ETV Bharat / state

Gujarat Congress: અમિત ચાવડાએ રાષ્ટ્રપતિની હાજરીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવાની જાહેરમાં ના પાડી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 1:35 PM IST

અમિત ચાવડાએ રાષ્ટ્રપતિની હાજરીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવાની જાહેરમાં ના પાડી
અમિત ચાવડાએ રાષ્ટ્રપતિની હાજરીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવાની જાહેરમાં ના પાડી

ગૃહના પ્રથમ દિવસે જ કોંગ્રેસએ વિરોધ કર્યો હતો. અમિત ચાવડાએ રાષ્ટ્રપતિની હાજરીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવાની જાહેરમાં ના પાડી દીધી હતી. અમિત ચાવડાએ કહ્યું કે બહાર લોકશાહીની હત્યા અંદર સન્માન ના સહન થાય.

અમિત ચાવડાએ રાષ્ટ્રપતિની હાજરીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવાની જાહેરમાં ના પાડી

ગાંધીનગર: આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસાનું સૂત્ર શરૂ થઈ રહ્યું છે. સવારે 10:00 કલાકે દેશના રાષ્ટ્રપતિએ ડિજિટલ વિધાનસભાનું ઉદઘાટન કર્યું હતું. દસ વાગે ઉદઘાટન સમારોહ યોજાય તે પહેલા જ સવારે ગાંધીનગરના કલોલ તાલુકાના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોનું પોલીસે અપહરણ કર્યો હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને રાષ્ટ્રપતિની હાજરીમાં વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવાની જાહેરમાં ના પાડી
ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવાની જાહેરમાં ના પાડી

ગૃહમાં સન્માનના પોસાય: રાષ્ટ્રપતિના કાર્યક્રમ બાદ અમિત ચાવડા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બહાર લોકશાહીની હત્યા થઈ રહી છે અને અંદર વિધાનસભા ગૃહમાં સરકારના સભ્યોનું સન્માન કરવું તે યોગ્ય નથી. એટલે જ સન્માન કરવામાં આવ્યું નથી. જ્યારે રાષ્ટ્રપતિની ગુજરાતમાં હાજરી હોય અને તેઓ વિધાનસભાને સંબોધન કરવા આવી રહ્યા હોય ત્યારે બહાર લોકશાહીની હત્યા થઈ રહી જોવા મળી રહી છે. ત્યારે લોકશાહીને બચાવવા માટે ચૂંટાયેલા સભ્યોના બંધારણીય અધિકારો બચાવવા માટે પ્રતિક વિરોધ કરવામાં આવ્યો છે. જ્યારે આ અપમાનમાં કોઈ રાષ્ટ્રપતિને કોઈ લેવા દેવા નથી.

કોંગ્રેસે કર્યો વિરોધ: ગુજરાત પોલીસ સરકારના ઈશારે કામ કરી રહી છે. કોંગ્રેસના સભ્યોને સવારે અપહરણ કર્યું છે. ત્યારે તેના વિરોધમાં ગુજરાત વિધાનસભાના પગથિયા ઉપર કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. સરકારના ઈશારે પોલીસ લોકશાહીને ખતમ કરી રહી હોવાના આક્ષેપ પણ અમે ચાવડાએ કહ્યું હતું. જ્યારે ગુજરાતમાં થઈ રહેલી લોકશાહી હત્યા બાબતે રાષ્ટ્રપતિને લેખિતમાં અરજી કરીને સમય પણ માંગવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં બંધારણીય સંસ્થાઓ સરકાર પોલીસ સત્તાનો ઉપયોગ કરી રહી છે.

સન્માન ખંડન કર્યું: રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે કલોલના કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્યોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આજનો દિવસ ગુજરાત વિધાનસભાનો ખુબ ગૌરવભર્યો દિવસ હતો. આજે ઇ વિધાનસભાનું મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું. અગાઉથી જ આ અંગે અધ્યક્ષ દ્વારા રાષ્ટ્રપતિના સન્માન કરવા માટે કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

  1. Parliament Special Session: સંસદના વિશેષ સત્ર પહેલા નવા સંસદ ભવન પર ત્રિરંગો ફરકાવાશે
  2. 'INDIA' Coordination Committee Meeting: ગઠબંધન 'INDIA' ની સંકલન સમિતિની આજે પ્રથમ બેઠક, વિવિધ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.