ETV Bharat / state

APMC Amendment Bill : APMC સુધારા બિલ બહુમતીથી પસાર, કૉંગ્રેસે રાજ્ય સરકાર પર કર્યા વાકપ્રહાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 7:20 PM IST

વિધાનસભામાં એપીએમસી સુધારા બિલ પસાર થયું
વિધાનસભામાં એપીએમસી સુધારા બિલ પસાર થયું

ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા APMC સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું. આ બિલ પસાર થયું પણ તેના પર બહુ ચર્ચા-વિચારણા થઈ હતી. કૉંગ્રેસે રાજ્ય સરકાર પર આક્ષેપો પણ લગાડ્યા હતા. રાજ્ય સરકારના સહકારી પ્રધાન જગદીશ પંચાલે બિલના ફાયદા વર્ણવ્યા તો કૉંગ્રેસે APMC સુધારા બિલના ગેરફાયદા વર્ણવ્યા.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના બીજા દિવસે રાજ્ય સરકારના સહકારી પ્રધાન જગદીશ પંચાલ એપીએમસી ખરીદ વેચાણ સુધારણા બિલ લાવ્યા હતા. જેનો કોંગ્રેસના ધારાસભ્યોએ ભારે વિરોધ કર્યો હતો. અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતાં ગૃહમાં જ નિવેદન આપ્યું હતું કે એપીએમસીમાં સુધારા વધારાનું બિલ લાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે ખેડૂતોની આવક કેવી રીતે વધે તેવું બિલ પણ લાવવું જોઈએ. છેલ્લે ચર્ચાના અંતે અને કોંગ્રેસના વિરોધમાં સુધારા બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું.

બિલના સુધારાથી થતા ફાયદાઃ સહકાર પ્રધાન જગદીશ પંચાલે ગૃહમાં વિધેયક રજૂ કરતાં જણાવ્યું કે, આ વિધેયકમાં કલમ-8(2)ની નવીન જોગવાઈ દાખલ કરવામાં આવી છે. કાયદામાં ગમે તે મજકુર હોય તેમ છતાં, ઈ-નામ પ્લેટફોર્મ પર આંતર રાજ્ય વેપાર વધે તે માટે પ્રવર્તમાન કાયદાની જોગવાઈઓ હેઠળ અન્ય રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશના લાયસન્સ ધરાવનાર વેપારીને ફાયદો થશે. અત્યારે પાડોશી રાજ્યો જેવા કે રાજસ્થાનમાંથી જીરૂ અને વરીયાળી, મધ્યપ્રદેશમાંથી કઠોળ અને મહારાષ્ટ્રમાંથી ફળ અને શાકભાજી ગુજરાતમાં આવે છે. જ્યારે ગુજરાતમાંથી બટેટા, ડુંગળી, જીરૂ અને વરીયાળી અન્ય રાજ્યમાં જાય છે. આ વિધેયક પસાર થવાથી ગુજરાતના વેપારીઓ અન્ય રાજ્યમાંથી ઈ-નામ પ્લેટફોર્મ પર ખેતપેદાશો ખરીદી શકશે. ઓનલાઈન સોદા થવાથી હરીફાઈ વધશે. જેને લીધે ખેડૂતોને વધુમાં વધુ ભાવ પ્રાપ્ત થશે. ઉપરાંત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધશે અને કરચોરી પણ અટકશે. આંતર રાજ્ય વેપારમાં વધારો થતાં બજાર સમિતિની આવકમાં વધારો થશે.

બિલમાં સુધારોઃ જે વર્ષમાં ચુંટણી હોય તેના અગાઉના છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષથી લાઈસન્સ ધરાવતો હોય અને તેના થકી પ્રત્યેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછી 50000/- રૂપિયા માર્કેટ ફી ભરી હોય તેવા "કલમ-27 અથવા 27-ક હેઠળ જેનું લાઈસન્સ મંજૂર કર્યુ હોય અથવા તાજું કર્યુ હોય તેવા કમિશન એજન્ટ અથવા યથાપ્રસંગ, વેપારીઓએ" પોતાનામાંથી ઠરાવેલી રીતે ચૂંટવાના ચાર સભ્યોનો સમાવેશ થાય છે. આ સુધારાના કારણે કોર્ટ મેટર ધટશે જેથી કોર્ટનો કિંમતી સમય બચશે.

અમિત ચાવડાએ નોંધાવ્યો વિરોધઃ આ બિલનો કોંગ્રેસના સભ્યોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગૃહમાં આક્ષેપ કર્યો હતો કે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધુ થાય તેવું બિલ લાવે. આ બિલથી હવે નાના વેપારીઓ ડાયરેક્ટર કે મતદાનમાં ભાગ લઈ શકશે નહીં. સરકાર આ બિલમાં સુધારો એવો કર્યો છે કે વેપારી 50 હજાર રૂપિયા મંડળી કે APMCમાં જમા કરાવશે તો જ તે મતદાન કરવા માટે સભ્ય બની શકશે.

અર્જુન મોઢવાડિયાએ નોંધાવ્યો વિરોધઃ અત્યાર સુધીમાં 11 વખત આ બિલમાં સુધારો કરવામાં આવ્યો છે. સરકાર આ બિલમાં ખેડૂતોના હિતમાં ચર્ચા કરીને સુધારો કરે આવશ્યક છે. સરકારના આ સુધારના કારણે નાની APMC મરણ પામશે અને મોટી APMCમાં ભ્રષ્ટાચાર વધશે. નાની APMCમાં વેપારીઓ કર્મચારીના સમયસર પગાર કરી શકતા નથી. જેથી આ નાની APMCને મદદ કરવી જોઈએ. આજના સમયમાં સહકાર માં બધાએ ભેગા મળીને કામ કરવાનું હોય પરંતુ હવે APMCની ચૂંટણી માટે ભાજપ કમલમ અથવા તો અમદાવાદ થી ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપવામાં આવે છે. સરકારના આ બિલથી હવે મંડળીઓની ચૂંટણીમાં નાના વેપારીઓ મતદાન નહીં કરી શકે, ચૂંટણી લડી નહીં શકે, સરકાર હમેશા મંડળીઓના સેવાસદનના સભ્યોની પસંદગી પ્રમાણે ડાયરેક્ટર અને ચેરમેનની પસંદગી કરે છે.

  1. SK Langa Land Scam : એસ.કે લાંગાના હુકમો રદ કરવા કોંગ્રેસની માગણી, વિધાનસભાના પગથિયે બેસી વિરોધનો અવાજ ઉઠાવ્યો
  2. Gujarat Congress: અમિત ચાવડાએ રાષ્ટ્રપતિની હાજરીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવાની જાહેરમાં ના પાડી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.