ETV Bharat / state

રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે આ જીલ્લામાં

author img

By

Published : Aug 11, 2022, 5:47 PM IST

આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mohotsav )અંતર્ગત ગુજરાતમાં 15 મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી અરવલ્લીમાં કરવામાં(Aravalli 15th August celebration) આવશે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહેશે. જ્યારે અન્ય પ્રધાનો વિવિધ જિલ્લાઓમાં હાજર રહેશે.

15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જાણો કયા જિલ્લામાં કરાશે
15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જાણો કયા જિલ્લામાં કરાશે

ગાંધીનગર આઝાદીના 75 વર્ષ પૂર્ણ (Azadi ka Amrit Mohotsav )થતાં દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. 15 મી ઓગસ્ટની રાજ્ય કક્ષા ઉજવણી અરવલ્લીમાં(15th August celebration)કરવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહેશે.

આ પણ વાંચો એક ચિત્રકારે ધબકતું ગ્રામ્ય જીવન કંડારીને રાષ્ટ્રને આપ્યો અનોખો સંદેશ

ક્યાં પ્રધાનો ક્યાં હાજર રહેશે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અરવલ્લીમાં હાજર રહેશે, જીતુ વાઘાણી રાજકોટમાં ઋષિકેશ પટેલ અમદાવાદમાં,પૂર્ણેષ મોદી ગીર સોમનાથમાં બાજર રહશે. રાઘવજી પટેલ પોરબંદર રહેશે હાજર. જ્યારે કનુ દેસાઈ સુરતમાં હાજર રહશે. કિરીટસિંહ રાણા ભાવનગર, નરેશ પટેલ વલસાડ, પ્રદીપ પરમાર બરોડા, અર્જુનસિંહ ચૌહાણ મહીસાગર, હર્ષ સંઘવી ગાંધીનગર, જગદીશ પંચાલ મહેસાણા, બ્રિજેશ મેરઝા જામનગર, જીતુ ચૌધરી નવસારી, મનિષાબહેન વકીલ ખેડા, મુકેશ પટેલ તાપી, નિમિશા સુથાર છોટા ઉદેપુર, અરવિંદ રૈયાણી જૂનાગઢ, કુબેર ડીંડોર સાબરકાંઠા, કિર્તીસિંહ વાઘેલા પાટણ, ગજેન્દ્રસિંહ પરમાર બનાસકાંઠા, આર. સી મકવાણા અમરેલી, વિનોદ મોરડીયા બોટાદ, દેવા માલમ મોરબીમાં હાજર રહશે.

પ્રભારી જિલ્લામાં આપવામાં આવી જવાબદારી રાજ્ય સરકારે તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રજાનોને જે તે જિલ્લા પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લામાં સ્વતંત્ર પર્વની ઉજવણી (Aravalli 15th August celebration)માટેની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય બાકી રહેતા જિલ્લા જેવા કે સુરેન્દ્રનગર, દ્વારકા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, દાહોદ અને ડાંગ જિલ્લા ખાતે જે તે કલેકટરના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજવામાં આવશે.

આ પણ વાંચો Saluting Bravehearts મળો વડોદરામાં રહેતાં પૂર્વ વિંગ કમાંડર વિજય કર્ણિકને, યુદ્ધની કહાની તેમની જુબાની

આઈબી એલર્ટ 75 માં સ્વતંત્ર દિવસની ઉજવણી અને આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં ભારે ઉજવણી થઈ રહી છે. કોઈપણ અઘટિત ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા IBને પણ એલર્ટમાં રાખવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.