ગીર અભ્યારણના રક્ષણની જવાબદારી સરકારની, પૂરતી વિગતો સાથે સરકાર જવાબ રજૂ કરે- હાઇકોર્ટ

author img

By

Published : Sep 7, 2021, 9:28 PM IST

ગીર અભ્યારણના રક્ષણની જવાબદારી સરકારની
ગીર અભ્યારણના રક્ષણની જવાબદારી સરકારની ()

એશિયાટીક સિંહોની ધરા પર અકાળે થતા તેમના મૃત્યુને લઈને ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી મામલે આજે સુનાવણી થઈ હતી. આ અંગે અરજદારે રજૂઆત કરી હતી કે, રેલવે લાઇન, ઈલેકટ્રીક લાઈન અને ગેસની પાઈપલાઈન જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની રાહમાં ગિરનારના ઇકો સેન્સિટીવ ઝોનમાં વિપરીત અસર થઈ શકે છે.

  • ગીરમાં સિંહોના અકાળ મૃત્યુનો મામલો
  • મુખ્યપ્રધાને આપેલા નિવેદનથી વિપરીત કાર્યવાહી થઈ હોવાની કોર્ટમાં રજૂવાત
  • કોર્ટે સાચો રિપોર્ટ આપવા કર્યો આદેશ

અમદાવાદ- એશિયાટીક સિંહોની ધરા પર અકાળે થતા તેમના મૃત્યુને લઈને ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી મામલે આજે સુનાવણી થઈ હતી. ગીરના જંગલમાં સિંહોના થતાં મૃત્યુ મામલે કોર્ટમાં સુનાવણી થતાં કોર્ટે તેની ગંભીર નોંધ લીધી હતી. આ મુદ્દે એડવોકેટ હેમાંગ શાહે ટેલીફોનીક વાતચીતમાં ETV Bharatને જણાવ્યું હતું કે, ચીફ કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ તરફથી હાઇકોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામામાં સંપૂર્ણ વિગત ન આપી હકીકત છુપાવવામાં આવી છે.

ગીરના સિંહ એશિયાટીક સિંહ માટે એક પ્રજાતિ છે

વધુમાં તેમણે કહ્યું કે, તેમણે પોતાના સોગંદનામામાં જણાવ્યું નથી કે, ગીરના જંગલ વિસ્તારમાંથી તેમને વીજ કનેક્શન કરવાની શું જરૂર પડી? તેમણે માત્ર એ જણાવ્યું છે કે, આ પ્રોજેકટથી મોટાભાગની જનતાને લાભ થશે. તેઓ માત્ર જૂની લાઈનને અપગ્રેડ કરી રહ્યા છે. ગીરના સિંહ એશિયાટીક સિંહ માટે એક પ્રજાતિ છે કે જે ભારતના ગુજરાતમાં જોવા મળે છે.

સરકારે ગેસ લાઈનની આઉટ લાઈન બદલી છે

ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ મિત્રએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, છારાના બની રહેલા ટર્મિનલ માટે ગેસની પાઈપલાઈન ગીર અભ્યારણમાંથી કાઢવાનું નક્કી થયું છે. સ્થાનિક લોકોએ પણ ગેસ લાઈનનો વિરોધ કર્યો હતો. જેની સામે સરકારે ગેસ લાઈનની આઉટ લાઈન બદલી છે. મુખ્યપ્રધાને અભયારણ્ય અને વન્ય રક્ષણ બાબતે આપેલા નિવેદનથી વિપરીત કાર્યવાહી થઈ રહી હોવાનું સામે આવ્યું છે. તમામ રજૂઆતની સામે કોર્ટે અવલોકન કર્યું હતું કે, અભયારણ્ય અને વન્ય જીવોના રક્ષણની જવાબદારી રાજ્ય સરકારની છે. વધુમાં કોર્ટે આદેશ કર્યો હતો કે, પૂરતી અને સાચી વિગતો સાથે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, રેલવે વિભાગ આ મામલે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.