Global AYUSH Summit 2022: આયૂષ સેક્ટરમાં પણ રોકાણ વધારવાનો સમય આવી ગયો છેઃ PM

author img

By

Published : Apr 20, 2022, 11:00 AM IST

Updated : Apr 20, 2022, 12:16 PM IST

Global AYUSH Summit 2022: આયૂષ સેક્ટરમાં પણ રોકાણ વધારવાનો સમય આવી ગયો છેઃ PM

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે (Global AYUSH Summit at Mahatma Mandir in Gandhinagar) ત્રિદિવસીય ગ્લોબલ આયૂષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gandhinagar Visit) આજે આ સમિટનું ઉદ્ઘાટન (PM Modi inaugurates Global AYUSH Summit ) કર્યું હતું.

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના પ્રવાસે (PM Modi Gandhinagar Visit) પહોંચ્યા છે. ત્યારે તેઓ અહીં મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ત્રિદિવસીય ગ્લોબલ આયૂષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે અહીં મોરેશિયસના વડાપ્રધાન પ્રબિન્દ જુગનાથ, વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર ડો. ટેડ્રોસ ગ્રેબેયેસસ, કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા, સર્વાનંદ સોનોવાલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત છે.

રામાયણ કાળથી આત્મનિર્ભર ભારત છે- આપણું આયુર્વેદ હજારો વર્ષની પરંપરા અને તપસ્યાનું પ્રતિક છે. ભગવાન શ્રીરામના નાના ભાઈ લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થયા હતા. ત્યારે પણ આયુર્વેદનો જ ઉપયોગ થયો હતો. રામાયણ કાળથી આત્મનિર્ભર ભારત છે. સમયની સાથે અલગ અલગ વિદ્વાનોના અનુભવ અને તેમના અભ્યાસે આયુર્વેદને વધુ મજબૂત કર્યું છે. આજના સમયમાં પણ આપણે પૂર્વજોથી શિખામણ લેતા આવી જ રીતે ઈન્ટેલેક્ચ્યૂઅલ ઓપનનેશની ભાવનાથી કામ કરવું પડશે. જામનગરમાં GCTM બનવું એ ગુજરાત અને ભારત માટે ગર્વની વાત છે અને આ બધું એવા સમયે થઈ રહ્યું છે. જ્યારે ભાજપ પોતાની આઝાદીના 75 વર્ષનો અમૃત કાળ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ WHOના ડિરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ગ્રેબેયેસસને 'તુલસીભાઈ' નવું આપ્યું.

PM મોદીએ Global AYUSH Summit 2022નું કર્યું ઉદ્ઘાટન
PM મોદીએ Global AYUSH Summit 2022નું કર્યું ઉદ્ઘાટન

ટ્રેડિશનલ મેડિસીન અંગે PMનું નિવેદન - વડાપ્રધાને જણાવ્યું હતું કે, કેરળના પ્રવાસનને વધારવામાં ટ્રેડિશનલ મેડિસીને ઘણી મદદ કરી છે. આ સામર્થ્ય સમગ્ર ભારતમાં છે. ભારતના દરેક ખૂણામાં છે. હિલ ઇન ઇન્ડિયા આ દાયકાની ખૂબ જ મોટી બ્રાન્ડ બની શકે છે. આયુર્વેદ, યુનાની, સિદ્ધા વગેરે વિદ્યાઓ પર આધારિત વેલનેસ સેન્ટર્સ ખૂબ જ પ્રખ્યાત થઈ શકે છે.

PM મોદીએ Global AYUSH Summit 2022નું કર્યું ઉદ્ઘાટન
PM મોદીએ Global AYUSH Summit 2022નું કર્યું ઉદ્ઘાટન

ભારત એક સ્પેશિયલ આયૂષ માર્ક બનાવવા જઈ રહ્યું છેઃ PM - વડાપ્રધાને સંબોધનમાં ઉમેર્યું હતું કે, ભારત એક સ્પેશિયલ આયૂષ માર્ક બનાવવા જઈ રહ્યું છે. ભારતમાં બનેલી ઉચ્ચ ગુણવત્તાની આયૂષ પ્રોડક્ટ્સ પર આ માર્ક લગાવવામાં આવશે. આ આયૂષ માર્ક આધુનિક ટેકનોલોજીની જોગવાઈઓથી મુક્ત હશે. આનાથી સમગ્ર વિશ્વભરના લોકોને ક્વાલિટી આયૂષ પ્રોડક્ટનો વિશ્વાસ મળશે.

PM મોદીએ Global AYUSH Summit 2022નું કર્યું ઉદ્ઘાટન
PM મોદીએ Global AYUSH Summit 2022નું કર્યું ઉદ્ઘાટન

ભારતમાં સ્ટાર્ટઅપ માટે સુવર્ણ યુગ શરૂ થયોઃ PM - વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, ભારતમાં સ્ટાર્ટઅપ માટે સુવર્ણ યુગ શરૂ થઈ ગયો છે. વર્ષ 2022માં અત્યાર સુધી ભારતના 14 સ્ટાર્ટઅપ યુનિકોર્ન ક્લબમાં જોડાઈ ચૂક્યા છે. મને વિશ્વાસ છે કે, ટૂંક સમયમાં આયૂષના સ્ટાર્ટઅપથી પણ યુનિકોર્ન ઊભરી આવશે. ભારતમાં હર્બલ પ્લાન્ટનો ખજાનો છે. હિમાચલ તેના માટે જ પ્રખ્યાત છે. એક રીતે તે આપણું ગ્રીન ગોલ્ડ છે.

PM મોદીનું સંબોધન- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, પહેલી વખત આયૂષ સેક્ટર માટે આવી ઈન્વેસ્ટમેન્ટ (Investment in AYUSH Sector) સમિટ થઈ રહી છે. કોરોના કાળમાં મને આ સમિટનો વિચાર આવ્યો હતો. ભારતે ખૂબ જ ટૂંકા સમયગાળામાં Made in India કોરોનાની વેક્સિન બનાવી છે. હવે આયૂષ સેક્ટરમાં પણ રોકાણ વધારવાનો સમય આવી ગયો છે. આજની આ સમિટ તેની શરૂઆત છે. સમગ્ર વિશ્વમાં આયૂષ પ્રોડક્ટની માગ વધી રહી છે.

મુખ્યપ્રધાનનું સંબોધન- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે, જામનગરમાં બનેલા GCTMના કારણે સમગ્ર વિશ્વનું ધ્યાન ગુજરાત તરફ આકર્ષાશે. કોરોના સમયમાં બધા આયુર્વેદિક તરફ વળ્યા છે. રોગની ટ્રિટમેન્ટ કરતા વધુ ધ્યાન પ્રિવેન્શન પર મૂકવાનો સમય આવી ગયો છે. ગુજરાતને GCTMની ભેટ આપવા બદલ વડાપ્રધાનનો આભાર. ભારતને ટ્રેડિશનલ મેડિસીનનું હબ (CM Bhupendra Patel on Traditional Medicine) બનાવવામાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે.

આયુર્વેદ ક્ષેત્રે ભારત વિશ્વને નેતૃત્વ પૂરું પાડી શકે તેમ છેઃ CM - મુખ્યપ્રધાને સંબોધનમાં (CM Bhupendra Patel on Traditional Medicine) વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ પ્રાચીન કાળથી ચાલી આવી છે, જેને વિશ્વમાં વડાપ્રધાન પ્રસિદ્ધિ અપાવી રહ્યાં છે. જામનગર યુનિવર્સિટીથી ટ્રેડિશનલ મેડિસિનને વધારે પ્રોત્સાહન મળશે. રોગ થાય જ નહીં તેવી દવાઓની હિમાયત પ્રાચીન કાળમાં કરવામાં આવી છે. તો વૈશ્વિક મહામારી સામે આયુર્વેદની અસરકારકતા પૂરવાર થઈ છે. ભારત સમગ્ર વિશ્વને આયુર્વેદ ક્ષેત્રે નેતૃત્વ પૂરું પાડી શકે તેમ છે. ગુજરાત ફાર્માસ્યૂટિકલ ક્ષેત્રે પણ અગ્રેસર છે. આ સમિટ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ માટે પ્રચાર અંગેનો સુવર્ણ અવસર છે. નિરામય જીવન જીવી શકાય તેના માટે આ સમિટ મહત્વનું યોગદાન આપશે.

આ પણ વાંચો- PM Modi Gujarat Visit : જામનગરમાં GCTMનું ભૂમિપૂજન, 2024માં આર્યુવૈદ સેન્ટર શરૂ થશેઃ PM

WHOના ડિરેક્ટરે ફરી ગુજરાતી બોલી લોકોને કર્યા મંત્રમુગ્ધ - વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ગ્રેબેયેસસે (WHO Director General Dr. Tedros Adhanom Ghebreyesus) ફરી એક વાર પોતાના સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આયુર્વેદ અને પંચકર્મ સારવારમાં હું વિશ્વાસ કરું છું. હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા ટ્રેડીશનલ મેડિસીન સિસ્ટમ ઉપયોગી બને છે. આયૂષ સેક્ટરનો સતત વિકાસ થતો જાય છે. ગઈકાલે જામનગરમાં GCTMના ઉદ્ઘાટન પછી ભારત વિશ્વના દરેક દેશ પાસે અને દરેક દેશ ભારત પાસે આવશે.

આ પણ વાંચો- વડાપ્રધાને મુકેશ અંબાણીને સર્કિટ હાઉસમાં પાઠવી જન્મ દિવસની શુભેચ્છાઓ, ગુજરાતમાં મૂડીરોકાણ પર કરાઈ ચર્ચા

ટ્રેડિશનલ મેડિસીન એક ક્રાંતિ માટે પણ છેઃ ડો ટેડ્રોસ - વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ગ્રેબેયેસસે (WHO Director General Dr. Tedros Adhanom Ghebreyesus) વધુમાં જણાવ્યું હતું કે, લોકોને જોડવા માટે યોગ મહત્વપૂર્ણ છે. ટ્રેડિશનલ મેડિસીન એક ક્રાંતિ માટે પણ છે. ટ્રેડીશનલ મેડિસીનના કારણે ઈકોનોમીમાં સુધારો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનું નેતૃત્વ વધારે પ્રોત્સાહન પૂરું પાડશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું માનું છું કે, તેમનું નેતૃત્વ ટ્રેડીશનલ મેડિસીનની ચેલેન્જ છે. તેમાં ઉત્પાદન ખાતે બદલાવ લાવશે. ટ્રેડીશનલ મેડિસીનના ઉત્પાદનમાં ગુજરાત કેન્દ્ર સ્થાને રહેશે. સાથે કામ કરવાથી લોકોમાં જાગૃતતા લાવી શકાય છે. તેમ જ લોકોને એક કરી શકાય છે અને આગળ વધી શકાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સમગ્ર વિશ્વ એક પરિવાર છે - મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દકુમાર જુગનાથે સંબોધનમાં જણાવ્યું હતું કે, W.H.O.ના ડેટા કહે છે કે, 80 ટકા લોકો ટ્રેડિશનલ મેડિસીનનો ઉપયોગ કરે છે. વડાપ્રધાન મોદી માટે આખું વિશ્વ એક પરિવાર છે. W.H.O. ગ્લોબલ સેન્ટર ફોટ ટ્રેડિશનલ મેડિસીન ભારતની ક્ષમતા પૂરવાર કરશે. મોરેશિયસમાં આયૂષનો ઉપયોગ ખૂબ જ છે. રોગો પર કાબૂ મેળવવા કે તેની સારવાર માટે મેડીકલ કોન્સેપ્ટ અમલી છે. NGO અને ખાનગી સેક્ટર દ્વારા આયૂર્વેદિક સેન્ટર ચલાવાય છે. કાયદાકીય ફ્રેમ વર્ક સાથે આયુર્વેદનો મોરેશિયસમાં ઉપયોગ થાય છે.

લૉકડાઉન વખતે પણ મોરેશિયસ અને ભારતનો વ્યવહાર થયો હતો - મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દકુમાર જુગનાથે સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2014થી આયૂષ મેડિસીનના ઉપયોગ અને હર્બલ પ્રોડક્ટના વેચાણ મોરેશિયસમાં થાય છે. વર્ષ 2020માં પ્રથમ લૉકડાઉન વખતે પણ મોરેશિયસ અને ભારતનો આયૂષ મેડિસીન અંતર્ગત વ્યવહાર થયો હતો. ટ્રેડીશનલ મેડિસિનને કારણે ઈકોનોમીમાં સુધારો આવે છે. ગુજરાતની મારી આ મુલાકાત અદભૂત રહી છે.

Last Updated :Apr 20, 2022, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.