ETV Bharat / state

Budget Session: ગૃહમાં ઉજવાયો મહિલા દિવસ, પાટીલે અધ્યક્ષ પદ સંભાળતાં મહિલા ધારાસભ્યોએ જ કરી ચર્ચા

author img

By

Published : Mar 7, 2023, 8:40 PM IST

ગુજરાત વિધાનસભામાં આજે (7 માર્ચે) મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે ધારાસભ્ય સંગીતા પાટીલે ગૃહનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. એટલે આજે ફક્ત મહિલા ધારાસભ્યોએ જ ચર્ચા કરી હતી.

Budget Session: ગૃહમાં ઉજવાયો મહિલા દિવસ, પાટીલે અધ્યક્ષ પદ સંભાળતાં મહિલા ધારાસભ્યોએ જ કરી ચર્ચા
Budget Session: ગૃહમાં ઉજવાયો મહિલા દિવસ, પાટીલે અધ્યક્ષ પદ સંભાળતાં મહિલા ધારાસભ્યોએ જ કરી ચર્ચા

ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં આવતીકાલે (8 માર્ચે) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. જોકે, કાલે ધૂળેટીની રજા છે. તેના કારણે ગુજરાત વિધાનસભામાં આજે મહિલા દિવસ ઉજવાયો હતો. તે અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ઉજવણી બાબતે નિવેદન આપ્યું હતું કે, આવતીકાલે મહિલા દિવસ છે તો મહિલાઓએ આજે ગૃહ સંભાળવું જોઈએ અને અધ્યક્ષ શંકર ચૌધરી તથા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ ગૃહમાંથી બહાર નીકળીને મહિલાઓના હાથમાં ગૃહનું સુકાન સોંપ્યું હતું.

આ પણ વાંચોઃ Gold Medal: અફઘાની વિદ્યાર્થિની બની નર્મદ યુનિવર્સિટીની 'ગોલ્ડન ગર્લ', હવે પોતાના દેશમાં લોકોને કરશે જાગૃત

મહિલાઓ માટે સીએમ ભેટ આપે: ગેનીબેન ઠાકોરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં મહિલા દિવસની ઉજવણી નિમિત્તે કૉંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બજેટમાં ચર્ચા કરવા ઊભાં થયાં હતાં. તે વખતે મહિલા દિન નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહિલા ધારાસભ્યોને વધારાની ગ્રાન્ટ ફાળવે છે. ત્યારે આ વર્ષે પણ રાજ્યના મુખ્યપ્રધાન મહિલા ધારાસભ્યોને ભેટ આપે તેવી માગણી કરી હતી. સાથે જ ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત ન હોવાનું નિવેદન પણ વિધાનસભા ગૃહમાં ગેનીબેન ઠાકોરે આપ્યું હતું.

સફળ મહિલાઓ પાછળ પુરુષો ના હાથ હોય છેઃ મહિલા દિવસ નિમિત્તે જામનગરનાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ ગૃહમાં ચર્ચામાં એક મહત્વનું નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં કહેવત છે કે, સફળ પુરૂષની પાછળ એક મહિલાનો હાથ હોય છે, પરંતુ ગુજરાત વિધાનસભામાં જેટલી પણ મહિલા ધારાસભ્યો બેઠાં છે. તે તમામ સફળ મહિલા ધારાસભ્યની પાછળ પણ એક પુરૂષનો હાથ છે.

આ પણ વાંચોઃ International Women Day 2023 : તન્વી જોષી સોશિયલ મીડિયા પરથી મેકઅપ સ્કિલ્સ શીખી, હવે ફિલ્મ કલાકારોના કરે છે મેકઅપ

માનવીઓનું અસ્તિત્વ મહિલાઓને આભારી: બળવંતસિંહ રાજપૂતઃ ગૃહમાં બજેટની ચર્ચા બાબતે ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, પૃથ્વી ઉપર માનવીઓનું અસ્તિત્વ મહિલાઓને આભારી છે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સમસ્ત નારી શક્તિઓને શુભેચ્છાઓ પાઠવું છું. જ્યારે આજના વર્તમાન સમયમાં લોકસભામાં પણ 545 સભ્યોમાંથી 82 સભ્યો મહિલાઓ છે અને ગુજરાતમાં પણ મહિલા ધારાસભ્ય પણ છે.

મહિલાઓ માટે વિશેષ ફાળવણીઃ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે બજેટમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટે 60 64 કરોડ રૂપિયાની માત્ર રકમ ફાળવી નારી શક્તિનો સાચા અર્થમાં સન્માન કરવામાં આવ્યું છે. ગંગાસ્વરૂપ આ યોજના અંતર્ગત વિધવાબેન અને આર્થિક મદદ પુરી પાડવા 1,897 કરોડ રૂપિયા આંગણવાડીની બહેનો માટે 750 કરોડ રૂપિયા કિશોરીને પૂર્ણા યોજના હેઠળ પોશાક પૂરો પાડવા 399 કરોડ રૂપિયાની પણ ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.