ETV Bharat / state

ISROના ઈન્ટર્નને ઈમેલમાં મળી મારી નાખવાની ધમકી, નોંધાવી પોલીસ ફરિયાદ

author img

By

Published : Dec 27, 2022, 11:09 AM IST

Updated : Dec 27, 2022, 10:12 PM IST

ISROના ઈન્ટર્નને ઈ-મેલમાં મળી મારી નાખવાની ધમકી, નોંધાવી પોલીસ ફરિયાદ
ISROના ઈન્ટર્નને ઈ-મેલમાં મળી મારી નાખવાની ધમકી, નોંધાવી પોલીસ ફરિયાદ

અમદાવાદમાં આવેલી ISROમાં ઈન્ટર્શિપ કરી રહેલા વિદ્યાર્થીને (ISRO intern student gets Death threat in email) ઈમેલમાં મારી નાખવાની ધમકી (ISRO intern gets threat) મળતા દોડધામ મચી છે. તેલંગાણામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નામે વિદ્યાર્થી પાસેથી 10 કરોડ રુપિયાની માંગણી કરવામાં આવી હતી. મેઈલ મળતા વ્યક્તિએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં (isro intern file complaint) આ મામલે ફરિયાદ (Satellite Police Station) નોંધાવી છે.

ISROના ઈન્ટર્નને ઈમેલમાં જાનથી મારી નાખવાની ધમકી

અમદાવાદ શહેરમાં આવેલા ISROમાં ચોંકાવનારો કિસ્સો સામે (ISRO intern student gets Death threat in email) આવ્યો છે. અહીં ઈન્ટર્નશિપ કરી રહેલા વિદ્યાર્થીને તેલંગાણામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ધમકીભર્યો ઈમેલ કર્યો હતો. જેમાં વિદ્યાર્થી પાસેથી 10 કરોડ રુપિયાની માંગણી કરવામાં આવી હતી. (isro intern file complaint)

વ્યક્તિએ કર્યો ધમકીભર્યો મેલ આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ ISROમાં (Indian Space Research Organisation) ઈન્ટર્નશિપ કરતા એક વિદ્યાર્થીને તેલંગાણાના 2 વિદ્યાર્થીઓએ ધમકી આપી હતી. આ ધમકી એટલે આપવામાં આવી હતી કે, તેઓ ISROમાં ઈન્ટર્નશિપ કરવા માગે છે. તેલંગાણાના વિદ્યાર્થીઓએ આ માટે અન્ય વ્યક્તિનો સહારો પણ લીધો છે. આ વ્યક્તિએ ISROમાં ઈન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીને ધમકીભર્યો મેલ મોકલ્યો છે. આ મેલમાં તેલંગાણાના વિદ્યાર્થીઓના ફોટો અને વોઈસ રેકોર્ડ પણ છે, જે એ વાતને સાબિત કરવા માટે છે કે, તેમને ધમકાવવાનું (ISRO intern gets threat ) કામ સોંપવામાં આવ્યું છે. ઈમેલમાં એ પણ ઉલ્લેખ છે કે, જો તેમનું કામ નહીં કરાય તો તેની હત્યા કરવામાં આવશે. સાથે જ ISROમાં ઈન્ટર્નશિપ કરતા વિદ્યાર્થી પાસે 10 કરોડ રૂપિયાની(Satellite Police Station) માગણી કરી છે.

પોલીસે શરૂ કરી તપાસ આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના (Satellite Police Station) ઈન્ચાર્જ PI વી. એમ. દેસાઈએ જણાવ્યું હતું કે, આ મામલે ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ટેકનિકલ એનાલિસિસના આધારે જે ઇમેલ આઇડી ઉપરથી ઇમેલ આવ્યા છે. તે આઇડી કોણે બનાવ્યા છે. ખરેખર આમાં કોણ વ્યક્તિ જવાબદાર છે અને જવાબદાર વ્યક્તિને પકડવા માટેની કામગીરી પોલીસે શરૂ કરી છે. આરોપી પકડાયા બાદ આ મામલે વધુ ખુલાસાઓ સામે આવશે.

કામ ન થયું તો હત્યાની ધમકી મેઈલમાં (ISRO intern gets threat) લખવામાં આવ્યું હતું કે, જો તેનું કામ ન થયું તો ફરિયાદીની (isro intern file complaint) હત્યા કરવામાં આવશે. તો આ સમગ્ર મામલે ફરિયાદીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં (Satellite Police Station) ફરિયાદ નોંધાવી છે. આપને જણાવી દઈએ કે, આ ફરિયાદી થોડા દિવસ પહેલાં જ તેલંગાણા અભ્યાસ માટે ગયા હતા.

ધમકી આપનારા વિદ્યાર્થીઓએ ઈન્ટર્નશિપ માટે કર્યું દબાણ તેલંગાણા NITમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કે જેમણે આ ધમકી (ISRO intern gets threat) આપી છે. તેમની સાથે જ ISROમાં ઈન્ટર્નશિપ કરી રહેલા વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા હતા. આ બંનેએ ઈસરોમાં (Indian Space Research Organisation) એક જ વિભાગમાં ઈન્ટર્નશિપ કરાવવા તેમ જ પૈસા આપવા અથવા આત્મહત્યા કરી લેવા પણ દબાણ કર્યું હતું. આ માટે એક વ્યક્તિને હત્યાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું પણ ફરિયાદીએ ફરિયાદમાં (Satellite Police Station) જણાવ્યું હતું.

વર્ષ 2021માં લીધું હતું NITમાં એડમિશન આપને જણાવી દઈએ કે, વર્ષ 2021માં સપ્ટેમ્બર મહિનામાં તેલંગણામાં આવેલી વારાંગલની NIT ખાતે એમ. ટેકનો અભ્યાસ કરવા માટે ફરિયાદીએ એડમિશન લીધું હતું. જોકે, કોરોનાના કારણે 2 વર્ષનો એન્જિનિયરિંગ વિભાગમાં ઓનલાઈન અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યાર બાદ એપ્રિલ 2022માં ફરિયાદી અભ્યાસ માટે NIT તેલંગાણા ખાતે ગયો હતો, જે સમયે દિલ્હીની એક યુવતી તેના ક્લાસમાં અભ્યાસ કરતી હોવાથી તેની સાથે મુલાકાત અને પરિચય થતા મોબાઈલ નંબરની આપલે થઈ હતી.

મિત્રએ આપી હતી ધમકી ત્યારબાદ આ જ વર્ષે મે મહિનામાં ઈન્સ્ટિટ્યૂટમાં વેકેશન પડતાં ફરિયાદી ઘરે ગયા હતા. ત્યારબાદ 1 જૂને ફરિયાદી ઈન્ટર્નશિપ કરવા ISRO આવ્યા હતા. ત્યારબાદ જૂનના પ્રથમ અઠવાડિયામાં મહિલા મિત્રને ફોન કરીને તેના અન્ય મિત્રને ઈન્ટર્નશિપ કરવા ISROમાં ગોઠવણ કરવાની વાત કરી હતી. જોકે ફરિયાદીએ પ્રયાસ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ ફરિયાદીના મિત્રએ તેને ફોન કરીને આ જ વાત કરી હતી. એટલે ફરિયાદીએ તે પોતે ઈન્ટર્નશિપ કરે છે, નોકરી નહીં તેવું કહી વાત નકારી કાઢી હતી. ત્યારબાદ મિત્રએ ફરિયાદીને ફોન પર અપશબ્દો કહ્યા હતા. તેમ જ ધમકી આપતા (ISRO intern gets threat) કહ્યું હતું કે, પરિણામ ભોગવવા તૈયાર રહેજે અને એક અઠવાડિયામાં તારું કેરિયર ખરાબ કરી નાખીશ તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો.

અવારનવાર માગી ખંડણી ત્યારબાદ ફરિયાદી બીમાર પડી જતાં તેઓ આરામ કરવા ઘરે ગયા હતા ને ત્યારબાદ 27 જૂને ફરીથી તેઓ ISRO આવીને અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યારબાદ ફરિયાદીનો મિત્રએ તેમને અલગ અલગ નંબરોથી ફોન કરીને 15 કરોડ રૂપિયાની માગણી કરી હતી. ને જો આમ ન કરી શકે તો આત્મહત્યા કરવા દબાણ કર્યું હતું. ફરિયાદીના મિત્રેએ 9 સપ્ટેમ્બરે તેને એક ઈમેલ પર લેટર પણ મોકલ્યો હતો. તે દરમિયાન તેણે 5 કરોડ રૂપિયાની માગ કરી હતી.

અવારનવાર આપતા ધમકી ત્યારબાદ મિત્રએ 19 સપ્ટેમ્બરે ફરીથી ફરિયાદીને મેલ કરીને મહિલા મિત્રના જન્મદિવસે તેનું માથું કાપીને તેને ગિફ્ટમાં આપવાની ધમકી (ISRO intern gets threat) આપી હતી. આરોપીએ આ મેલ ફરિયાદીના પિતાને પણ મોકલ્યો હતો. સાથે જ પોલીસ પાસે જઈશ તો જાનથી મારી નાખવાની પણ ધમકી (ISRO intern gets threat) આપી હતી.

અજાણ્યા શખ્સ ફરિયાદીનો કરતા હતા પીછો ત્યારબાદ 27 સપ્ટેમ્બરે ફરિયાદી ઘરેથી કૉલેજ જતા હતા. તે દરમિયાન 2 વ્યક્તિએ ઘરેથી તેમનો પીછો કર્યો હોવાનું લાગતા તેઓ સ્કૂટર લઈને ISROમાં જતા રહ્યા હતા. જોકે, આ માણસો ફરિયાદીના મિત્રએ જ મોકલ્યા હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ ફરિયાદીના મહિલા મિત્રએ પણ ઈમેલમાં 10 કરોડ રૂપિયાની માગ કરી હતી. અને 2 માણસોએ તેને મારવા માટે ખરીદ્યા હોવાની કબૂલાત કરી હતી.

Last Updated :Dec 27, 2022, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.