ETV Bharat / state

Sujalam Suflam Yojna 2023 : સીએમ ભૂપેન્દ્ર પટેલે વહેલી શરુ કરાવી સુજલામ સુફલામ યોજના, મુદત વધારી માટીનો ભાવ પણ વધાર્યો

author img

By

Published : Feb 17, 2023, 5:02 PM IST

આ વર્ષે રાજ્યમાં જળસંચયના કામો ગુણવત્તાયુક્ત થશે એવું નિવેદન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપ્યું છે. તેમણે ગાંધીનગરના ખોરજમાં સુજલામ સુફલામ યોજનાની શરુઆત કરાવતાં મહત્ત્વની વાતો જાહેર જનતાને જણાવી છે. તેમણે માટીના ભાવમાં વધારો કરીને પ્રતિ ઘન ભાવ 52 કરાયાં હોવાનું જણાવ્યું છે.

Sujalam Suflam Yojna 2023 : સીએમ ભૂપેન્દ્ર પટેલે વહેલી શરુ કરાવી સુજલામ સુફલામ યોજના, મુદત વધારી માટીનો ભાવ પણ વધાર્યો
Sujalam Suflam Yojna 2023 : સીએમ ભૂપેન્દ્ર પટેલે વહેલી શરુ કરાવી સુજલામ સુફલામ યોજના, મુદત વધારી માટીનો ભાવ પણ વધાર્યો

સુજલામ સુફલામ યોજના શરૂ કરવામાં આવી છે તે ખરેખર સારી રીતે થાય છે કે નહીં તે તમે કોઈપણ જગ્યાએ ચેક કરી શકો છો

ગાંધીનગર : ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા વર્ષે ચોમાસાની સીઝનમાં વધુમાં વધુ પાણીનો વ્યય થતો અટકાવવા ઇચ્છે છે. ભૂર્ગભ જળ ઊંડા ઊતરે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે સમય કરતા પહેલા સુજલામ સુફલામ્ યોજના શરૂઆત કરવામાં આવી છે. જેમાં આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ખોરજ ગામ ખાતે સુજલામ સુફલામ્ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના આવનારા 100 દિવસ સુધી કાર્યરત રહેશે. ગત વર્ષ કરતા ભાવમાં સરકારે વધારો કર્યો છે. જેમાં વર્ષે માટીના પ્રતિઘન ભાવ પહેલા 40 રૂપિયા પ્રતિ ઘન ભાવ હતો જે હવે 52 રૂપિયા પ્રતિ ઘન માટીના ભાવ આપવામાં આવશે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું : સુજલામ સુફલામ્ યોજનાની શરૂઆતમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સૂચનાથી સુજલામ સુફલામ્ જળ અભિયાન શરૂ કરાવ્યું હતું. લોક ભાગીદારી અને જન સહયોગથી પીપીપી ધોરણે જળ સંચય અને જળ સંગ્રહનું આ અભિયાન હવે રાજ્યમાં જળ ક્રાંતિનું જન આંદોલન બની ગયું છે. સુજલામ સુફલામ્ જળ અભિયાનના છઠ્ઠા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામેથી કરાવ્યો હતો. આ અભિયાનને મળી રહેલા અપ્રતિમ પ્રતિસાદ અને લોકલાગણીને માન આપી રાજ્ય સરકારે આ વર્ષે અભિયાન વધુ સમય ચાલુ રાખી 100 દિવસનું રાખવાનો અભિગમ અપનાવ્યો છે.

આ પણ વાંચો ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ અટલ ભૂજલ યોજનાનો કરાવ્યો પ્રારંભ, ખેડૂતોને મળી મોટી ભેટ

ગુણવત્તાયુક્ત કામ કરવામાં આવશે: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અભિયાનનો પ્રારંભ જળસંપત્તિ પ્રધાન કુંવરજી બાવળિયા અને રાજ્યપ્રધાન મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. અભિયાનમાં જે કામો થાય છે તે સંપૂર્ણ ગુણવત્ત યુક્ત અને પારદર્શી ઢબે થાય છે તેનું ગૌરવ કરતા કહ્યું કે આ કામોને પરિણામે ખેડૂતો અને લોકોને સિંચાઇ અને પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ થઈ છે. માટી ખોદકામને કારણે મોટા પાયે માનવ દિન રોજગારી મળે છે અને નીકળેલી માટી ખેડૂતો પોતાના ખેતરમાં ઉપયોગમાં લે છે. આવી માટી સબંધિત વિકાસ કામોમાં વપરાશમાં લેવા ખરીદ કરીને આવક પણ ઉભી થાય છે.

છેલ્લા 5 વર્ષમાં કેટલા કામ થયા : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જળ સંચય અને જળ સંગ્રહ અભિયાન વરસાદી પાણીને રોકવા અને જમીનમાં ઉતારી જળસ્તર ઊંચા લાવવાનો એક સફળ પ્રયોગ બન્યો છે. તે માટે આ અભિયાન સાથે સંકળાયેલ સૌને અભિનંદન આપ્યા હતા. તેમણે પાણીના કરકસરપૂર્ણ ઉપયોગ માટે પણ કાળજી લેવા સૌને અનુરોધ કર્યો હતો. અમૃત કાળમાં લઇ જવા જળ સંચયને વેગ આપતા દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરના નિર્માણનું આહવાન કર્યું છે. આ આહવાન ઝીલી લઈને ગુજરાત આવા અમૃત સરોવર બનાવીને જળ સંગ્રહ જળસંચય ક્ષેત્રે દેશનું દિશાદર્શક બને. રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં 74509 કામો હાથ ધરીને જળ સંગ્રહ ક્ષમતામાં 86196 લાખ ઘન ફૂટનો વધારો થયો છે. 56778 કિલોમીટર લંબાઈમાં નહેરો તેમજ કાંસની સફાઈ કામો વ્યાપકપણે હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો Gujarat Cabinet Meeting: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, ટૂંક સમયમાં લેવાશે ખાતાકીય પરીક્ષા

તમે કામને ચેેક કરી શકો છો : રાજ્ય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હંમેશા પોતાના વક્તવ્ય દરમિયાન જાહેર જનતા સાથે નિખાલસપણે વાત કરતા જોવા મળે છે. ત્યારે આજે પણ ખોરજ ખાતે યોજાયેલ જાહેર કાર્યક્રમમાં જાહેર જનતાને પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તમે રાજ્ય સરકારના તમામ કામોને જોઈ શકો છો. જે સુજલામ સુફલામ યોજના શરૂ કરવામાં આવી છે તે ખરેખર સારી રીતે થાય છે કે નહીં તે તમે કોઈપણ જગ્યાએ ચેક કરી શકો છો. સાથે જ પહેલા ફક્ત 60 દિવસ સુધી જ સુજલામ સુફલામ યોજના કાર્યરત રહેતી હતી, પરંતુ આ વર્ષે 44 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. હવે 104 દિવસ સુધી ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના કાર્યરત રહેશે. સાથે જ પાણી બચાવ માટેની ટકોર પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.