ETV Bharat / state

Gujarat Global Vibrant Summit 2022: વિદેશી ડેલીગેશન માટે વાઇબ્રન્ટ સમિટમાં વર્ચ્યુલ વ્યવસ્થા ગોઠવાશે

author img

By

Published : Dec 27, 2021, 6:06 PM IST

Gujarat Global Vibrant Summit 2022:  વિદેશી ડેલીગેશન માટે વાઇબ્રન્ટ સમિટમાં વર્ચ્યુલ વ્યવસ્થા ગોઠવાશે
Gujarat Global Vibrant Summit 2022: વિદેશી ડેલીગેશન માટે વાઇબ્રન્ટ સમિટમાં વર્ચ્યુલ વ્યવસ્થા ગોઠવાશે

10માં વાઈબ્રન્ટ સમિટની (Gujarat Global Vibrant Summit 2022) તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે આ તૈયારીના ભાગરૂપે ભાગ લેનારા લોકોએ ફરજીયાત આરટીપીસીઆર ટેસ્ટ (RTPCR test) કરાવાલો રહેશે. ઉપરાંત વાઈબ્રન્ટ સમિટ માટે 20 જેટલા કન્ટ્રી પાર્ટનરો દ્વારા પોતાનું સમર્થન આપ્યું છે. આ વાઈબ્રન્ટ સમિટનું આયોજન મહાત્મા મંદિર ખાતે (Vibrant Summit organized in Mahatma Mandir) કરવામાં આવી છે, જેનો ઉદેશ્ય ભારતની અંદર પસંદગીના રોકાળ સ્થળ તરીરે પ્ર્સથાપિત થાય. 10માં વાઈબ્રન્ટ સમિટની ઉદ્ઘાટન વડાપ્રધાન માદી દ્વારા કરવામાં આવશે.

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરીના તારીખ 10, 11 અને 12ના રોજ ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટની (Gujarat Global Vibrant Summit 2022) વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ જે રીતે સમગ્ર વિશ્વમાં કોરોનાનો રાફળો ફાટ્યો છે, ત્યારે કોરોના મહામારીની ગુજરાત-ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ પર પણ આડકતરી અસર થવાની સંભાવના છે. વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 20 જેટલા કન્ટ્રી પાર્ટનરો (Country Partners Gujarat Summit 2022) દ્વારા પોતાનું સમર્થન આપાયું છે. આ સાથે રાજ્ય સરકાર દ્વારા વર્ચ્યુઅલ વ્યવસ્થા ગોઠવાય તેવી સંભાવનાઓ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, અત્યાર સુધીમાં હજુ 215 જેટલા ફોરેનર્સનું રજિસ્ટ્રેશન ગુજરાત ગ્લોબલ સમિટમાં થયું છે.

તમામ ડેલીગેશન દ્વારા ગાઈડલાઇન્સનો અમલ થશે

આ બાબતે ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા નવા વાયરસને પગલે જે ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે તે તમામ લોકો ઉપર અસરગ્રત હશે. આ બાબતે આરોગ્ય વિભાગ અને ઉદ્યોગ વિભાગ સતત સંપર્કમાં છે. આમ જે પણ વ્યક્તિ સમિટમાં ભાગ લેશે તે તમામ લોકોએ કોરોના ગાઇડલાઇન્સનું (Corona Guidelines) ચોક્કસ પણે પાલન કરવું પડશે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, ૨૦ જેટલા જાહેર થયેલા દેશો વાઈબ્રન્ટ ગુજરાતના કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી થશે. કન્ટ્રી પાર્ટનરની યાદી છે, યુકે, યુરોપના ડેન્માર્ક, ફ્રાન્સ ,ફિનલેન્ડ, નેધરલેન્ડ અને પોલેન્ડ જેવા કન્ટ્રી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટના કન્ટ્રી પાર્ટનર બન્યા છે, જ્યારે યુરોપના વધુ બે દેશો જર્મની અને નોર્વે પણ કન્ટ્રી પાર્ટનર બની શકે તેવી પણ અટકળો છે.

વર્ચ્યુલી હાજર રહેવાની વ્યવસ્થા થશે

જે રીતે કોરોના વાયરસનો સમગ્ર વિશ્વમાં વિસ્ફોટ થયો છે, તેને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ અંતર્ગત અનેક ડેલીગેશન માટે ઉપસ્થિત રહેવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. આ સાથે અનેક કન્ટ્રી પાર્ટનર ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં વર્ચ્યુઅલી હાજર રહેશે. આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત 2022 મહાત્મા મંદિર ખાતે આવનારા તમામ લોકોએ આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરાવાનો રહેશે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જ જાહેરાત કરાય તેવી પણ સંભાવના છે.

કઈ રીતનું થઈ રહ્યું છે આયોજન જાણો

વિગત પ્રમાણે, તારીખ ૧૦, ૧૧, અને ૧૨ જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના સાત દિવસના પિરિયડના કારણે હજી સુધી કોઈ પણ ડેલીગેશન દ્વારા સત્તાવાર કન્ફર્મેશન પ્રાપ્ત થયું ન હોવાનું સૂત્રો તરફથી ફુટયું છે. વિદેશી રાજ રાહીની હાજરીમાં મર્યાદિત સંખ્યામાં આમંત્રિતોને બોલાવવામાં આવશે. આ સાથે સમિટના પ્રારંભથી સમાપન સુધીના તમામ સેમિનાર અને કાર્યક્રમો વર્ચ્યુઅલ કરવાનો વિકલ્પ પણ સૂચવવામાં આવ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કઈ રીતે કરવી તેનો આખરી નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવશે. તેની સત્તાવાર જાહેરાત 5 થી 7 જાન્યુઆરી પહેલા કરી દેવામાં આવશે.

આ પણ વાંચો:

Vibrant Gujarat 2022 MoU : ડિસેમ્બર એન્ડ સુધી 100 જેટલી કંપની 67,000 કરોડના MoU કરશે, 1.20 લાખ રોજગારીનો દાવો

Gujarat Vibrant Summit 2022: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પરત ફર્યા, કરાવ્યો RTPCR ટેસ્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.