ETV Bharat / state

Meeting of PM Mauritius and Gujarat CM: મોરેશિયસના વડાપ્રધાને ગુજરાતના મુખ્યપ્રધાન સાથે પ્રાચીન ઉપચાર પદ્ધતિમાં યોગદાન અંગે વિચાર વિમર્શ કર્યો

author img

By

Published : Apr 20, 2022, 7:20 PM IST

Meeting PM Mauritius and Gujarat CM: મોરેશિયસના વડાપ્રધાને ગુજરાતના મુખ્યપ્રધાન સાથે પ્રાચીન ઉપચાર પદ્ધતિમાં યોગદાન અંગે વિચાર વિમર્શ કર્યો
Meeting PM Mauritius and Gujarat CM: મોરેશિયસના વડાપ્રધાને ગુજરાતના મુખ્યપ્રધાન સાથે પ્રાચીન ઉપચાર પદ્ધતિમાં યોગદાન અંગે વિચાર વિમર્શ કર્યો

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ કુમાર જગન્નાથએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આયુર્વેદ સહિતની પ્રાચિન(Meeting PM Mauritius and Gujarat CM)ઉપચાર પદ્ધતિમાં ગુજરાતના યોગદાન અંગે વિચાર વિમર્શ પણ કર્યો હતો. મોરેશિયસના વડાપ્રધાનએ પણ ગુજરાતના મુખ્યપ્રધાનને પોતાના દેશ મોરેશિયસના પ્રવાસે આવવાનું નિમંત્રણ આપ્યું હતું.

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ કુમાર જગન્નાથએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં(Gandhinagar Mahatma Temple)લીધી હતી. મહાત્મા મંદિરમાં આયોજિત આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટના(AYUSH Investment and Innovation Summit) વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા(PM Modi in AYUSH summit 2022)ઉદઘાટન અવસરે સહભાગી થયેલા મોરેશિયસના વડાપ્રધાન ઉદઘાટન સમારોહ બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળ્યા હતા અને આયુર્વેદ સહિતની પ્રાચીન ઉપચાર પદ્ધતિમાં (Meeting PM Mauritius and Gujarat CM)ગુજરાતના યોગદાન અંગે વિચાર વિમર્શ પણ કર્યો હતો.

આ પણ વાંચોઃ Mauritius PM visit Varanasi : મોરેશિયસના વડાપ્રધાન તેમના પિતાજીના અસ્થિઓનું ગંગામાં કરશે વિસર્જન

મુખ્યપ્રધાનને મોરેશિયસના પ્રવાસે આવવાનું નિમંત્રણ - મોરેશિયસ દ્વારા ગિફટ સટીમાં રોકાણો અંગે પણ આ બેઠકમાં ચર્ચા હાથ ધરાઇ હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોરેશિયસના વડાપ્રધાનને સરદાર સાહેબની વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું હતું. મોરેશિયસના વડાપ્રધાનએ પણ ગુજરાતના મુખ્યપ્રધાનને પોતાના દેશ-મોરેશિયસના પ્રવાસે આવવાનું હાર્દિક નિમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચોઃ PM Modi in AYUSH summit 2022 : આર્યુવેદિક સારવાર અર્થે આવતાં વિદેશીઓને આર્યુવેદ વિઝા અપાશે, પીએમે WHOના વડાને તુલસીભાઈ નામ આપ્યું

સૌજન્ય મુલાકાત બેઠક - મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો રાજીવ કુમાર ગુપ્તા તેમજ મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી વગેરે આ સૌજન્ય મુલાકાત બેઠકમાં જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.