ETV Bharat / state

પાકિસ્તાનના વિદેશ પ્રધાનના નિવેદનના વિરોધમાં ભાજપનું રાજ્યવ્યાપી પ્રદર્શન

author img

By

Published : Dec 17, 2022, 4:49 PM IST

PM મોદી વિરૂદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રીના (Bilawal Bhutto Minister Foreign Affairs Pakistan) વિવાદાસ્પદ નિવેદનન મામલે (Bilawal Bhutto target Modi) ભાજપે રાજ્યભરમાં વિરોધ નોંધાવ્યો છે. ગુજરાતમાં ઠેર-ઠેર ભાજપના કાર્યકરો સૂત્રોચ્ચાર દ્વારા પાકિસ્તાનના વિદેશમંત્રીનો (burns effigies of Pakistan foreign minister)વિરોધ કરી રહ્યાં(BJP holds nationwide protests) છે. સુરત ખાતે આ મામલે બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન ભિખારી (CR patil on bilawal bhutto) દેશ છે. ભિખારી કરતા વધારે ખરાબ સ્થિતિમાં આવી ગયું છે.

ભાજપનું રાજ્યવ્યાપી પ્રદર્શન
ભાજપનું રાજ્યવ્યાપી પ્રદર્શન

ભાજપનું રાજ્યવ્યાપી પ્રદર્શન

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની (Bilawal Bhutto Minister Foreign Affairs Pakistan) 'અપમાનજનક' ટિપ્પણીને(Bilawal Bhutto target Modi) લઇને આજે દેશભરમાં ભાજપના લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યાં (BJP holds nationwide protests)છે. ત્યારે તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. ગુજરાતમાં ઠેર-ઠેર ભાજપના કાર્યકરો સૂત્રોચ્ચાર દ્વારા પાકિસ્તાનના વિદેશમંત્રીનો વિરોધ કરી રહ્યાં(burns effigies of Pakistan foreign minister) છે.

સીઆર પાટીલે બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા

ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સુરત ખાતે આ મામલે બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું (CR patil on bilawal bhutto)હતું કે પાકિસ્તાન ભિખારી દેશ છે.ભિખારી કરતા વધારે ખરાબ સ્થિતિમાં આવી ગયું છે. પોતાના દેશના ગધેડાઓને વેચી ગુજરાન ચલાવે છે. સાથે તેઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન ને ડંખ લાગ્યો છે.પાડોશી દેશ મજબૂત હોવો જોઇએ.પરંતુ કમનસીબે આ દેશ આતંવાદીઓને પ્રોત્સાહન આપતો દેશ છે. ભુટ્ટો પ્રત્યે લોકોમાં રોષ છે. પાકિસ્તાન આતંકીઓને આશ્રય આપે છે.

આ પણ વાંચો સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનોની રીવ્યુ પિટિશન ફગાવી; ગુજરાત સરકારને દુષ્કર્મના દોષિતોને આપી હતી માફી

ગાંધીનગર: પાકિસ્તાનના વિદેશ પ્રધાન નરેન્દ્ર મોદી અંગે ટિપ્પણી (Bilawal Bhutto target Modi) કરી હતી. જે મામલે ભારતમાં રોષની લાગણી ઉઠી છે ત્યારે ભારતીય જનતા પક્ષ દ્વારા તમામ રાજ્યના રાજ્યપાલો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા આહવાન કરવામાં આવ્યું છે. ગુજરાત ભાજપ દ્વારા પણ ગાંધીનગરના રાજ ભવન ખાતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં આવેદનપત્ર પાઠવ્યા બાદ ગુજરાત ભાજપના પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટે મીડિયાને નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાનના વિદેશ પ્રધાને ગુજરાત સહિત દેશના 135 કરોડ લોકોનું અપમાન કર્યું છે. જ્યારે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં ગાંધીનગર મેયર હિતેશ મકવાણા, ગાંધીનગર જિલ્લા પ્રમુખ રુચિર ભટ્ટ, યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ, મહામંત્રી રાજની પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા(burns effigies of Pakistan foreign minister) હતા.

વડોદરામાં પૂતળા દહન

વડોદરા: વડોદરા શહેરના ભાજપના કાર્યકરો પાકિસ્તાન અને પાકિસ્તાનના વિદેશ મંત્રીના પૂતળા સળગાવવામાં આવ્યા (burns effigies of Pakistan foreign minister)હતા. વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહેરના કોઠી ચાર રસ્તા પાસે બિલાવલ ભુટ્ટોના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું(protest in vadodara against bilawal bhutto) હતું. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કરેલી અપમાનજનક ટિપ્પણી સામે દેશ વ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું (burns effigies of Pakistan foreign minister)હતું.

આ પણ વાંચો 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ; વોન્ટેડ આરોપી બાતમી આપનારને 2 લાખનું ઇનામ

જૂનાગઢ: પાકિસ્તાનના વિદેશપ્રધાન બિલાવલ ભુટ્ટોના નિવેદન અંગે જૂનાગઢ ભાજપ દ્વારા આજે પાકિસ્તાનના વિદેશ પ્રધાન બીલાવલ ભટ્ટોના(bjp protest against bilawal bhutto in junagadh) પૂતળાનું દહન કરીને વિરોધ વ્યક્ત કર્યો(burns effigies of Pakistan foreign minister) હતો. શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા અને ધારાસભ્ય સંજય કોરડીયાની આગેવાનીમાં જૂનાગઢની ઝાંસીની રાણી સર્કલ ચોક ખાતેના બિલાવલ ભુટ્ટોના પૂતળાનું દહન કરાયું હતું. તે વેળા એ પાકિસ્તાન હાય હાય અને બિલાવલ ભુટો માફી માંગે તેવા સુત્રોચાર કરીને પૂતળાને સળગાવ્યું(burns effigies of Pakistan foreign minister) હતું.

ન્યુ યોર્કમાં આપ્યું નિવેદન: પાકિસ્તાનના વિદેશ પ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. જે બદલ ભાજપના યુવા પ્રમુખ રાજ્યપાલને આવેદન આપ્યા બાદ નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાનના વિદેશ પ્રધાન બોલવામાં અસમર્થ અને જવાબ ન આપી શક્યા એટલે જ પત્રકાર પરિષદમાં તેઓએ મોદી વિરુદ્ધની ટિપ્પણી કરી છે. આ મોદીજી વિરુદ્ધ ટીપ્પણીના વિરોધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નહીં પરંતુ ગુજરાત અને ભારત દેશના 135 કરોડ નાગરિકોનો અપમાન કર્યું છે. જેના વિરોધમાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ તમામ રાજ્યના દરેક જિલ્લા કલેક્ટર ઓફિસરમાં આવેદનપત્ર આપીને સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.