ETV Bharat / state

Gujarat Education Board: કમ્પ્યૂટરનું જ્ઞાન મેળવવું હવે મોંઘું, વિદ્યાર્થીઓએ ચૂકવવી પડશે 400 રૂપિયા ફી

author img

By

Published : Feb 4, 2023, 7:02 PM IST

Updated : Feb 4, 2023, 7:48 PM IST

ગાંધીનગરમાં ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં (Gujarat Education Board General Assembly) અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ સભામાં (Gujarat Education Board) કમ્પ્યૂટરનું સામાન્ય જ્ઞાન મેળવવા માટે હવે વિદ્યાર્થીઓએ 50ની જગ્યાએ 400 રૂપિયા ફી ભરવી પડશે તેવો નિર્ણય કરાયો હતો. સાથે જ શિક્ષકના વર્તનની જવાબદારી અંગે પણ ચર્ચા થઈ હતી.

Gujarat Education Board: કમ્પ્યૂટરનું જ્ઞાન મેળવવું હવે મોંઘું, વિદ્યાર્થીઓએ ચૂકવવી પડશે 400 રૂપિયા ફી
Gujarat Education Board: કમ્પ્યૂટરનું જ્ઞાન મેળવવું હવે મોંઘું, વિદ્યાર્થીઓએ ચૂકવવી પડશે 400 રૂપિયા ફી

ગાંધીનગરઃ ગાંધીનગરમાં ગુજરાત શૈક્ષણિક બોર્ડની આજે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 8 મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આમાંથી 5 મુદ્દાઓને માન્ય રાખવામાં આવ્યા હતા અને ત્રણ મુદ્દાઓને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ જે શિક્ષણ બોર્ડનું વર્ષ 2023-24નું 186 કરોડ રૂપિયાનું બજેટ મજૂર કરવામાં આવ્યુ હતી. જ્યારે આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો Junior Clerk Paper Leak: આરોપીઓ અગાઉ પણ કરી ચૂક્યા છે પેપર લીક, યુવરાજસિંહે કાઢી કુંડળી

શિક્ષકોની આચારસંહિતા બાબતે બોર્ડનું ઢીલું વલણઃ બોર્ડની બેઠક બાદ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે, શિક્ષકોની આસરસંહિતા બાબતે શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી હતી. તેમાં સામાન્ય રીતે શિક્ષણ રીતે અત્યાર સુધીમાં ધોરણ 1થી 9 સુધીના વિદ્યાર્થીઓ માટે આસરસંહિતા હતી. હવે ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓ પર આચારસંહિતા લાગુ કરવામાં આવશે.

શિક્ષકોના વર્તનની જવાબદારી બોર્ડનીં નહીં ગણાયઃ ઉપરાંત શિક્ષકોની આચારસંહિતા બાબતે પણ સામાન્ય સભામાં ચર્ચા થઈ હતી. શિક્ષકો કોઈ પણ પ્રકારનું વર્તન કરશે તેની જવાબદારી શિક્ષણ બોર્ડની જવાબદારી નહીં ગણાય. શિક્ષણના વર્તન પર જે તે સ્કૂલ સંચાલકો જવાબદાર રહેશે. એટલે હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ શિક્ષકોની આચરસંહિતા કે વર્તન બાબતે નિયમો ઘડી શકશે નહી.

ડીજી લોકરમાં વિદ્યાર્થીઓના પ્રમાણપત્ર રહેશેઃ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં વિદ્યાર્થીઓના પ્રમાણપત્ર ડીજી લૉકરમાં સંગ્રહિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ, સામાન્ય સભામાં પ્રમાણપત્રોને ડિજિટલ રીતે સંગ્રહ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો અને માર્કશિટ ડિજિટલ લૉકરમાં રાખવામાં આવશે. જોકે, શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉથી જ ડિજિટલ લૉકરમાં પ્રમાણપત્રો સગ્રહ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ, કરોડો રૂપિયાના ખર્ચે ડિજિ લૉકરમાં પ્રમાણપત્રની વ્યવસ્થા કરાશે.

શિક્ષકોના કપડાં બાબતે નિર્ણયઃ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અનેક શાળામાં શિક્ષકો ગમે તેવા કપડાં પહેરીને આવે છે, જેની વિપરિત અસર બાળકના માનસ પર પડી રહી છે. તો હવે આ સામાન્ય સભામાં શિક્ષકો કેવા કપડાં પહેરે તે સ્કૂલ સંચાલકો નક્કી કરશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ, શિક્ષણ બોર્ડની સમાન્ય સભામાં શિક્ષકોના ડ્રેસ કોડ મુદ્દો ચર્ચાયો હતો. શિક્ષકોએ વિદ્યાર્થીઓ સામે કેવા કપડાં પહેરવા તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આમ, તો શિક્ષણ બોર્ડ શિક્ષકો માટે એક ડ્રેસ કોડ તૈયાર કરવાની હતી, પરંતુ બોર્ડમાં થયેલી ઉગ્ર ચર્ચાના આધારે બોર્ડ શિક્ષકો કેવી કપડાં પહેરશે. તે સ્કૂલ સંચાલકો પર જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો Gujcet Exam : આવી ગઇ ગુજકેટ પરીક્ષાની તારીખો, સેન્ટર સહિતની વિગત એક ક્લિકમાં જાણો

સ્કૂલમાં કમ્પ્યુટર ફ્રીમાં ત્રણ ગણો વધારો કરાયોઃ રાજ્ય સરકાર હસ્તકની સ્કૂલમાં વિદ્યાર્થીઓને નજીવી ફ્રી લઈને સરકાર દ્વારા કમ્પ્યુટરનું બેઝિક શિક્ષણ આપવામાં આવતું હતું. અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ પાસેથી કમ્પ્યૂટર માટે વિદ્યાર્થીઓ પાસેથી માસિક 50 રૂપિયા ફી લેવામાં આવતી હતી. જોકે, સામાન્ય સભામાં કમ્પ્યુટરની માસિક ફી માટે 400 રૂપિયા કરવાની માગ આવી હતી. આ મુદ્દાની ચર્ચાના અંતે 400ના સ્થાને કમ્પ્યુટરની માસિક ફ્રી 150 કરવામાં આવી હતી. જોકે, 50 ના સ્થાને 150 ફ્રી કરવાથી ફ્રીમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો હતો.

Last Updated :Feb 4, 2023, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.