ETV Bharat / state

જમાદાર જુગાર કાંડ: વધુ એક પોલીસ કર્મી સસ્પેન્ડ, બહાદુર પોલીસ પ્યાદાને પકડી રહી છે ને મગરમચ્છ ખુલ્લેઆમ ફરે છે

author img

By

Published : Aug 7, 2020, 9:41 AM IST

ગાંધીનગરમાં વર્ષોથી જુગારખાનું ચલાવતા જમાદાર અને અન્ય એક કર્મચારી પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉનાવામાં જુગાર રમાડતા હોવાને લઈને એલસીબી 2 દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વધુ એક પોલીસકર્મીને સંડોવણી બહાર આવતાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

Gandhinagar News
Gandhinagar News

ગાંધીનગરઃ પાટનગરમાં વર્ષોથી જુગારખાનું ચલાવતા જમાદાર અને અન્ય એક કર્મચારી પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉનાવામાં જુગાર રમાડતા હોવાને લઈને એલસીબી 2 દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વધુ એક પોલીસકર્મીને સંડોવણી બહાર આવતાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, પરંતુ ગાંધીનગરની બાહોશ પોલીસ પ્યાંદાને પકડતી હોય તેવું સામે આવી જાય છે, જ્યારે મગરમચ્છ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને પોલીસ ત્યાં સુધી પહોંચી પણ શકતી નથી.

મળતી માહિતી મુજબ ઉનાવા ગામની સીમમાં આવેલી એક બંધ ઓરડીમાંથી ગત 17 જુલાઈનાં રોજ એલસીબી 2 દરોડા દ્વારા જુગારખાનું પકડવામાં આવ્યું હતું. જેમાં 33 હજાર જેટલી રોકડ સહિત 68 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હજુ કારખાનામાં એસપી કચેરીમાં ફરજ બજાવતા ઘનશ્યામસિંહ વાઘેલા ઉર્ફે જમાદાર અને પેથાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી હતી. જેને લઇને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા દ્વારા બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

જુગારખાનામાં બે ઉપરાંત માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કેતનસિંહ મહોબતસિંહ વાઘેલાનું નામ પણ સામે આવી ગયું હતું. જેને લઇને પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી, ત્યારે પોલીસ દ્વારા ત્રીજા કર્મચારીને અટકાયત કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. એટલે કે, જમાદાર જુગાર કાંડમાં જમાદાર સહિત ત્રણ લોકોને પોલીસ સસ્પેન્ડ કર્યા છે.

ગાંધીનગર શહેરની આસપાસ વર્ષોથી જમાદાર ઉર્ફે ઘનશ્યામ સિંહ વાઘેલા જુગારની હાટડીઓ ચલાવી રહ્યા છે. આ કેસમાં પણ પોલીસે પ્યાદા ગણાતા બે કોન્સ્ટેબલની ધરપકડ કરીને તેમને સસ્પેન્ડ કરી નાખ્યા છે. પરંતુ આ સમગ્ર રેકેટ ચલાવતા ઘનશ્યામસિંહ ઉર્ફે જમાદારને ગાંધીનગરની કહેવાતી બાહોશ પોલીસ હજુ સુધી પકડી શકી નથી. આ વિષય સમગ્ર પોલીસબેડામાં ચર્ચાને કેન્દ્ર રહ્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ ઘનશ્યામસિંહ રાજસ્થાનમાં છે તેની માહિતી પણ પોલીસને હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ બાહોશ પોલીસનો પનો ત્યાં સુધી પહોંચતો નથી અને પ્યાદાઓને પકડી બાહોશી બતાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.