તમારા જિલ્લામાં ક્યારે છે મતદાન, જાણો તારીખ અને બેઠકની વિગત

author img

By

Published : Nov 3, 2022, 2:37 PM IST

Updated : Nov 3, 2022, 6:23 PM IST

તમારા જિલ્લામાં ક્યારે છે મતદાન, જાણો...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને કેન્દ્રીય ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી છે. 33 જિલ્લાઓમાં સૌથી નાની વયના કર્મચારીઓ કાર્યરત રહેશે. ગુજરાતમાં બે તબક્કાઓમાં મતદાન થવાનું છે જ્યારે બે રાજ્યની ચૂંટણીનું પરિણામ એક સાથે જાહેર થશે. તારીખ 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થતા હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં કોની સરકાર બનશે એ સ્પષ્ટ થઈ જશે.

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022)તારીખ થઈ ચૂકી છે. પ્રથમ તબકકાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થશે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. જાહેરનામું પ્રસિદ્ધ 10 નવેમ્બરના રોજ થશે. ફોર્મ ફરવાની છેલ્લો દિવસ 17 નવેમ્બરના રોજ નક્કી કરવામાં આવ્યો છે. ફોર્મ ચકાસણી 18 નવેમ્બરના થશે. ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ 21 નવેમ્બરના રોજ નક્કી કરાયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી છે. મોરબીની ઘટના અંગે ઈલેક્શન કમિશને દૂઃખ વ્યક્ત કર્યું છે. 4.9 મતદાતાઓની સંખ્યા ગુજરાતમાં છે. 18 ફ્બ્રુઆરીએ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય છે. 3.24 લાખ નવા મતદારો આ વખતે પહેલી વખત મતદાન કરશે.

તમારા જિલ્લામાં ક્યારે છે મતદાન, જાણો તારીખ અને બેઠકની વિગત
તમારા જિલ્લામાં ક્યારે છે મતદાન, જાણો તારીખ અને બેઠકની વિગત

પ્રથમ તબક્કામાં યોજાશે આ જિલ્લામાં મતદાન: તારીખ 1 ડિસેમ્બરના રોજ આ જિલ્લાઓમાં થશે મતદાન

  • કચ્છ જિલ્લો 6 વિધાનસભામાં બેઠક,
  • સુરેન્દ્રનગર જિલ્લો 5 વિધાનસભામાં બેઠક
  • રાજકોટ જિલ્લો 8 વિધાનસભા બેઠક
  • જામનગર જિલ્લો 5 વિધાનસભામાં બેઠક
  • દેવભૂમિ દ્વારકા જિલ્લો 2 વિધાનસભા બેઠક
  • પોરબંદર જિલ્લામાં જિલ્લો 2 વિધાનસભા બેઠક
  • જૂનાગઢ જિલ્લો 5 વિધાનસભા બેઠક
  • ગીર સોમનાથ જિલ્લો 4 વિધાનસભા બેઠક
  • અમરેલી જિલ્લો 5 વિધાનસભા બેઠક
    તમારા જિલ્લામાં ક્યારે છે મતદાન, જાણો તારીખ અને બેઠકની વિગત
    તમારા જિલ્લામાં ક્યારે છે મતદાન, જાણો તારીખ અને બેઠકની વિગત
  • મોરબી જિલ્લામાં 3 વિધાનસભા બેઠક
  • બોટાદ જિલ્લામાં 2 વિધાનસભા બેઠક
  • નર્મદા જિલ્લા 2 વિધાનસભા બેઠક
  • ભરુચ જિલ્લામાં 5 વિધાનસભા બેઠક
  • સુરત જિલ્લામાં 16 વિધાનસભામાં બેઠક
  • તાપી જિલ્લામાં 2 વિધાનસભામાં બેઠક
  • ડાંગ જિલ્લામાં 1 વિધાનસભા બેઠક
  • નવસારી જિલ્લામાં 4 વિધાનસભા બેઠક
  • વલસાડ જિલ્લામાં 5 વિધાનસભા બેઠક
Last Updated :Nov 3, 2022, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.