ETV Bharat / state

રાજ્યમાં પહેલી વખત 24 કલાકમાં કોરોનાના પોઝિટિવ કરતા નેગેટીવ વધુ થયા, નવા 1074 કેસ, 1370 ડિસ્ચાર્જ, 22 મોત, કુલ 68885

author img

By

Published : Aug 7, 2020, 9:36 PM IST

રાજ્યમા પહેલી વખત 24 કલાકમાં કોરોનાના પોઝિટિવ કરતા નેગેટીવ કેસ વધુ સામે આવ્યા છે. રાજ્યમાં નવા 1074 કેસ નોંધાયા હતા.ત્યારે 1370 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તો આ સાથે જ 22 લોકોના મોત થયા હતા.જોકે રાજ્યમાં હવે કુલ 68885 કોરોનાના કેસ થઇ ગયા છે.

24 કલાકમાં કોરોનાના નવા 1074 કેસ
24 કલાકમાં કોરોનાના નવા 1074 કેસ


ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 60 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1074 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 22 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 68885 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી શુક્રવારે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1370 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

24 કલાકમાં કોરોનાના નવા 1074 કેસ
24 કલાકમાં કોરોનાના નવા 1074 કેસ
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 142, સુરત મહાપાલિકા વિસ્તારમાં 183, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 88, રાજકોટ કોર્પોરેશન 58, સુરત 48, જામનગર કોર્પોરેશન 46, મહેસાણા 43, રાજકોટ 32, જુનાગઢ 29, કચ્છ 24, ગીર સોમનાથ 23, ભાવનગર કોર્પોરેશન 22, વડોદરા 22, અમરેલી 21, દાહોદ 21, વલસાડ 18 ગાંધીનગર, જુનાગઢ કોર્પોરેશન, નવસારી, સુરેન્દ્રનગર 17-17, ભાવનગર 15, આણંદ 14, ખેડા 14, ભરૂચ 13 મહીસાગર, મોરબી, નર્મદા, સાબરકાંઠા 12-12, અમદાવાદ 11 પંચમહાલ 11 ગાંધીનગર કોર્પોરેશન 10 બોટાદ 9 પોરબંદર 9 પાટણ 7 બનાસકાંઠા 6, જામનગર 6, અરવલ્લી 4, છોટાઉદેપુર 2, દેવભૂમિ દ્વારકા 1, તાપી 1 અને અન્ય રાજ્યના 5 કેસ સામે આવ્યા છે.જ્યારે 86 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 2606 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધું 27587 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત શુક્રવારે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 183 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 48 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 231 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.ૃ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.