ETV Bharat / state

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કનોડિયા બંધુઓને આપી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Nov 25, 2020, 3:29 PM IST

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કનોડિયા બંધુઓને આપી શ્રદ્ધાંજલિ
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કનોડિયા બંધુઓને આપી શ્રદ્ધાંજલિ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 2 મહાન કલાકારો કનોડિયા બંધુઓનું ઓકટોબર માસમાં દુઃખદ અવસાન થયું હતું. જેને કારણે રાજકીય જગત અને ગુજરાતી ફિલ્મ જગતે એક સાથે 2 દમદાર વ્યક્તિ ગુમાવ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કનોડિયા બંધુઓને ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને આવીને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પણ કનોડિયા બંધુના ઘરે પહોંચ્યા હતા. અહીં બંન્ને ભાઈઓ નરેશ અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

  • યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે કનોડિયા પરિવારની લીધી મુલાકાત
  • કનોડિયા બંધુઓનેે આપી શ્રદ્ધાંજલિ
  • અગાઉ પીએમ મોદીએ પણ લીધી હતી મુલાકાત

ગાંધીનગર: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 2 મહાન કલાકારો કનોડિયા બંધુઓનું ઓકટોબર માસમાં દુઃખદ અવસાન થયું હતું. જેને કારણે રાજકીય જગત અને ગુજરાતી ફિલ્મ જગતે એક સાથે 2 દમદાર વ્યક્તિ ગુમાવ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કનોડિયા બંધુઓને ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને આવીને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પણ કનોડિયા બંધુના ઘરે પહોંચ્યા હતા. અહીં બંન્ને ભાઈઓ નરેશ અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

કનોડિયા નિવાસસ્થાન
કનોડિયા નિવાસસ્થાન
આનંદી બેને બંન્ને ભાઈઓના ભૂતકાળને યાદ કર્યો : હિતુ કનોડિયાઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ 25 નવેમ્બરે હિતુ કનોડિયાના ઘરે જઈને નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી. લગભગ 10 મિનિટ આનંદીબેન પટેલ કનોડિયા હાઉસમાં રહ્યા હતા. અહીં સાંસદ તરીકે મહેશ કનોડિયા ચાર વખત ચૂંટાયા હતા, તે ઇતિહાસ પણ આનંદીબેન પટેલે યાદ કર્યો હતો. સાથે પોતાના ભૂતકાળના સંસ્મરણો પણ યાદ કર્યા હતા.
હિતુ કનોડિયા
હિતુ કનોડિયા
ગ્રાન્ટ વાપરવાની એમનામાં સારી આવડત હતી : આનંદીબેન પટેલઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કનોડિયા બંધુઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ નરેશ કનોડીયાના પુત્ર અને વર્તમાન ભાજપ પક્ષના ધારાસભ્ય હિતુ કનોડિયા સાથે ચર્ચા પણ કરી હતી. આ ઉપરાંત જ્યારે મહેશ કનોડિયા ચાર વખત સાંસદ ચૂંટાયા હતા ત્યારે સાંસદને આપવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ કઈ રીતે કરવાથી સમાજના લોકોનું વધુમાં વધુ સારું કલ્યાણ થાય અને વિકાસના કામો થાય તે અંગેનું તમામ જ્ઞાન તેઓને ખૂબ જ સારું હતું. તેમની કોઠાસૂઝની પણ પ્રશંસા કરી આનંદીબેન પટેલે સંસ્મરમણો યાદ કર્યા હતા.
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કનોડિયા બંધુઓને આપી શ્રદ્ધાંજલિ
બન્ને ભાઈઓ એક સાથે રહ્યા મહેશ કનોડિયાનું 25 ઓક્ટોબર અને નરેશ કનોડીયાનું 27 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. આમ 48 કલાકની અંદર જ બન્ને ભાઈઓનું દુઃખદ અવસાન થયું હતું. જ્યારે તેઓ આખી જિંદગી એકબીજાની સાથે જ વિતાવી એક જ છત નીચે રહ્યા તે પણ આજના વર્તમાન સમયમાં એક મહત્વનું પાસુ હોવાની વાતો હિતુ કનોડિયાએ કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.