લાયનને લઈને ગંભીરતાપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી હતી. તે અંતર્ગત ગીરના નેસમાં રહેતા માલધારીઓને સલામત અને સુરક્ષિત રીતે ગીરના અભયારણ્ય બહાર ખસેડવાની કામગીરી શરૂ કરવા માટે સહમતિ દર્શાવી હતી.

પ્રકૃતિ પ્રેમીઓમાં અનેક શંકાકુશંકાઓ ગીર અભયારણ્યની વચ્ચે મોબાઇલ ટાવર ઊભા કરવાનો કેન્દ્ર અને રાજ્યના વન વિભાગનો શું ઉદ્દેશ્ય હોઈ શકે તેને લઈને પ્રકૃતિ પ્રેમીઓમાં અનેક શંકાકુશંકાઓ ઉભી થઇ રહી છે. ગીર અભયારણ્યને માનવ ખલેલ વગર સુરક્ષિત રાખવા માટે વર્ષોથી ગીરમાં રહેલા માલધારીઓને અભયારણ્યની બહાર લાવવા માટેનો પ્રસ્તાવ થઈ ચૂક્યો છે ત્યારે અભયારણ્યની અંદર મોબાઈલ ટાવર નાખવાનો શો હેતુ છે એને લઈને પણ પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે શંકા પ્રવર્તી રહી છે.

આ પણ વાંચો Gir Forest eco zone : ઈકોઝોનનું ભૂત ફરી એક વખત ધૂણ્યું, કોણે લીધી આગેવાની જૂઓ

ઇલેક્ટ્રો મેગ્નેટિક રેડિએશન કોઇપણ જીવ માટે નુકસાનકારક મોબાઇલ ટાવરમાંથી નીકળતા ઇલેક્ટ્રો મેગ્નેટિક કિરણો ગીર અભયારણ્ય અને ખૂબ નુકસાનકારક છે. ભૂતકાળમાં થયેલા સંશોધનો મુજબ મોબાઇલ ટાવરમાંથી નીકળતું ઇલેક્ટ્રો મેગ્નેટિક રેડિએશન કોઇપણ જીવ માટે નુકસાનકારક છે. ત્યારે મધ્ય ગીરમાં ઇલેક્ટ્રો મેગ્નેટિક રેડિયેશનના ખૂબ મોટા પ્રમાણમાં મોબાઇલ ટાવર થકી ફેલાવાશે. જેને કારણે ગીર અને અભયારણ્યમાં રહેતા 350 કરતાં વધુ જાતના પક્ષીઓ સિંહ દીપડા હરણ જેવા અનેક પશુ પક્ષી અને પ્રાણીઓને નુકસાનકારક સાબિત થશે.

આ પણ વાંચો Gir Project Lion: પ્રોજેક્ટ લાયનને પાર પાડવા માટે જોઈશે આ લોકોની મદદ, નેતાઓએ શરૂ કર્યો બેઠકોનો ધમધમાટ

વન્ય પ્રાણીઓને પ્રજનન ક્ષમતા પર વિપરીત અસર કેટલાક સંશોધનોમાં સામે આવ્યું છે કે આ પ્રકારનું ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક radiation પક્ષીઓની સાથે વન્ય પ્રાણીઓને પ્રજનન ક્ષમતા પર વિપરીત અસર ઉભી કરે છે. આવા ટાવર લગાવવાથી પ્રથમ તબક્કામાં કેટલાક પક્ષીઓ અને ત્યારબાદ ગીરની શાન સમા સિંહોની પ્રજનન ક્ષમતા પર પણ આ ઇલેક્ટ્રો મેગ્નેટિક રેડિયેશન વિપરીત અસરો ઉભી કરશે. જેના કારણે આ પ્રકારનો ટાવર ગીર અભયારણ્યમાં ન સ્થાપવા પર્યાવરણ પ્રેમીઓ સરકારને વિનંતી કરી રહ્યા છે.

અભયારણ્યના નિયમનો પણ ખુલ્લેઆમ ભંગ થશે ગીર વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભા કરવાથી અભયારણ્ય વિસ્તારમાં સતત અને 24 કલાક વાહનોની સાથે માનવની ગતિવિધિ જોવા મળશે. જેના કારણે અભયારણ્યના નિયમનો પણ ખુલ્લેઆમ ભંગ થશે. સંકટગ્રસ્ત અને કોઈ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતા પશુ પક્ષી અને પ્રાણીઓ માટે સુરક્ષિત રહે અને તેનું તેજ વિસ્તારમાં સંવર્ધન થાય તે માટે અભયારણ્ય બનાવવામાં આવતા હોય છે. અભયારણ્ય બન્યા બાદ અહીં તમામ પ્રકારની માનવ ગતિવિધિ ને પ્રતિબંધિત કરાય છે. ત્યારે આ અભયારણ્યમાં જ માનવ ગતિવિધિને મંજૂરી આપતો કેન્દ્ર અને રાજ્ય સરકારનો દૂર સંચાર અને વનવિભાગ અભયારણ્યના નિયમોને તોડી રહ્યાં છે. વધુમાં અભયારણ્ય વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક મળવાથી બીજી અનેક ગેરકાનૂની ગતિવિધિઓ પણ અભયારણ્યમાં શરૂ થતી જોવા મળશે. જે અભયારણ્યની સાથે અહીં રહેતા વન્યજીવોને પણ ખૂબ નુકશાન કરશે. 4G Mobile Tower in Gir , Survey permission for 4G Mobile Tower , 4g mobile tower in gir sanctuary , ગીરમાં 4જી મોબાઈલ ટાવર , ગીર અભયારણ્યમાં 4જી ટાવર માટે સર્વે પરવાનગી , 4G Mobile Tower in Gir

Last Updated :Aug 26, 2022, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.