ETV Bharat / state

Gandhinagar News : કલેકટરે નિવૃત્તિ બાદ સહી કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આર્ચયું હોવાની ફરીયાદ

author img

By

Published : May 18, 2023, 9:27 PM IST

Updated : May 18, 2023, 10:07 PM IST

ગાંધીનગર પૂર્વ કલેકટરે નિવૃત્તિ બાદ કરોડો રૂપિયાનું કૌભાંડની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. કલેકટર તરીકેની સહી કરીને બિનખેડૂતને ખેડૂત, ખોટા દસ્તાવેજને સાચા દસ્તાવેજ કર્યા હોવાનો આરોપ લાગ્યો છે. આ ઉપરાંત અધિકારીએ નિયમોની એસીતેસી કરીને અનેક જમીનોમાં કૌભાંડ હાજરીને ગેરિતીનું પણ સામે આવ્યું છે. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ.

Gandhinagar News : કલેકટરે નિવૃત્તિ બાદ સહી કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આર્ચયું હોવાની ફરીયાદ
Gandhinagar News : કલેકટરે નિવૃત્તિ બાદ સહી કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આર્ચયું હોવાની ફરીયાદ

ગાંધીનગર : રાજ્યમાં કરોડો રૂપિયાના કૌભાંડ થતા આવ્યા છે, ત્યારે આજે ગાંધીનગર જિલ્લા કલેકટરે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું છે, ગાંધીનગર જિલ્લાના પૂર્વ કલેકટર એસ.કે. લાંઘાએ નિવૃત્તિ બાદ કલેકટર તરીકેની સહી કરીને બિનખેડૂતને ખેડૂત અને ખોટા દસ્તાવેજને સાચા દસ્તાવેજ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

કોણે કરી ફરિયાદ : ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે.લંઘાએ કરેલા કૌભાંડ બાબતે સેકટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મુજબ રાજકોટના બાંદરા ગામના ધૈવત ધ્રુવ નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે. લાંઘાએ પોતાને સત્તા દરમિયાન પોતાનો મતાનો ઉપયોગ કરીને પોતાના તેમજ જે તે વખતના તત્કાલીન ચીટનીશ, આરએસી અને તેમના મળતિયાઓ આર્થિક ફાયદા માટે રોજગારો સાથે મળી પૂર્વ આયોજિત કાવતો રજી જમીનના ખોટા એને હુકમો કરી સરકારમાં પડવાનું થતું પ્રીમિયમ નહીં ભરાવી સરકારને આર્થિક નુકસાન કર્યું છે.

નિવૃત્ત થયા બાદ દસ્તાવેજ પર સહી : જ્યારે બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવી તેમજ નવી શરતની જમીનને જૂની શરત તેમજ ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેનો ખરા ઉપયોગ કરી પોતે નિવૃત્ત થયા બાદ દસ્તાવેજ પર સહી કરી હોવાની ફરિયાદ લેખિતમાં નોંધાવી છે. આમ નિવૃત આઈ એસ અધિકારી એસ.કે લાંગાની તેમજ તેમના પરિવારજનોના નામે અભણ મિલકત હોવા નહીં ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. હાલ ધૈવત ધ્રુવ પોતે ગાંધીનગર કલેકટર કચેરીમાં ચીટનીશ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

17 મહિના સુધી કલેકટર તરીકે બજાવી ફરિયાદ : ગાંધીનગર કલેકટર તરીકે એસ.કે.લાંઘાએ ગાંધીનગરમાં 06 એપ્રિલ 2018થી 30 સપ્ટેમ્બર 2019 સુધી કાર્યરત રહ્યા હતા. જેમાં ફરિયાદ મુજબ એસ.કે. લાંઘા પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહેસુલના નિર્ણય કરવામાં આવ્યા હતા. જે બાબતે ખાતાકીય રાહે તાપસ કરવામાં આવી હતી. જેમાં ખાતાકીય તાપસ કરી પૂર્ણ કર્યા બાદ તાપસ અધિકારી વિનય વ્યાસાએ લેખિતમાં પૂર્વ કલેકટર, ચિટનીશ અને RAC વિરુદ્ધ પગલાં લેવાની ભલામણ કરવામાં આવી હતી.

નિયમોની ઐસી તૈસી કરીને જમીનમાં ભ્રષ્ટાચાર : સેક્ટર 7 પોલિસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પૂર્વ IAS અધિકારી એસ.કે લાંગાએ નિયમોની એસીતેસી કરીને અનેક જમીનોમાં કૌભાંડ હાજરીને ગેરિતી કરી હોવાનો ઉલ્લેખ પણ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. જેમાં બિનખેતી ફાઈલ પીએ દ્વારા નોંધ કર્યા વગર બદ ઇરાદા પૂર્વક પૂર્વ કલેક્ટરે પોતાના પાસે લાંબા સમય સુધી રાખી મુકેલી હતી. કેટલાક કિસ્સાઓમાં ફાઈલમાં ઇન્વર્ડ પણ કરવામાં આવ્યું નથી. જ્યારે નિવૃત્તિ સમયે તેઓએ સંખ્યાબંધ ફાઈલ છેલ્લા દિવસોમાં મંગાવીને બિનખેતી કરેલા ના પણ ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે, જ્યારે નિવૃત્ત થયા બાદ પણ જૂની તારીખોમાં નિર્ણય કરેલા કિસ્સા ગાંધીનગર કલેકટર ઓફિસમાં સામે આવ્યા છે. આમ મોટાભાગના કેસોમાં ગેરિતી હાજરી હોવાની ફરિયાદ હાલના ચીટનીશ દ્વારા સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

પોલીસે તપાસ હાથ ધરી : ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે લાંગા વિરુદ્ધ સાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે પૂર્વ કલેક્ટર વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ હોવા છતાં પણ ગાંધીનગર જિલ્લાના પોલીસ અધિકારીઓએ સત્તાવાર નિવેદન આપ્યું ન હતું.

Surat Crime : અત્તરના ફેરિયા પાસેથી ડોક્યુમેન્ટ મેળવી બોગસ પેઢી ખોલી, કરોડોની જીએસટી ચોરી નોટિસથી ખુલ્યું આર્થિક કૌભાંડ

Surat scandal: ફરી ગરીબોનું સરકારી અનાજ વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યુ, 2 ઝડપાયા

Bhavnagar News : વ્યાપમ ઘોટાલા કરતા વ્યાપક ડમી ઉમેદવાર કૌભાંડ હોવાનો દાવો કરતાં જગદીશ ઠાકોર

Last Updated :May 18, 2023, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.