ETV Bharat / state

Gujarat Assembly Budget Session: ગૃહમાં શિક્ષણની પોલ ખુલી, 14 જિલ્લામાં એક પણ અંગ્રેજી માધ્યમની સરકારી શાળા નથી

author img

By

Published : Mar 30, 2023, 7:30 AM IST

Gujarat Assembly Budget Session, 14 districts do not have a single English medium government school
Gujarat Assembly Budget Session, 14 districts do not have a single English medium government school

ગુજરાત વિધાનસભાના બજેટ સત્તાના છેલ્લા અને અંતિમ દિવસે શિક્ષણ વિભાગની પોલ ખુલી ગઈ છે, ચોકાવનારી બાબાતો બાહર આવી છે કે, 14 જિલ્લામાં એક પણ અંગ્રેજી માધ્યમની સરકારી શાળા નથી. ઉપરાંત સરકારી શાળાઓમાં હજારોની સંખ્યામાં શિક્ષકો અને આચાર્યની ઘટ પણ વર્તાય રહી છે.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્તાના છેલ્લા અને અંતિમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યોએ શિક્ષણ બાબતે પ્રશ્નોત્તરીમાં અનેક પ્રશ્નો કર્યા હતા. જેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગની પોલ ખુલી ગઈ છે, ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ નથી. જ્યારે અને એક સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની ઘટ પણ હજારોની સંખ્યામાં બહાર આવી છે.

906 શાળામાં ફક્ત એક જ શિક્ષક: ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાનખેડા વાલા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષક હોય તેવી કેટલી શાળાઓ છે. તેઓ પ્રશ્ન કર્યો હતો જેમાં 31 જાન્યુઆરી 2023ની સ્થિતિએ રાજ્યમાં કુલ ૯૦૬ પ્રાથમિક શાળાઓ એવી છે કે, જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. આ ઉપરાંત એક જ શિક્ષક ફરજ શા માટે બજાવે છે, તેના પ્રતિ ઉત્તરમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, વયની વૃદ્ધિના કારણે અથવા તો બદલી થવાના કારણે અવસાન થવાના કારણે અને સી.આર.સી.કો.ઓ. તથા બી.આર.સી.કો.ઓ.ની પ્રતિદિયુક્તિના કારણો સરકારે દર્શાવ્યા છે.

રાજ્યમાં સરકારી શાળામાં આચાર્ય અને શિક્ષકોની જગ્યાઓ ખાલી: ગુજરાત વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ખાલી જગ્યા બાબતનો પ્રશ્ન કર્યો હતો, જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,674 જગ્યાઓ ખાલી છે. જ્યારે સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 20,678 જગ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં 11,996 જગ્યાઓ ખાલી સામે આવી છે. આ ઉપરાંત ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષક અને આચાર્યની 32,213 જગ્યાઓ તથા અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની કુલ 461 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે.

CM Patel 100 Days : મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના 100 દિવસ પુર્ણ, જૂઓ વિકાસનું ગ્રોથ એન્જિન કેવું રહ્યું

અંગ્રેજી માધ્યમમાં ગુજરાત સરકારનું કાચું કામ: વર્તમાન સમયમાં અંગ્રેજી વિષયનો ખૂબ જ જરુર છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભા ગૃહને પ્રશ્નોત્તરીમાં કરેલા પ્રશ્નમાં જવાબ સામે આવ્યુ છે, જેમાં ગુજરાતના 14 જિલ્લામાં અંગ્રેજી માધ્યમની એક પણ સરકારી પ્રાથમિક શાળા નથી જ્યારે રાજ્યના એક પણ જિલ્લામાં ધોરણ 9થી 10ની અંગ્રેજી માધ્યમની એક પણ સરકારી માધ્યમિક શાળા પણ આવી નથી આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં 2011 અને 12ની અંગ્રેજી માધ્યમની પણ એક પણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નથી. સાથે 31 જિલ્લાઓમાં અંગ્રેજી માધ્યમની એક પણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા પણ સરકારે મંજૂરી નથી આપી.

Surat Crime News: પિતાએ આપેલા ખેતીના રૂપિયા વપરાઈ જતાં યુવકે તાપી નદીમાં પડતુ મુક્યુ

અંગ્રેજી માધ્યમિકની ખાનગી શાળાઓ: આ ઉપરાંત રાજ્યના 22 જિલ્લામાં ધોરણ 9 અને 10ની અંગ્રેજી માધ્યમની એક પણ ગ્રાન્ટેડ માધ્યમિક શાળા અને 17 જિલ્લાઓમાં 9થી 12ની અંગ્રેજી માધ્યમની એક પણ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નથી. જ્યારે અંગ્રેજી માધ્યમિકની ખાનગી શાળાઓ 3,710 ધોરણ 9 થી 10 ની ખાનગી માધ્યમિક શાળાઓ 1395 અને ધોરણ 11 અને 12 ની ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ 1149 રાજ્યમાં નોંધાયેલી છે. આમ ગુજરાતમાં ખાનગી અંગ્રેજી માધ્યમની શાળાઓ લાખો રૂપિયાની ફી ચૂકવીને અભ્યાસ કરાવે છે, ત્યારે આધુનિક જમાનામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં અંગ્રેજી માધ્યમ ખૂબ જરૂરી હોય છે. તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ ચાલુ કરવામાં આવતી નહોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ પક્ષે કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.