ETV Bharat / state

2036ના ઓલીમ્પીકસની પ્રારંભિક તૈયારીઓ શરૂ, કેન્દ્રીય ગૃહમંત્રીએ યોજી હાઈલેવલ બેઠક

author img

By

Published : Dec 17, 2022, 6:32 PM IST

કેન્દ્રીય ગૃહમંત્રીએ યોજી હાઈલેવલ બેઠક
કેન્દ્રીય ગૃહમંત્રીએ યોજી હાઈલેવલ બેઠક

આગામી ઓલીમ્પીકસ 2036ના યજમાન બનવાની ગુજરાતે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી(Gujarat startedpreparations for 2036 Olympics) છે. કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદમાં ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર(bhupendra patel cm gujarat) પટેલ તથા રમત-ગમતપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં થઈ(Home Minister Amit Shah held a high level meeting) હતી.

અમદાવાદ: અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ગુજરાતમાં 2036ની સાલમાં ઓલીમ્પીક્સ યોજાવા જઈ રહ્યો(Gujarat startedpreparations for 2036 Olympics) છે. તેની આગોતરી તૈયારીઓના ભાગરૂપે ચર્ચા વિચારણા કરીને સુચનો મેળવ્યા હતા. ઓલીમ્પીકસ 2036માં જે રમતો સમાવિષ્ટ છે તેના આયોજન માટે અમદાવાદ, ગાંધીનગરમાં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (narendra modi stadium)સમીપે આકાર લેનારા સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં તેમજ નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની બાબતે આ બેઠકમાં પ્રાથમિક ચર્ચા-વિચારણાઓ હાથ ધરવામાં આવી(Home Minister Amit Shah held a high level meeting) હતી.

આ પણ વાંચો કોરોના કાળ પછી થશે ભવ્ય વૈશ્વિક પતંગોત્સવ, 70 દેશના પતંગબાજો લેશે ભાગ

સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રકટર ઉભુ કરવા અંગે ચર્ચા: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઓલીમ્પીકસ 2036ની(Gujarat startedpreparations for 2036 Olympics) રમતો માટેના જે સ્થળો આઇડેન્ટીફાય રાજ્ય સરકારે કરેલા છે ત્યાં જરૂરી સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર, ખેલાડીઓ, કોચ વગેરેની આવાસ સુવિધાઓ સહિતની વ્યવસ્થાઓ ઓલીમ્પીકસના ધારાધોરણો અનુસાર ઊભી થાય તે માટે આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું(Home Minister Amit Shah held a high level meeting) હતું.

સંપૂર્ણ સુવિધા ઉભી કરાશે: વોટર સ્પોર્ટસ અને માઉન્ટેઇન સ્પોર્ટસ માટેના જે સ્થળો પસંદ થાય ત્યાં પણ સંપૂર્ણ સુવિધાઓ ઊભી કરવાના આયોજન અંગે દિશાદર્શન કર્યુ હતું. અમિત શાહે રાજ્ય સરકાર દ્વારા જે કાર્યઆયોજનો થાય તેની સમીક્ષા સમયાંતરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રમત ગમતપ્રધાન હર્ષ સંઘવી કરે તેવું સૂચન કર્યુ (Home Minister Amit Shah held a high level meeting)હતું.

આ પણ વાંચો પાકિસ્તાનના વિદેશ પ્રધાનના નિવેદનના વિરોધમાં ભાજપનું રાજ્યવ્યાપી પ્રદર્શન

અમદાવાદ અતિ ઝડપી વિકસીત મહાનગર બનશે: કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું કે, 2036નો ઓલીમ્પીકસ અમદાવાદ મહાનગરને દેશના અતિ વિકસીત મહાનગરો દિલ્હી, મુંબઇ, કલકત્તાથી પણ વધુ ઝડપી વિકસીત મહાનગર બનાવનારો બની રહેશે તે સ્પષ્ટ(Gujarat startedpreparations for 2036 Olympics) છે. મુખ્ય સચિવ પંકજકુમાર, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર તથા રમત-ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્ચિનીકુમારે(Home Minister Amit Shah held a high level meeting) ઓલીમ્પીકસ 2036 માટે ગુજરાતની તૈયારીઓ અંગેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કર્યુ (Gujarat startedpreparations for 2036 Olympics)હતું. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન, ઔડાના સી.ઇ.ઓ ડી.પી. દેસાઇ તથા વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.