ETV Bharat / state

Budget Session 2023: ઈમ્પેક્ટ ફી મુદ્દે સરકાર 4 મહિનાનો સમયગાળો વધારશે, ફરી ગૃહમાં લાવશે બિલ

author img

By

Published : Feb 21, 2023, 7:03 PM IST

રાજ્ય સરકારે ઈમ્પેક્ટ ફી મુદ્દ 4 મહિનાનો સમયગાળો વધારવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકાર ફરી આ મામલે બિલ લાવશે.

Budget Session 2023: ઈમ્પેક્ટ ફી મુદ્દે સરકાર 4 મહિનાનો સમયગાળો વધારશે, ફરી ગૃહમાં લાવશે બિલ
Budget Session 2023: ઈમ્પેક્ટ ફી મુદ્દે સરકાર 4 મહિનાનો સમયગાળો વધારશે, ફરી ગૃહમાં લાવશે બિલ

ગાંધીનગરઃ ગુજરાતમાં અધિકૃત બાંધકામને નિયમિત બાંધકામ કરવા રાજ્ય સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા જ જાહેરાત કરી હતી. ત્યારબાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકાર ફરી વખત રચાતા જ એક દિવસના સત્રમાં વિશેષ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હજી અમુક પ્રકારની જ અરજીઓ આવી હોવાના કારણે રાજ્ય સરકારે 4 મહિના અરજી માટેનો સમયગાળો વધારવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ Gandhinagar News : CMની સૂચનાનું પાલન કરતી GMC, તમામ ઓફિસમાં વીજ બચાવો સર્ક્યુલર કરાયો જાહેર

વિધાનસભા ગૃહમાં સરકાર લાવશે બિલઃ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા બજેટ સત્રમાં ગુજરાત અનઅધિકૃત વિકાસના નિયમિત કરવા બાબતના સુધારા કરતું બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગત મહિને જ સુધારા બિલ એક દિવસના સત્રમાં લાવવામાં આવ્યું હતું, પરંતુ ગુજરાતના મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લામાં વિસ્તારમાં અનેક બાંધકામો અનઅધિકૃત છે. ત્યારે પૂરતા પ્રમાણમાં અરજી આવી ન હોવાના કારણે સરકારે 4 મહિનાનો સમય ગાળો લંબાવવાની જાહેરાત કરી છે.

16 ફેબ્રુઆરી હતી અંતિમ તારીખઃ રાજ્ય સરકારે અગાઉ રજૂ કરેલા બજેટમાં 16 ફેબ્રુઆરી સુધી જ જેતે નાગરિક પોતાના અનઅધિકૃત બાંધકામને અધિકૃત કરવા અરજી કરી શકતા હતા. 16મી ફેબ્રુઆરીથી આ અરજી પ્રક્રિયા બંધ થઈ છે. ત્યારે વિધાનસભા ગૃહમાં હવે રાજ્ય સરકાર ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતનો સુધારા વિધાયક પસાર કરશે. ત્યારથી 4 મહિના સુધી આ લાગુ કરાશે અને સરકારની જાહેરાત બાદ જ નવી અરજી સ્વીકારી શકાશે, જેથી હાલમાં કોઈ પણ પ્રકારની નવી અરજી સત્તાધીશો અને સત્તાધીશ મંડળ દ્વારા સ્વીકારવામાં આવતી નથી.

જૂજ અરજી આવી હોવાનું સરકારે સ્વીકાર્યું: રાજ્યના અનેક તાલુકા-જિલ્લા અને નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની જૂજ અરજીઓ પ્રાપ્ત થઈ છે. જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હેતુ માટે આદર્શ આચારસંહિતા લાગુ કરવામા આવી હતી. આના કારણે જ ઓછી અરજી આવી હોવાનું કારણ પણ રાજ્ય સરકારે આગળ કર્યું છે. ત્યારે સરકાર વિધાનસભા ગૃહમાં સુધારા વિધાયક પસાર કરીને 4 મહિનાની મુદત લંબાવવાની જરૂર જણાતી હોવાનું ચર્ચા કર્યા બાદ સરકાર ચાર મહિનાની મુદત વધારી શકશે.

સરકારે જ કર્યો હતો સરવેઃ મ્યુનિસિપલ કૉર્પોરેશન, નગરપાલિકા, અર્બન ઑથોરિટી ડેવલપમેન્ટ દ્વારા સરવે કરાયો હતો. 3 મહિનાના સેમ્પલ સરવે બાદ 8,320 બિલ્ડીંગ, મકાનો, કોમર્શિયલ બિલ્ડીંગ અને સ્પેશિયલ કેટેગરી બિલ્ડીંગ તેમ જ હોસ્પિટલ અનઅધિકૃત હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મ્યુનિસિપલ કૉર્પોરેશન, નગરપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા લગભગ 35 ટકા જેટલી સરવે કરાયેલી કે, જેમની પાસે બિલ્ડીંગ યૂઝ પરમિશન જ નહતી.

આ પણ વાંચોઃ Sujalam Suflam Yojna 2023 : સીએમ ભૂપેન્દ્ર પટેલે વહેલી શરુ કરાવી સુજલામ સુફલામ યોજના, મુદત વધારી માટીનો ભાવ પણ વધાર્યો

જાન્યુઆરી 2022 માસમાં શરૂ થયેલા સરવેમાં અમદાવાદની 1,050 બિલ્ડીંગ, સુરતની 1,000, રાજકોટની 750 અને વડોદરાની 800 જેટલી બિલ્ડીંગમાં મંજૂરીનો સરવે કરાયો હતો, જેમાં અમદાવાદની 1,050 બિલ્ડીંગમાંથી 32 ટકા બિલ્ડિંગમાં પરમિશન જ નહતી. જ્યારે તમામ 2,160 બિલ્ડીંગ નગરપાલિકા, 5600 કૉર્પોરેશન વિસ્તારમાં, 560 બિલ્ડીંગ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા સરવે કરાયો હતો. ભૂતકાળમાં રાજ્ય સરકારે વર્ષ 2005, 2011માં ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવી હતી. ત્યારે હવે ફરીથી 2022 અને 2023માં કાયદો લાવવાની જરૂર પડી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.