ETV Bharat / state

SSC Exam Result 2023 : આજે SSCનું પરિણામ થશે જાહેર, આવી રીતે સરળતાથી જોઇ શકાશે આ વેબસાઇટ પર

author img

By

Published : May 25, 2023, 5:51 AM IST

આજે તારીખ 25/05ના રોજ ધોરણ-10 બોર્ડનું પરિણામ સમય સવારે 08 કલાકે જાહેર થવાનું છે. પરિણામ www.gseb.org વેબસાઇડ પર જોઇ શકાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા અઠવાડિયે જાહેર થવાની પણ શક્યતાઓ છે.

Etv Bharat
Etv Bharat

ગાંધીનગર : ગુજરાતના ધોરણ 10 વિધાથીઓ કાગડોળે પરિણામની રાહ જોઇ રહ્યા હતા. આજે 25 મે ગુરુવારના રોજ સવારે આઠ કલાકે ધોરણ 10નું પરિણામ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પરથી પણ પરિણામ મેળવી શકશે. ગુજરાત માધ્યમિક અને શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 14 માર્ચથી તારીખ 30 માર્ચ સુધી ધોરણ 10 બોર્ડની પરીક્ષા યોજાઈ હતી.

રી ચેકીંગ માટે ઓનલાઈન સિસ્ટમ: રી ચેકીંગ માટે ઓનલાઈન સિસ્ટમ ધોરણ દસમાં જે વિદ્યાર્થીઓ ઓછા માર્ગે નાપાસ થયા હોય અને તેવા વિદ્યાર્થીઓને તેમનું પેપર રીચેકિંગ કરાવું હોય તે માટે પણ ઓનલાઇન આવેદન આપવું પડશે. જ્યારે ફરીથી એક અથવા બે વિષયમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે પણ ઓનલાઇન આવેદનપત્ર ભરવું રહેશે. તેવી જાહેરાત પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. જ્યારે પાસ થયેલા તમામ ઉમેદવારોને ગુણ પત્રક અને એસઆર નકલ સારા વાર મોકલવા અંગે પણ વિગતવાર સૂચનાઓ સમાન્યાન્તરે જાહેર કરવામાં આવશે.

9.56 લાખ વિધાર્થીઓ આપી હતી પરીક્ષા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થઈ હતી. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરતા 25 મે ના રોજ ધોરણ 10 નુ પરિણામ જાહેર કરવામાં આવશે ત્યારે ધોરણ 10 માં કુલ 9.56 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ધોરણ 10 ની પરીક્ષા માટે 958 કેન્દ્ર ઉપર પરીક્ષા યોજાઈ હતી.

GSEB ધોરણ 10 પરિણામ ચેક કરવા માટે સ્ટેપ્સ
સ્ટેપ 1- ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org ઓપન કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે સ્ટેપ 2માં હોમપેજ પર જીએસઈબી બોર્ડ એસએસસી/એચએસસી રિઝલ્ટ 2023 પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે સ્ટેપ 3- સ્કૂલ ઇંડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરવાનો રહેશે. આ પછી તમારે સ્ટેપ 4માં - સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. આ કરવાથી તમારુ રિઝલ્ટ તમે જોઇ શકો છો.

  1. Gandhinagar News : કલેકટરે નિવૃત્તિ બાદ સહી કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આર્ચયું હોવાની ફરીયાદ
  2. Gandhinagar News : 400 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત, શાહે કહ્યું હું રમકડાં ભેગા કરીશ
  3. Gandhinagar News : ગુજરાતના ત્રણ બીચ બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે વિકસાવવા થયાં ટ્રાઇ પાર્ટી એમઓયુ, વનપ્રધાન મૂકેશ પટેલે કર્યું ઇ ખાતમૂહુર્ત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.