ETV Bharat / state

Gujarat Cabinet Meeting: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, ટૂંક સમયમાં લેવાશે ખાતાકીય પરીક્ષા

author img

By

Published : Feb 14, 2023, 9:59 PM IST

Gujarat Cabinet Meeting: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, ટૂંક સમયમાં લેવાશે ખાતાકીય પરીક્ષા
Gujarat Cabinet Meeting: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, ટૂંક સમયમાં લેવાશે ખાતાકીય પરીક્ષા

ગાંધીનગરમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. તેમાં અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા. ઉપરાંત છેલ્લા કેટલાય સમયથી સરકારના કર્મચારીઓની બઢતીની પરીક્ષાનું આયોજન થતું ન હોવાની ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.

17મીથી સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. અહીં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તો હવે સરકારના વિવિધ સંવર્ગોમાં બઢતી માટેની ખાતાકીય પરીક્ષાઓનું પણ આયોજન કરવામાં આવશે, તેના માટે ડેટાબેઝ તૈયાર થશે. જ્યારે 17 ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ થશે.

આ પણ વાંચોઃ Gujarat Cabinet Meeting : વીડીના વધારાના ઘાસના જથ્થાને વિના મૂલ્યે અપાશે, અનાજ ચોરી અટકાવવા 5953 સીસીટીવી લગાવશે સરકાર

ખાતાકીય પરીક્ષા પ્રક્રિયા અને પદ્ધતિ સંદર્ભે ડેટાબેઝ તૈયાર કરાશેઃ રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં બઢતી માટે અધિકારી-કર્મચારીઓની ખાતાકીય પરીક્ષાઓ ઝડપથી લેવા માટે રાજ્ય સરકારે આયોજન કર્યું છે. રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓના હિતને ધ્યાને લઈને બઢતી માટેની ખાતાકીય પરીક્ષાઓ વહેલીતકે યોજાય તે દિશામાં આયોજન હાથ ધર્યું છે. જેતે સંવર્ગ માટે ખાતાકીય પરીક્ષા છેલ્લે ક્યારે યોજાઈ, પરીક્ષા લેતી સંસ્થાઓની સજ્જતા, પરીક્ષા લેવાની વિવિધ બોર્ડની વાર્ષિક ક્ષમતા વગેરે બાબતો સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ડેટાબેઝ પણ તૈયાર કરવામાં આવશે.

સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભઃ પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે સુજલામ સુફલામ યોજના અંગે જણાવ્યું હતું કે, દર વર્ષે માર્ચ માહિનામાં સુજલામ સુફલામ યોજના શરૂઆત કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે 17 ફેબ્રુઆરીએ સુજલામ સુફલામ યોજનાની રાજ્યમાં આંદોલનરૂપી યોજનાની શરૂઆત કરવામાં આવશે. 17મીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના ખોરજ ખાતેથી આ યોજના શરૂ કરાવશે. જ્યારે આ વર્ષે માટીના પ્રતિધનના ભાવ પણ વધારવામાં આવ્યા છે, જે પહેલા 40 રૂપિયા પ્રતિ ઘન ભાવ આપવામાં આવતા હતા. તે હવે 52 રૂપિયા પ્રતિ ઘન માટીના ભાવ આપવામાં આવશે. જ્યારે આ યોજના 60:40ના ખર્ચે કરવામાં આવશે. સુજલામ સુફલામનું વહેલું અમલીકરણ થવાથી રાજ્યની તમામ જિલ્લાઓની નદીનાળા, ચેકડેમના જળ, કુંડા જશે અને વરસાદમાં પાણીની વધુમાં વધુ બચત થઈ શકશે.

આ પણ વાંચોઃ Mutton shop Shutoff in Gujarat: 4000થી વધારે મટનની દુકાનોને લાગશે તાળા

આ બજેટ આવનારા 25 વર્ષનો પાયોઃ રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાને બજેટ અંગે જણાવ્યું હતું કે, 24 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારે આ બજેટ આવનારા 25 વર્ષ માટે પિક્ચર રજૂ કરશે અને આવનારા 25 વર્ષ માટેના પાયો નાખનારું બજેટ હશે, જેમાં લોકોને અને ગુજરાતને ફાયદો થશે તે રીતનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.