ETV Bharat / state

Gujarat Budget 2022: જનકલ્યાણવાળું બજેટ, નાણાંપ્રધાને બજેટમાં ખૂબ મહેનત કરી : રાજેન્દ્ર ત્રિવેદી

author img

By

Published : Mar 2, 2022, 1:30 PM IST

Updated : Mar 2, 2022, 2:11 PM IST

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું(Governor Acharya Devvrat)વિધાનસભા ગૃહમાં સંબોધન બાદ શોક પ્રસ્તાવ રજૂ કરાશે. 3 માર્ચના રોજ ગૃહમાં નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવામાં (Gujarat Budget 2022)આવશે.

Gujarat Budget 2022: જનકલ્યાણવાળું બજેટ, નાણાંપ્રધાને બજેટમાં ખૂબ મહેનત કરી : રાજેન્દ્ર ત્રિવેદી
Gujarat Budget 2022: જનકલ્યાણવાળું બજેટ, નાણાંપ્રધાને બજેટમાં ખૂબ મહેનત કરી : રાજેન્દ્ર ત્રિવેદી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂઆત થઈ રહ્યું છે. તે પહેલા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની(CM Bhupendra Patel) અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક બાદ રાજ્યના પ્રવકતા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ(Revenue Minister Rajendra Trivedi) પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકોના કલ્યાણ માટેનું આ વર્ષનું બજેટ (Gujarat Budget 2022)રાજ્ય સરકાર વિધાનસભામાં રજૂ કરશે ત્યારે દર વખતની જેમ કોંગ્રેસ દ્વારા બજેટમાં આ વખતે પણ સાથ સહકાર નહીં મળે.

વિધાનસભાનું બજેટ

પ્રથમ દિવસે રાજ્યપાલનું પ્રવચન

આજે વિધાનસભા ગૃહમાં થશે જેમાં ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય વિધાનસભા ગૃહમાં સંબોધન શરૂ થશે અને ત્યારબાદ શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જ્યારે આવતીકાલે એટલે કે 3 માર્ચના રોજ ગૃહમાં નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવામાં આવશે. જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા શોક દર્શક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ કામકાજ મુલતવી રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022: આજથી શરૂ થશે વિધાનસભા સત્ર, 3 માર્ચે રજૂ થશે બજેટ

કનું દેસાઈ રજૂ કરશે બજેટ

રાજ્યના નાણાં પ્રધાન કનુ દેસાઈ (Finance Minister Kanu Desai)દ્વારા બજેટની ખૂબ તૈયાર કરવામાં આવી છે. આ વર્ષનું બજેટ જનકલ્યાણ વાળો બજેટ આ બાબતે રાજ્યના નાણા પ્રધાન ખૂબ જ મહેનત કરી છે ઉલ્લેખનીય છે કે બજેટ પહેલા ના બે મહિના અગાઉ જ રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે પરામર્શ કરીને બચત બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે હવે ત્રણ માર્ચના રોજે ગુજરાત વિધાનસભામાં નાણા પ્રધાન કનુ દેસાઇ બજેટ રજૂ કરશે.

આ પણ વાંચોઃ Gujarat Budget Session 2022: આજે વિધાનસભા સત્ર પહેલા યોજાશે કેબિનેટ બેઠક, નવા પ્રોજેકટ પર થશે ચર્ચા

Last Updated :Mar 2, 2022, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.