ETV Bharat / city

Saluting Bravehearts મળો વડોદરામાં રહેતાં પૂર્વ વિંગ કમાંડર વિજય કર્ણિકને, યુદ્ધની કહાની તેમની જુબાની

author img

By

Published : Aug 10, 2022, 5:20 PM IST

Updated : Aug 10, 2022, 7:41 PM IST

હર ઘર તિરંગાના નાદ (Har ghar tiranga) વચ્ચે દેશ આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi ka amrut mahotsav )ઉજવણી સાથે દેશમાં 75માં સ્વતંત્રતા દિવસનું (Indian Independence Day ) સ્વાગત કરવામાં આવી રહ્યું છે.દુશ્મન દેશોએ છેડેલા યુદ્ધ સામે વિજય અપાવનાર બ્રેવહાર્ટ હીરોને ( Saluting Bravehearts ) યાદ કરવામાં આવી રહ્યાં છે.જેમના પરાક્રમ પરથી ધ પ્રાઈડ ઓફ ભુજ ફિલ્મ (The Pride of Bhuj Movie ) જેવી ફિલ્મ બની હતી તેવા રીયલ હીરો પૂર્વ વિંગ કમાંડર વિજય કર્ણિકને ( Former Wing Commander Vijay Karnik ) યાદ કરીએ.

Saluting Bravehearts : મળો વડોદરામાં રહેતાં પૂર્વ વિંગ કમાંડર વિજય કર્ણિકને, યુદ્ધની કહાની તેમની જુબાની
Saluting Bravehearts : મળો વડોદરામાં રહેતાં પૂર્વ વિંગ કમાંડર વિજય કર્ણિકને, યુદ્ધની કહાની તેમની જુબાની

વડોદરાઃ વડોદરામાં રહેતા વિંગ કમાંડર વિજય કર્ણિકના જીવન પર ફિલ્મ પ્રોડ્યુસર અભિષેક ધુધૈયાએ ધ પ્રાઈડ ઓફ ભુજ ફિલ્મ (The Pride of Bhuj Movie ) બનાવી છે. જેમાં ભારત પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધની સ્ટોરી ફિલ્મમાં બતાવવામાં આવી છે. ભારત દેશની રક્ષા જવાનો કરી રહ્યા છે ત્યારે વડોદરામાં રહેતા વોર વેટરન વિંગ કમાંડર વિજય કર્ણિકને યાદ ( Saluting Bravehearts ) કરીએ જેઓ દેશના એક એવા યોદ્ધા છે જેમણે ભારત દેશ માટે ત્રણ ત્રણ યુદ્ધ લડ્યા છે. વિજય કર્ણિકે ( Former Wing Commander Vijay Karnik ) દેશ માટે 1962, 1965 અને 1971માં યુદ્ધ લડ્યાં છે. તેઓએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi ka amrut mahotsav ) ઉજવણી નિમિત્તે દેશના 75માં સ્વતંત્રતા દિવસને (Indian Independence Day ) વધાવતાં મળો બ્રેવહાર્ટ પૂર્વ વિંગ કમાંડર વિજય કર્ણિકને.

દેશના એક એવા યોદ્ધા જેમણે ભારત દેશ માટે ત્રણ ત્રણ યુદ્ધ લડ્યા છે

માતાપિતાની પ્રેરણાથી ચારે ભાઈ આર્મીમાં: પૂર્વ વિંગ કમાંડર વિજય કર્ણિક ( Former Wing Commander Vijay Karnik )જણાવ્યું હતું કે તેઓ નાગપુરના છે પરંતુ હાલમાં વડોદરામાં સ્થાઈ થયાં છે. તેમના પિતા સિવિલ ઓફિસર હતાં અને માતા સોશિયલ વર્કર હતી. કર્ણિક તેમના માતાપિતાને સેલ્યુટ કરતાં કહ્યું હતું કેે તેઓ ચારેય ભાઈ (Brave men in Armed forces ) ભારતીય સેનામાં (Indian army ) નોકરી કરી દેશ સેવા કરી છે. વિજય કર્ણિક ઉપરાંત તેમના ત્રણેય ભાઈઓ પણ દેશની સેવામાં જોડાયા છે. વિજય કર્ણિકના ભાઈ વિનોદ કર્ણિક મેજર જનરલ, લક્ષ્મણ કર્ણિક વીંગ કમાન્ડર અને અજય કર્ણિક એર માર્શલ તરીકે દેશની રક્ષા કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ કર્નલ વિનોદ ફલનીકરે કહ્યું - "ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું અને અમે...."

1971માં થયેલ યુદ્ધમાં ચારેય ભાઈઓ શામેલ હતાંઃ મહત્વની વાત એ છે કે ભારત પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં થયેલ યુદ્ધમાં ચારેય ભાઈઓ શામેલ હતાં. જેમાં વિજય કર્ણિક ( Former Wing Commander Vijay Karnik )અને લક્ષ્મણ કર્ણિક ભુજ બેઝ પર ફરજ પર હતા, જામનગર એર બેઝ પર અજય કર્ણિક પાઇલોટ ઓફિસર તરીકે હતાં. જ્યારે રાજસ્થાન બોર્ડર પર કેપ્ટન વિનોદ કર્ણિક હતાં. આ ચારેય ભાઈઓ માતાપિતાની પ્રેરણાથી દેશની સેવામાં જોડાયા હતાં.

આ પણ વાંચોઃ સૈન્ય ક્ષેત્રે પણ સ્ત્રી 'શક્તિ', વીરાંગનાઓને સલામ

300 મહિલાઓના યોગદાનના કારણે યુદ્ધમાં વિજય: તેઓએ જણાવ્યું કે તમામ એર બેઝ પર સિનિયર ઓફિસર કમાન સંભાળી હતી. ભુજ એર બેજ પર માત્ર હું એકલો જ યંગ કમાન્ડિંગ ઓફિસર ( Former Wing Commander Vijay Karnik ) હતો. વર્ષ 1971ના યુદ્ધમાં પાકિસ્તાને ભુજ એર બેઝના રનવે બોમ્બ મારો કરી રન-વેને ભારે નુકશાન પહોંચાડ્યું હતું.જેના કારણે રન વે એરફોર્સ માટે બિનઉપયોગી બન્યો હતો. રન-વેનું સમારકામ કરતાં કોન્ટ્રાકટર અને મજૂરો પણ પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવતી બોમ્બિંગથી ગભરાઈ ભાગી ગયા હતાં. કોઈ પણ હિસાબે રનવે રીપેર કરવાની જવાબદરી મારા પર આવી હતી અને કોઈ પણ પરિસ્થિતિમાં રન વે તૈયાર કરવો મારી જવાબદારી હતી. તેવામાં મેં ભુજના માધાપર ગામના સરપંચ અને મહિલાઓને રન વે બનાવવા માટે સમજાવ્યા હતાં. જેથી માધાપર ગામની 300 મહિલાઓએ ચાલુ યુદ્ધે, બોમ્બમારા વચ્ચે માત્ર ગણતરીના કલાકમાં જ ફરીથી રન વે તૈયાર કરી દીધો હતો. જેનાથી એરફોર્સના અધિકારીઓએ ફરીથી ભુજથી પાકિસ્તાનના કરાચીમાં હુમલા શરૂ કર્યા હતાં. જેનાથી પાકિસ્તાને ઘૂંટણ ટેકવી દીધા હતાં અને ભારતનો યુદ્ધમાં વિજય થયો હતો. પાકિસ્તાનના દાંત ખાટા કરનાર વિજય કર્ણિકને ગળથૂથીમાંથી દેશભક્તિના સંસ્કાર મળ્યા હતાં. તેઓ દેશ માટે ( Saluting Bravehearts ) ગૌરવરૂપ છે.

Last Updated :Aug 10, 2022, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.