ETV Bharat / state

Gujarat BJP Meeting : 26 લોકસભા બેઠકો પર આ તારીખથી લોક સંપર્ક કાર્યાલય શરુ, નબળાં બુથને લઇ પાટીલની સૂચના

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 4:37 PM IST

Gujarat BJP Meeting : 26 લોકસભા બેઠકો પર આ તારીખથી લોક સંપર્ક કાર્યાલય શરુ, નબળાં બુથને લઇ પાટીલની સૂચના
Gujarat BJP Meeting : 26 લોકસભા બેઠકો પર આ તારીખથી લોક સંપર્ક કાર્યાલય શરુ, નબળાં બુથને લઇ પાટીલની સૂચના

લોકસભા ચૂંટણી 2024ને લઇને ગુજરાત ભાજપ ઇલેક્શન મોડ પર આવી ગયો છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કમુરતા પછી લોક સંપર્ક કાર્યાલય શરુ કરાશે. તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે 2022ના ઇલકેશનમાં ભાજપ માટે નબળાં બુથને લઇને કાર્યકરોને સૂચના પાઠવી દીધી છે.

કાર્યકરોને સૂચના પાઠવી દીધી

ગાંધીનગર : માર્ચ એપ્રિલ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા દિલ્હી ખાતે કેન્દ્રીય મોવડીમંડળની બેઠક મળી હતી. જે અંતર્ગત આજે કમલમ ખાતે ગુજરાત ભાજપની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી 2024ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જ્યારે વર્ષ 2022ની ચૂંટણીમાં નબળા બુથ પર ખાસ ભાર આપવાની સૂચના બેઠકમાં સી.આર.પાટીલે આપી છે.

કમલમ ખાતે બેઠકોનો દોર : લોકસભા 2024 નું ચૂંટણી નું ગુજરાત ભાજપ દ્વારા કાઉન્ટ ડાઉન શરૂ કરવામાં આવ્યું છે. આજે કમલમ કાર્યાલયમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને કેન્દ્રીય નેતા અરુણસિંહ હાજર રહ્યા હતાં. જેમાં 5 જાન્યુઆરી સુધીમાં રાજ્યકક્ષાથી લઈને જિલ્લા અને તાલુકા સુધીની બેઠકો પૂર્ણ કરવાની સૂચન આપવામાં આવ્યાં હોવાનું નિવેદન ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે આપ્યું હતું, જ્યારે કાર્યકર્તાઓને શું કામ કરવું, કેવી રીતે કરવું તે તમામ માહિતી આપવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ 17 બેઠક ઉપર અને આમ આદમી પાર્ટી કે જે પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં હતાં તેઓને પણ પાંચ જેટલી બેઠકો પ્રાપ્ત થઈ છેં ત્યારે 23 જેટલી બેઠકોમાં ભાજપનું નબળું પ્રદર્શન હતું તેને પણ વિશેષરૂપે આજની બેઠકમાં ટકોર કરવામાં આવી છે. યમલ વ્યાસ (પ્રવક્તા, ગુજરાત ભાજપ)

નબળાં બુથનો આંકડો ઓછો: ભાજપના તમામ કાર્યકર્તાઓને પેજ કમિટીથી લઈને હવે ઘરે ઘરે સુધી જવાની સૂચના આપવામાં આવી છે અને જે બુથ ભાજપ માટે નબળાં છે તેવા બુથને મજબૂત કરવા માટેની પણ ટકોર સી આર પાટીલ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એ યમલ વ્યાસે ગુજરાતમાં કેટલા બુથ ભાજપ માટે નબળા છે તેનો કોઈ ચોક્કસ આંકડો બહાર પાડ્યો ન હતો પરંતુ ખૂબ ઓછી સંખ્યામાં નબળા બૂથ છે તેવું નિવેદન આપ્યું હતું.

15 જાન્યુઆરીથી તમામ બેઠકોના કાર્યાલયો શરુ: દેશ અને ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા જન સંપર્ક કે કાર્યાલયો પણ શરૂ કરવામાં આવે છે. ત્યારે હજુ લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત માર્ચ મહિનામાં થાય તેવી શક્યતા છે. તેમ છતાં ભાજપ પક્ષ દ્વારા ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો ઉપર 15 જાન્યુઆરીથી જ કાર્યાલયો શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. 30 જાન્યુઆરી સુધીમાં ગુજરાતની 26 લોકસભા બેઠક પર જન કાર્યાલયો શરૂ કરવાની જાહેરાત ભાજપ પ્રવક્તા યગ્નેશ દવેએ કરી હતી.

ભાજપ પક્ષ પ્રચાર માટે સ્પેશિયલ ટીમની રચના: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવે વધુમાં જણાવ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર માટે કેન્દ્રીય ભાજપ પક્ષ દ્વારા મટીરીયલ આપવામાં આવશે અને તેને ધ્યાનમાં લઈને જ પ્રચાર પ્રચાર કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં પ્રચાર પ્રચાર માટે એક સ્પેશિયલ ટીમ પણ તૈયાર કરવામાં આવશે અને એ જ પ્રમાણે ગુજરાતમાં ભાજપ પક્ષનો પ્રચાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પ્રચાર પ્રસારમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની કામગીરી વર્ણવવામાં આવશે. જ્યારે ડિજિટલ પણ પ્રચાર પ્રસાર પક્ષ દ્વારા કરવામાં આવશે.

  1. લોકસભા 2024ની ચૂંટણીને લઈને ભાજપ સક્રિય, બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ શરૂ
  2. PM Modi Visit Ayodhya: PM મોદી આવતીકાલે અયોધ્યામાં 15 હજાર કરોડના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.