ETV Bharat / state

PM મોદીના માતા શતાયુ મતદાર, વાડીભાઈ વિદ્યા સંકુલમાં કરશે મતદાન

author img

By

Published : Nov 22, 2022, 2:29 PM IST

PM મોદીના માતા 100 વર્ષની વયે કરશે મતદાન
PM મોદીના માતા 100 વર્ષની વયે કરશે મતદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદી (hiraben modi voting for Gujarat Election 2022) 5 ડિસેમ્બરે ગુજરાત ચૂંટણી માટે મતદાન કરશે. તેમનો શતાયુ મતદારોમાં (Shatayu Matadar in Gujarat) સામેલ છે. આ પહેલા પણ તેમણે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કર્યું હતું.

ગાંધીનગર રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન (Gujarat Election 2022) થાય અને કોઈ પણ મતદારને અગવડ ન પડે તે માટે ચૂંટણી પંચે (Election Commission of Gujarat) વિશેષ તૈયારી કરી છે. બીજી તરફ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારો ફાઈનલ થઇ ગયા છે. ત્યારે આ ચૂંટણીમાં 10,357 જેટલા મતદારો છે, જેમણે 100 વર્ષ પૂર્ણ કર્યા છે. તેઓ પણ મતાધિકરનો ઉપયોગ કરશે. આમાંથી એક મતદાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબેન મોદી (hiraben modi voting for Gujarat Election 2022).

હીરાબાએ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં પણ મતદાન કર્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદી (hiraben modi voting for Gujarat Election 2022) રાયસણ પેટ્રોલ પમ્પની પાછળ આવેલી વાડીભાઈ વિદ્યા સંકુલની (Vadibhai Vidya Sankul) પ્રાથમિક શાળામાં મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે, 3 નવેમ્બર 2021ના રોજ તેમણે ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીનું (Gandhinagar Corporation Election) મતદાન કર્યું હતું.

હીરાબેન મોદી વાડીભાઈ વિદ્યા સંકુલમાં કરશે મતદાન
હીરાબેન મોદી વાડીભાઈ વિદ્યા સંકુલમાં કરશે મતદાન

કુલ 10,357 શતાયુ મતદારો કરશે મતદાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) 10,357 શતાયુ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે. આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ (Chief Electoral Officer P Bharti) જણાવ્યું હતું કે, બંને તબક્કામાં થઈને કુલ 4,91,35,400 મતદારો પૈકી 10,357 શતાયુ મતદાતા એટલે કે, 100 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા મતદાતાઓ છે, જેઓ મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં કુલ 10,357 શતાયુ મતદાતાઓ (Shatayu Matadar in Gujarat) પૈકી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં 5,115. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5,242 શતાયુ મતદાતાઓ મતદાન કરશે.

સૌથી વધુ શતાયુ મતદાર ધરાવતા જિલ્લા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) કુલ 10,357 શતાયુ મતદાતા (Shatayu Matadar in Gujarat) નોંધાયા છે. આમાં સૌથી વધુ શતાયુ મતદાતા ધરાવતા પ્રથમ 5 જિલ્લાઓમાં અમદાવાદમાં 1,500, વડોદરામાં 716, ભાવનગરમાં 628, રાજકોટમાં 547 અને દાહોદ જિલ્લામાં 531 મતદાતાઓ છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછા શતાયુ મતદાતાઓ ધરાવતા 5 જિલ્લામાં ડાંગમાં 08, તાપીમાં 67, નર્મદામાં 69, પોરબંદરમાં 109 તેમ જ પાટણ જિલ્લામાં 125 મતદાતાઓ નોંધાયા છે.

ઉત્તર ગુજરાતના શતાયુ મતદારો તો ઉત્તર ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં 1,500, બનાસકાંઠામાં 382, ગાંધીનગરમાં 260, મહેસાણામાં 238, અરવલ્લીમાં 200, સાબરકાંઠામાં 164 તેમ જ પાટણ જિલ્લામાં 125 શતાયુ મતદારો નોંધાયા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં 628, રાજકોટમાં 547, કચ્છમાં 444, જૂનાગઢમાં 395, અમરેલીમાં 372, જામનગરમાં 298, ગીર સોમનાથમાં 278, સુરેન્દ્રનગરમાં 278, મોરબીમાં 175, દેવભૂમિ દ્વારકામાં 174, બોટાદમાં 168 તેમજ પોરબંદરમાં 109 શતાયુ મતદારો (Shatayu Matadar in Gujarat) છે.

મધ્ય ગુજરાતના શતાયુ મતદારો મધ્ય ગુજરાતમાં વડોદરામાં 716, દાહોદમાં 531, આણંદમાં 332, ભરૂચમાં 312, ખેડામાં 280, પંચમહાલમાં 237, છોટાઉદેપુરમાં 145, મહિસાગરમાં 132 તેમજ નર્મદા જિલ્લામાં 69 શતાયુ મતદારો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સૂરત જિલ્લામાં 422, વલસાડમાં 238, નવસારીમાં 133, તાપીમાં 67 તેમજ ડાંગ જિલ્લામાં 08 શતાયુ મતદારો (Shatayu Matadar in Gujarat) નોંધાયા છે.

ઘરે બેઠા મતદાનની સેવા ચૂંટણી પંચે (Election Commission of Gujarat) 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદાતાઓ કે, જેમણે ઘરે બેઠા મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમના ઘરે જઈને મતદાન કરાવવાની વ્યવસ્થા ગોઠવી છે. જે વરિષ્ઠ મતદારોએ મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કરવું હોય તેમના માટે વિશેષ સવલતો ઊભી કરવામાં આવી છે. આમાં 80 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો ઉપરાંત, દિવ્યાંગજનો અને કોવિડ પ્રભાવિત વ્યક્તિઓ માટે ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

ચૂંટણી પંચ કરશે જાહેરાત તેમ જ જે મતદારોએ નિયત સમય મર્યાદામાં જરૂરી વિગતો સાથે ફોર્મ 12 ડી ભરીને આપ્યું છે. તેમને ઘરે બેઠા મતદાનનો લાભ મળશે. જ્યારે કેટલા મતદારો ઘરેથી મતદાન કરશે તેનો સત્તાવાર આંકડો ટુંક સમયમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર (Election Commission of Gujarat) કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.