દેશ વિદેશના પ્રવાસીઓને ગીર સુધી ખેંચી લાવશે આ પ્રોજેક્ટ, PM મોદીનું સપનું થશે સાકાર

author img

By

Published : May 25, 2022, 1:08 PM IST

દેશ વિદેશના પ્રવાસીઓને ગીર સુધી ખેંચી લાવશે આ પ્રોજેક્ટ, PM મોદીનું સપનું થશે સાકાર
દેશ વિદેશના પ્રવાસીઓને ગીર સુધી ખેંચી લાવશે આ પ્રોજેક્ટ, PM મોદીનું સપનું થશે સાકાર ()

આવતા મહિને ગીર વિસ્તારમાં પ્રોજેક્ટ લાયન (Gir Project Tiger) કામગીરી શરૂ થવાની શક્યતાઓ સામે આવી રહી છે. તેમજ પ્રોજેક્ટ લાયનની જેમ પ્રોજેક્ટ ટાઈગરની (Gir Project Lion) પણ કામગીરી શરૂ કરવા અંગે ચર્ચાઓ સામે આવી રહી છે. જેમાં વિવિધ માળખાકીય સુવિધાઓ પણ જોવા મળશે. આ પ્રોજેક્ટ શું છે, સાથે પ્રવાસીઓ માટે સુવિધાઓ અનેક વિશેષતા વિશે જૂઓ વિગતવાર અહેવાલ..

જૂનાગઢ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ગીરના સિંહો (Gir Project Tiger) આગામી સમયમાં પૂરું કરતા જોવા મળશે. આવતા મહિને પ્રોજેક્ટ લાયન ગીર વિસ્તારમાં (Gir Project Lion) શરૂ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. જેના ભાગરૂપે આજે કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે વન વિભાગના અધિકારીઓ અને માલધારીઓ સાથે બેઠક કરીને પ્રોજેક્ટ લાઈનને લઈને કામગીરી શરૂ કરી છે.

સિંહોના પુનઃવસને લઈને પણ ચોક્કસ યોજનાઓ

મોદીનું સ્વપ્ન પુરૂ કરશે ગીરના સિંહ - મળતી માહિતી મુજબ આગામી મહિને પ્રોજેક્ટ લાયન અંતર્ગત કામગીરી (Project Lion Operations) શરૂ થઈ રહી છે. જેના ભાગરૂપે આજે કેન્દ્રના વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવની સાથે રાજ્યના પ્રધાન કિરીટસિંહ રાણા અને જગદીશ પંચાલ સિંહ સદન સાસણ ખાતે 24 કલાક બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન વનવિભાગના અધિકારીઓ અને ગીરમાં રહેતા માલધારીઓની સાથે હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગકારો વચ્ચેની સંયુક્ત બેઠકમાં પ્રોજેક્ટ લાયનને લઇને ખૂબ ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉપસ્થિત થયેલા પ્રશ્નો તાકિદે હલ કરવાને લઈને હકારાત્મક દિશામાં વનવિભાગ આગળ વધી રહ્યું છે. જેને કારણે આગામી મહિને કેન્દ્ર સરકાર પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી શકે છે.

ગીરના સિંહો
ગીરના સિંહો

પ્રોજેક્ટ લાયનની જાહેરાત પૂર્વે યોજાઈ અંતિમ બેઠક - પ્રોજેક્ટ લાયનને લઈને પૂર્વે સાંસદ સભ્યોની બનેલી વન્યજીવ સમિતિએ પણ ગીર અને અભ્યારણ્યની ચાર દિવસ સુધી મુલાકાત કરી હતી. સિંહ સહિત ગીરના જંગલ વિસ્તાર અને માલધારીઓ, હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો સાથે બેઠક કરીને સમિતિએ રિપોર્ટ કેન્દ્ર સરકારની પાર્લામેન્ટ સમિતિમાં રજૂ કર્યો હતો. બે દિવસથી કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ સહિત વન વિભાગ સાથે સંકળાયેલા ડાયરેકટર જનરલ ઓફ વાઈલ્ડ લાઈફ પણ સાસણની મુલાકાતે હતા. તેમજ બંધ બારણે સતત બેઠકોનો ધમધમાટ શરૂ થયો હતો.

આ પણ વાંચો : દમણગંગા પાર તાપી રીવરલીંક પ્રોજેક્ટ રદ્દ કરાતા ધારાસભ્ય અનંત પટેલએ કહી આ મોટી વાત...

પ્રોજેક્ટને લઈને માળખાકીય સુવિધાઓ - સાસણ-અભ્યારણ (Gir Abhayaranya Project Lion) વિસ્તારમાં દેશ અને દુનિયાના પ્રવાસીઓને આકર્ષીત કરી શકાય તે માટે માળખાકીય સુવિધામાં ફેરફાર સાથે નવા પ્રકલ્પનું આયોજન કરવાને લઈને વિચાર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત વિશ્વના પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય તે માટેના નવા આયોજન કરવા માટે પણ ગીર અને અભ્યારણ્યને વિશેષ રૂપે તૈયાર કરવામાં આવશે. જેમાં સિંહોના સંવર્ધનથી લઈને તેનો ખોરાક અને નૈસર્ગિક રહેઠાણ મળી રહે તેમજ સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓને વિશ્વકક્ષાની જંગલ સફારીની તક મળે તેવું આયોજન પ્રોજેક્ટ લાયન અંતર્ગત કરવામાં આવનાર હોવાનું જાણકારી મળી રહી છે.

ગીરના સિંહો
ગીરના સિંહો

પ્રોજેક્ટ ટાઈગરની જેમ પ્રોજેક્ટ લાયન બનશે - દેશમાં સતત ઘટતી જતી વાઘની સંખ્યાને ધ્યાને રાખીને તેનું સંવર્ધન થાય અને વાઘની લુપ્ત થતી પ્રજાતિઓને સાચવી શકાય તે માટે પ્રોજેક્ટ ટાઈગરની દેશમાં શરૂઆત કરવામાં આવી હતી. પ્રોજેક્ટ ટાઇગરની જેમ જ પ્રોજેક્ટ લાયનની (Gir Abhayaranya Project Tiger) પણ આગામી મહિને શરૂઆત થઇ શકે છે. હાલ એક માત્ર સમગ્ર એશિયામાં ગીર અને અભયારણ્ય વિસ્તારમાં સિંહોની સંખ્યા જોવા મળે છે. જેની સંખ્યામાં પાછલા પાંચ વર્ષમાં નોંધપાત્ર કહી શકાય તે પ્રકારનો વધારો પણ થયો છે. એક સમયે વાઘની માફક ગીરના સિંહ પણ સંકટગ્રસ્ત પ્રજાતિમાં ગણાતા હતા અને આંગળીને વેઢે ગણી શકાય તેટલી સંખ્યામાં સમગ્ર ગીર અને અભ્યારણ્ય વિસ્તારમાં સિંહોનું અસ્તિત્વ જોવા મળતું હતું. પરંતુ, ગીરના વિસ્તાર અભ્યારણ્ય જાહેર થતા સિંહોના સંવર્ધનને લઈને શક્યતાઓ ફરી એક વખત પ્રબળ બની જેને કારણે આજે 600 કરતાં વધુ ગીરના સાવજો ગીર અભ્યારણમાં ડણક કરી રહ્યા છે.

આ પણ વાંચો : દમણગંગા-પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ આ કારણોસર રાજ્ય સરકાર દ્વારા રદ્દ કરાયો

અભયારણ્ય બહાર જોવા મળતા સિંહોનું થઈ શકશે પુનઃવસન - અભ્યારણ્ય અને ગીરને (Gir National Park) બાદ કરતાં અન્ય વિસ્તારોમાં પણ સિંહોની સંખ્યા સતત જોવા મળે છે. ગીરના સિંહ ભાવનગર સુધી પહોંચી જતા હોય છે. આવી પરિસ્થિતિમાં પ્રોજેક્ટ લાયન શરૂ થવાથી ગીર અને અભ્યારણ્યની સાથે રેવન્યુ વિસ્તારમાં જોવા મળતા સિંહોના પુનઃવસને લઈને પણ ચોક્કસ યોજનાઓ બની રહી છે. જે મુજબ ગીરના સિંહોને સુરક્ષિત કરી શકાય તેવી તમામ બાબતોનો સમાવેશ પ્રોજેક્ટ લાયન અંતર્ગત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.