ETV Bharat / state

પાટનગરમાં ઝડપાયું હુક્કાબાર, નશાના સામાન સાથે 3 આરોપીઓની ધરપકડ

author img

By

Published : Dec 27, 2022, 7:59 PM IST

ગાંધીનગર જિલ્લાની ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના (gandhinagar infocity police station) કુડાસણ વિસ્તારમાં ચાલતા હુક્કા બાર પર ગાંધીનગર SOG પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી (Hookah bar caught in capital city Gandhinagar) હતી. જેમાં ત્રણ જેટલા સંચાલકોની ધરપકડ પણ કરવામાં આવી (3 accused arrested) છે. કાફેના માલિક ભાર્ગવ પટેલ કે જેઓ માણસાના રહેવાસી છે. તેઓને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા (cafe owner declared Wanted) છે.

Hookah bar caught in capital city Gandhinagar
Hookah bar caught in capital city Gandhinagar

ગાંધીનગર: વર્ષ 2016માં અમદાવાદમાં થયેલી હુક્કાબારની પાર્ટી બાદ સગા ભાઈ બહેનોએ કરોડો રૂપિયાને સોનાની ચોરી કરી હતી અને હુક્કાબારમાં અનેક જગ્યાએ કાયદેસર ધંધાઓ પણ થતા હતા. રાજ્ય સરકારે ગુજરાતમાં તમામ હુક્કાબારને બંધ કરાવ્યું છે. ગાંધીનગર જિલ્લાની ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના (gandhinagar infocity police station) કુડાસણ વિસ્તારમાં ચાલતા હુકા બાર પર ગાંધીનગર SOG પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી (Hookah bar caught in capital city Gandhinagar) હતી. જેમાં ત્રણ જેટલા સંચાલકોની ધરપકડ પણ કરવામાં આવી (3 accused arrested) છે.

આ પણ વાંચો પાકિસ્તાની બોટ પર ફાયરિંગ કરીને કરોડોના ડ્રગ્સ, હથિયાર સાથે 10 શખ્સોની ધરપકડ

બાતમીના આધારે રેડ: ગાંધીનગર પોલીસને છેલ્લા કેટલાય સમયથી કુડાસણ વિસ્તારમાં ચાલતા હવેલી કાફી નામના હુક્કા બારની (Haveli Cafe Hookah Bar) બાતમી મળી હતી. જેમાં એસઓજીના સ્ટાફ દ્વારા નશાની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય તે બાબતની માહિતી મેળવી હતી. આ દરમિયાન રિલાયન્સ ચોકડી કુડાસણ ખાતે આવેલા શિવાલય રોડ ખાતે રેડ પાડવામાં આવી હતી. જેમાં ગેરકાયદે રીતે નિકોટીન યુક્ત હર્બલ ફ્લેવર યુક્ત ઉક્કાબારનો ધંધો કરવામાં આવતો હતો. જેમાં છોકરા છોકરીઓ હૂકા બારમાં બેસીને ભૂકો પીવે છે તેવી પણ પોલીસને માહિતી પ્રાપ્ત થઈ હતી.

આ પણ વાંચો ISROના ઈન્ટર્નને ઈમેલમાં મળી મારી નાખવાની ધમકી, નોંધાવી પોલીસ ફરિયાદ

3 આરોપીઓની ધરપકડ: ગાંધીનગર પોલીસ દ્વારા જાહેર કરેલી માહિતી પ્રમાણે સ્ટાફ દ્વારા જગ્યાના કોર્ડન કરીને રેડ પાડવામાં આવી હતી. જેમાંથી ક્રિપાલસિંહ વાઘેલા કે જેઓ સાણંદના રહેવાસી છે. જ્યારે બીજા નંબરે હુસેન જે આસામના અને આફતાબ હુસેન જે પણ આસામ રાજ્યના હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેઓની ગાંધીનગર એસોજી દ્વારા અટકાયત કરીને કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા છે. જ્યારે આ કાફેના માલિક ભાર્ગવ પટેલ કે જેઓ માણસાના રહેવાસી છે. તેઓને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો 1992 પછી પહેલી વખત રાજ્યના દરિયાકાંઠાની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર હથિયાર સાથે ડ્રગ્સ ઝડપાયું: DGP

કેટલો જથ્થો થયો જપ્ત?: ગાંધીનગર SOG દ્વારા કરેલ રેડમાં 20,000 ના કુલ ત્રણ મોબાઇલ 18, 920 રોકડા તથા અલગ અલગ ફ્લેવરના નાના-મોટા પેકેટ તથા ડબ્બા મળીને કુલ 61,780 રૂપિયાના ભુક્કા તથા પંદરસો રૂપિયાના હુક્કા નંગ અને ચિનાઈ માટીની ચિલમ ત્રણ તથા સાદી માટેની ચીલમ સાત નંગ મળીને કુલ 1 લાખ 2200 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. આ તમામ લોકો ઉપર અનઅધિકૃત હુક્કાબાર ચલાવી યુવકોને ગેરકાયદેસર પ્રવેશ આપી એકબીજાની મદદગારીથી હુકા ભરી ગ્રાહકોને હુકા બારમાં બેસાડી તમાકુનું સેવન કરાવી યુવા વર્ગને નશાના રવાડે ચડાવનાર તમામ ઈસમો વિરુદ્ધ ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.