ETV Bharat / state

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિશેષ ટનલ બનશે, 3.3 કિમી લાંબી આ ટનલની વિશેષતા - Mumbai Ahmedabad bullet train

author img

By ETV Bharat Gujarati Team

Published : May 27, 2024, 1:58 PM IST

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે એક ખાસ ટનલ તૈયાર થઈ રહી છે. ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિ દ્વારા આશરે 3.3 કિમીની ટનલ તૈયાર થશે. તેનાથી મહારાષ્ટ્રમાં BKC અને શિલફાટા વચ્ચે 21 કિલોમીટર લાંબી ટનલના નિર્માણમાં મદદ મળશે.

બુલેટ ટ્રેન માટે ADIT
બુલેટ ટ્રેન માટે ADIT (NHSRCL)

અમદાવાદ : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘનસોલી ખાતે 394 મીટરની અધિક સંચાલિત વચગાળાના બોગદાનું (ADIT) ખોદકામ કરવામાં આવ્યું છે. તેનાથી મહારાષ્ટ્રમાં BKC અને શિલફાટા વચ્ચે 21 કિલોમીટર લાંબી ટનલના નિર્માણમાં મદદ મળશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિશેષ ટનલ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિશેષ ટનલ (NHSRCL)

ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિ : 26 મીટર ઊંડી ઢાળ ધરાવતી ADIIT નવી ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિ (NATM) મારફતે અંદાજે 3.3 કિલોમીટર લંબાઈ ધરાવતા બોગદાના નિર્માણની સુવિધા આપશે. જેથી દરેક બાજુએથી અંદાજે 1.6 મીટર બોગદું બનાવવા માટે એક સાથે પ્રવેશ મળશે. આ અંતર્ગત 21 કિમીનું બોગદું બનાવવાની કામગીરીમાંથી 16 કિમી ટનલ બોરિંગ મશીન દ્વારા થાય છે. બાકીના 5 કિમી બોગદાનું ખોદકામ NATM દ્વારા થાય છે.

394 મીટર ખોદકામ પૂર્ણ : ADIT માટે ખોદકામનું કામ 6 ડિસેમ્બર 2023 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 394 મીટરની સંપૂર્ણ લંબાઈ છ મહિનાના ટૂંકા ગાળામાં ખોદકામ કરવામાં આવેલ છે. નિષ્ણાતોની દેખરેખ હેઠળ 27,515 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરીને કુલ 214 નિયંત્રિત વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. સલામત ખોદકામ સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ સ્તરના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આંતરિક પરિમાણની ADIT : 11 મીટર X 6.4 મીટર બાંધકામ અને કામગીરી દરમિયાન મુખ્ય બોગદામાં સીધા વાહનોને પ્રવેશ અપાશે અને કટોકટીની પરિસ્થિતિમાં સ્થળાંતર પ્રક્રિયાના હેતુ માટે પણ તેનો ઉપયોગ થઈ શકશે.

અત્યાધુનિક ઉપકરણ : બોગદા અને નજીકના વિસ્તારમાં તમામ બાંધકામોના સલામત ખોદકામની ખાતરી કરવા માટે સંખ્યાબંધ દેખરેખના સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કામ માટે ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક ઉપકરણોમાં SSP (સરફેસ સેટલમેન્ટ પોઇન્ટ્સ), ODS (ઓપ્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ સેન્સર) અથવા બંને ધરીમાં ડિસ્પ્લેસમેન્ટ માટે ટિલ્ટ મીટર, BRT (લક્ષ્યાંક/3D લક્ષ્યોને પરાવર્તિત કરીને), બોગદાની સપાટીમાં માઇક્રો સ્ટ્રેઇન માટે સ્ટ્રેઈન ગેજ, પીક પાર્ટિકલ વેલોસિટી (પીપીવી) માટે સિસ્મોગ્રાફ અથવા વાઇબ્રેશન અને સિસ્મિક વેવ મોનિટરનો સમાવેશ થાય છે.

આ પ્રકારની પ્રથમ ટનલ : મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનથી શિલફાટા સુધી અંદાજે 21 કિલોમીટર લાંબા બોગદા સાથે સંબંધિત નિર્માણ પ્રવૃત્તિઓ ઝડપથી આગળ વધી રહી છે. આ બોગદાનો અંદાજે 7 કિલોમીટર વિસ્તાર થાણે ક્રીક (આંતરરાજ્ય ક્ષેત્ર) ખાતે દરિયાની નીચે હશે. દેશમાં બનનારા આ પ્રકારનું આ પ્રથમ બોગદું છે. BKC, વિક્રોલી અને સાવલીમાં નિર્માણાધીન ત્રણ શાફ્ટ TBM મારફતે 16 કિલોમીટર લાંબી ટનલના નિર્માણની સુવિધા આપશે.

ખાસ બોરિંગ મશીન : આ 21 કિલોમીટર લાંબુ બોગદું એક જ ટ્યુબ બોગદું હશે. જેમાં ઉપર અને નીચે ટ્રેક માટે બે ટ્રેક સમાવવામાં આવશે. આ બોગદાંના નિર્માણ માટે 13.6 મીટર વ્યાસના કટર હેડ્સવાળા ટનલ બોરિંગ મશીનનો (TBM) ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય રીતે MRTS- મેટ્રો પધ્ધતિમાં ઉપયોગમાં લેવાતા શહેરી બોગદા માટે 6-8 મીટર વ્યાસના કટર હેડ્સનો ઉપયોગ થાય છે. કારણ કે આ બોગદાંમાં માત્ર એક જ ટ્રેકનો સમાવેશ થાય છે.

  1. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જીયો તકનિક દ્વારા દેખરેખ - Bullet Train Project
  2. નડિયાદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 1486 મેટ્રિક ટન વજનવાળા સ્ટીલ બ્રિજનું લોકાર્પણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.