ETV Bharat / state

દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર, 168 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

author img

By

Published : Jul 29, 2019, 10:12 PM IST

ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ છે, ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં મેઘમહેર યથાવત છે. રાજ્યના 33 જિલ્લાઓના 168 તાલુકાઓમાં વરસાદ વરસ્યા હોવાના અહેવાલો છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં 230 મી.મી એટલે કે, સવા નવ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના તમામ ખેડૂતો ખુશખુશાલ છે અને ઉભા પાકને પણ જીવનદાન મળ્યું છે.

દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ

ગુજરાતના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૯ જુલાઇ ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ૧૭૧ મી.મી. એટલે સાત ઇંચ અને દિયોદર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં ૯૬ મી.મી., વલસાડના કપરાડામાં ૮૧ મી.મી., ડાંગમાં ૭૯ મી.મી., સાબરકાંઠાના હિંમતનગરમાં ૬૩ મી.મી. અને ભરૂચના નેત્રાંગમાં ૫૧ મી.મી. એટલે કે બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર, 168 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં ૪૫ મી.મી., તાપીના સોનગઢમાં ૪૨ મી.મી., કચ્છના ભચાઉમાં ૩૯ મી.મી., સાબરકાંઠાના પોસીનામાં ૩૬ મી.મી., બનાસકાંઠાના ભાભરમાં ૩૫ મી.મી. અને કાંકરેજમાં ૩૪ મી.મી., ડાંગના વઘઇમાં ૩૧ મી.મી., જૂનાગઢના કેશોદ અને નર્મદાના તિલકવાડામાં ૩૦ મી.મી., અરવલ્લીના મેઘરજ, ભરૂચના વાલીયા અને નમર્દાના ગરૂડેશ્વરમાં ૨૯ મી.મી., અંકલેશ્વરમાં ૨૮, વિજાપુર, કવાંટ અને ઉચ્છલમાં ૨૭, સુરત શહેરમાં ૨૬, ઇડર અને ડેડીયાપાડામાં ૨૪ મી.મી. એમ મળી કુલ ૧૮ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના ૨૮ તાલકાઓમાં અડધા ઇંચથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેમાં દાહોદ, સાગબારા, વાલોદ, સતલાસણા, ધરમપુર, સૂઇગામ, લીમખેડા, બારડોલી, વડગામ, ખેરાલુ, માંડવી(સુરત), વંથલી, હાંસોટ, કામરેજ, બોડેલી, માંગરોળ, ખેરગામ, વાંકાનેર, વિસાવદર, વ્યારા, ચોટીલા, જાંબુઘોડા, વાગરા, ડિસા, જામનગર, ભેંસાણ, ખાંભા, નડિયાદ અને ઝગડિયા તાલુકાનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના ૧૧૦ તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે.

Intro:ગાંધીનગર- ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ- તાલુકાઓમાં મેઘમહેર રહી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાનાં વાવ તાલુકામાં ૨૩૦ મી.મી. એટલે કે સવા નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના ૩૩ જિલ્લાઓના ૧૬૮ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થતાં ખેડૂતો ખુશખુશાલ છે, અને ઉભા પાકને જીવતદાન મળ્યું છે. Body:ગુજરાતના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૯ જુલાઇ ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ૧૭૧ મી.મી. એટલે સાત ઇંચ અને દિયોદર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં ૯૬ મી.મી., વલસાડના કપરાડામાં ૮૧ મી.મી., ડાંગમાં ૭૯ મી.મી., સાબરકાંઠાના હિંમતનગરમાં ૬૩ મી.મી. અને ભરૂચના નેત્રાંગમાં ૫૧ મી.મી. એટલે કે બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં ૪૫ મી.મી., તાપીના સોનગઢમાં ૪૨ મી.મી., કચ્છના ભચાઉમાં ૩૯ મી.મી., સાબરકાંઠાના પોસીનામાં ૩૬ મી.મી., બનાસકાંઠાના ભાભરમાં ૩૫ મી.મી. અને કાંકરેજમાં ૩૪ મી.મી., ડાંગના વઘઇમાં ૩૧ મી.મી., જૂનાગઢના કેશોદ અને નર્મદાના તિલકવાડામાં ૩૦ મી.મી., અરવલ્લીના મેઘરજ, ભરૂચના વાલીયા અને નમર્દાના ગરૂડેશ્વરમાં ૨૯ મી.મી., અંકલેશ્વરમાં ૨૮, વિજાપુર, કવાંટ અને ઉચ્છલમાં ૨૭, સુરત શહેરમાં ૨૬, ઇડર અને ડેડીયાપાડામાં ૨૪ મી.મી. એમ મળી કુલ ૧૮ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
Conclusion:રાજ્યના ૨૮ તાલકાઓમાં અડધા ઇંચથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેમાં દાહોદ, સાગબારા, વાલોદ, સતલાસણા, ધરમપુર, સૂઇગામ, લીમખેડા, બારડોલી, વડગામ, ખેરાલુ, માંડવી(સુરત), વંથલી, હાંસોટ, કામરેજ, બોડેલી, માંગરોળ, ખેરગામ, વાંકાનેર, વિસાવદર, વ્યારા, ચોટીલા, જાંબુઘોડા, વાગરા, ડિસા, જામનગર, ભેંસાણ, ખાંભા, નડિયાદ અને ઝગડિયા તાલુકાનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના ૧૧૦ તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.