ETV Bharat / state

ઉનાળામાં ગુજરાત તરસ્યુ રહેશે? શું છે ગુજરાત બજેટમાં પાણી પુરવઠા વિભાગ માટે જોગવાઈ?

author img

By

Published : Mar 3, 2021, 10:41 PM IST

ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આજે એટલે કે બુધવારે રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી છે, ત્યારે જણો શું છે ગુજરાત બજેટમાં પાણી પુરવઠા વિભાગ માટે જોગવાઈ?

ગુજરાત બજેટ
ગુજરાત બજેટ

  • નાણા પ્રધાન નીતિન પટેલે રજૂ કર્યું બજેટ
  • ગત્ત વર્ષ કરતા આ વર્ષે વધુ રૂપિયાની ફાળવણી
  • અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ

ગાંધીનગરઃ ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આજે એટલે કે બુધવારે રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી છે. નાણા પ્રધાને રાજ્યના વિકાસની કવિતા સાથે બજેટ વાંચવાની શરૂઆત કરી હતી. આ વર્ષનું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. આ વર્ષે સરકારે બજેટ 2021-22માં કોઈપણ નવા વેરાનો વધારો કર્યો નથી.

પીવાનું પાણી પૂરું પાડવા “નલ સે જલ” યોજના અમલમાં

રાજ્યના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પીવાનું પર્યાપ્ત શુદ્ધ પાણી આપવા રાજ્ય સરકારે અનેક આયોજનો પૂર્ણ કર્યા છે. પાણી વિતરણ સુનિશ્ચિત કરવા 13,600 ગામો અને 209 શહેરી વિસ્તારોને આવરી લઇ 1.26 લાખ કિલોમીટરની રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશના નાગરિકોને ઘરે ઘરે નળથી શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા નલ સે જલ યોજના અમલમાં મૂકી છે.

રાજ્ય સરકારે 82 ટકા ઘરો સુધી પાઈપલાઈનથી પાણી પહોંચાડવાનું કામ પૂર્ણ

આપણી રાજ્ય સરકારે 82 ટકા ઘરો સુધી પાઈપલાઈનથી પાણી પહોંચાડવાનું કામ પૂર્ણ કર્યું છે. આગામી વર્ષોમાં રાજયનો કોઇપણ તાલુકો પીવાના પાણીના સોર્સ વિના ન રહે તે માટે આયોજન તેમજ અમલવારી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેના માટે નર્મદા કેનાલ તેમજ મોટા ડેમ આધારિત પાઇપલાઇન મારફતે ખાતરીપૂર્વકના સોર્સ ઊભા કરવામાં આવશે. શહેરીકરણનો વધતો જતો વ્યાપ ધ્યાને લઈ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની આસપાસના ઓજી વિસ્તારમાં પીવાના પાણી અને ડ્રેનેજ માટે શહેરી સત્તામંડળ સાથે સંયુક્ત રીતે ભવિષ્યલક્ષી આયોજન કરવામાં આવશે.

પાણી પુરવઠા વિભાગ માટે કુલ રૂપિયા 3974 કરોડની જોગવાઈ

  • આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ 2841 ગામોના પ્રગતિ હેઠળના તથા 1941 ગામોના મંજૂર થયેલા પાણી પુરવઠાના કામો માટે રૂપિયા 1000 કરોડની જોગવાઇ
  • સરફેસ સોર્સ આધારિત જૂથ પાણી પુરવઠા યોજના મારફતે જિલ્લાના ગામોને પાણી પૂરું પાડવા વડોદરા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં બલ્ક પાઇપલાઇન યોજનાના કામો માટે રૂપિયા 968 કરોડની જોગવાઈ
  • સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી વર્ષોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવાનાવડાથી ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની 143 કિલોમીટરની બલ્ક પાઇપલાઇન માટે રૂપિયા 675 કરોડની જોગવાઇ
  • સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ગામોમાં જળ સલામતી પ્રદાન કરવા માટે ચાર જગ્યાએ 27 કરોડ લીટર ક્ષમતાના ડિસસેલિનેશન પ્લાન્ટ સ્થાપવા માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ
  • હર ઘર જલ યોજનામાં ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, બોટાદ અને આણંદ જિલ્લાઓની 100 ટકા કામગીરી પૂર્ણ થયા છે. રાજ્યના બાકી રહેલા 17,78,000 ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાના આયોજન અંતર્ગત રૂપિયા 300 કરોડની જોગવાઈ
  • રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ અંતર્ગત વિવિધ શહેરી વિસ્તારોમાં ગંદા પાણીને ટ્રીટ કરી તેના પુન:ઉપયોગની યોજનાઓ માટે રૂપિયા 50 કરોડની જોગવાઈ
  • અમદાવાદ, વડોદરા અને જેતપુરમાં ઔદ્યોગિક ગંદા પાણીના વહન માટે અંદાજે રૂપિયા 2275 કરોડના પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જે માટે રૂપિયા 758 કરોડની જોગવાઇ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.