ETV Bharat / state

Bhanuben Babaria : 4,61,459 લાભાર્થીઓને 224.71 કરોડની લોન સહાય ચૂકવાઇ, ભાનુબેન બાબરિયાએ કરી ડિજિટલ ચૂકવણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2023, 8:21 PM IST

Bhanuben Babaria :  4,61,459 લાભાર્થીઓને 224.71 કરોડની લોન સહાય ચૂકવાઇ, ભાનુબેન બાબરિયાએ કરી ડિજિટલ ચૂકવણી
Bhanuben Babaria : 4,61,459 લાભાર્થીઓને 224.71 કરોડની લોન સહાય ચૂકવાઇ, ભાનુબેન બાબરિયાએ કરી ડિજિટલ ચૂકવણી

ગાંધીનગરમાં સામાજિક ન્યાય અને અધિકારિતાપ્રધાન ભાનુ બાબરિયાની ઉપસ્થિતિમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના નવ જિલ્લાના લાભાર્થીઓને લોન સહાય આપવામાં આવી હતી. વિવિધ યોજનાઓના કુલ 4,61,459 લાભાર્થીઓને 224.71 કરોડની લોન સહાય આપવામાં આવી છે.

ગાંધીનગર : ગાંધીનગરમાં સામાજિક ન્યાય અને અધિકારિતાપ્રધાન ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં લોન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના ખાતાના વડા તથા નિગમોના જુદી-જુદી યોજનાઓના લાભાર્થીઓને લોન/સહાય વિતરણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે. જેમાં કુલ 4,61,459 લાભાર્થીઓને 224.71 કરોડની લોન સહાય આપવામાં આવી છે. સાથે જ અનુસૂચિત જાતિ નિગમના સીધા ધીરાણના 941 લાભાર્થીઓનો ડ્રો કરી ડિજિટલી સહાય ચૂકવવામાં આવી હતી. જિલ્લા માહિતી કચેરી ગાંધીનગર દ્વારા આ વિશે સત્તાવાર માહિતી આપવામાં આવી છે.

રાજ્યના છેવાડાના માનવી સમ્માનભેર જિંદગી જીવે એ જ સરકારની નેમ રહી છે. અમારી સરકાર બંધારણના મૂલ્યોને આત્મસાત કરીને જનજનનો વિકાસ કરવામાં માને છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સરકારે ગરીબ કલ્યાણ મેળા દ્વારા જરૂરતમંદોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ કામગીરી કરી છે... ભાનુબેન બાબરિયા (સામાજિક ન્યાય અને અધિકારિતાપ્રધાન )

કોમ્પ્યુટરાઈઝડ ડ્રો : આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ ડીબીટી યોજના મારફતે સીધો જ બેંક ખાતામાં જમા થાય છે. ઉપરાંત લાભાર્થીઓને પારદર્શિતા સાથે યોજનાના લાભ મળી રહે તે માટે કોમ્પ્યુટરાઈઝડ ડ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે તેમણે દિવ્યાંગજનોના ઉત્થાન માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજનાઓની માહિતી આપી જરૂરતમંદ વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે તેમ પણ જણાવ્યું હતું.

  • યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના જનસેવામાં સમર્પિત સેવા અને સુશાસનના 22 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં ઉપસ્થિત રહીને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના ખાતાના વડા તથા નિગમોની જુદી જુદી યોજનાઓ અંતર્ગત ઉત્તર અને મધ્ય ગુજરાતના નવ… pic.twitter.com/ScnOM317hs

    — Bhanuben Babariya (@BhanubenMLA) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સહાયરૂપ બનવા સરકાર હંમેશા તત્પર : આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકપ્રદાન ભીખુસિંહજી પરમારે જણાવ્યુ હતું કે, સરકાર છેવાડાના લોકો સુધી વિકાસ યોજનાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. લોકો સન્માનથી જીવી શકે અને તેઓને આર્થિક પગભર થવા માટે સહાયરૂપ બનવા સરકાર હંમેશા તત્પર છે.

જીએનએલયુમાં યોજાયો કાર્યક્રમ : ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણપ્રધાન ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના ખાતાના વડા તથા નિગમોના જુદી-જુદી યોજનાઓના લાભાર્થીઓનો લોન/સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

9 જિલ્લાના લાભાર્થીઓને ચૂકવાઇ સહાય : કાર્યક્રમમાં અમદાવાદ ઝોનના ઉત્તર અને મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ એમ કુલ નવ જિલ્લાના જુદી જુદી યોજનાઓના કુલ 4,61,459 લાભાર્થીઓને રૂ. 224.71 કરોડની લોન સહાય તેમજ અનુસૂચિત જાતિ નિગમના સીધા ધિરાણના 941 લાભાર્થીઓનો ડ્રો કરી ડિજિટલી સહાય ચૂકવવામાં આવી હતી.

224 કરોડથી વધુની સહાય : કાર્યક્રમમાં સરકારની જુદી જુદી યોજનાઓ જેવી કે, કુંવરબાઇનું મામેરૂ યોજના, સાતફેરા સમુહ લગ્ન સહાય, ર્ડા.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન પ્રોત્સાહક યોજના, વિદેશ ઉચ્ચ અભ્યાસ અર્થે લોન, આવાસ યોજના તથા વિવિધ નિગમોની સીધાધિરાણ યોજના તેમજ સ્વરોજગાર લક્ષી લોન યોજના હેઠળ અનુસૂચિત જાતિના-1239 લાભાર્થીઓને રૂ.5.28કરોડ, વિકસતી જાતિના-4689 લાભાર્થીઓને રૂ.39.78 કરોડની સહાય કરવામાં આવી હતી. આ ઉપરાંત સમાજ સુરક્ષા હેઠળની દિવ્યાંગ લગ્ન સહાય, સંત સુરદાસ, નેશનલ ડિસેબિલીટી પેન્શન, દિવ્યાંગોને એસ.ટી.માં મફત મુસાફરી, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય, પાલક માતા-પિતા, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શનના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા. આ સિવાય નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળના4,55,531 લાભાર્થીઓના 179.63 કરોડ એમ મળીને કુલ 224 કરોડથી વધુની સહાય કરવામાં આવી હતી.

  1. Navratri 2023 : ગાંધીનગરમાં નવરાત્રીમાં રામકથા મેદાનમાં યોજાશે કેસરિયા ગરબા, જૂઓ કઇ મહત્ત્વની થીમ પર થઇ રહ્યું છે આયોજન
  2. Gandhinagar News : 2022માં 156 આપી, પરિણામ સ્વરૂપે જ્ઞાન સહાયક યોજના મળી, લોકસભામાં લોકોને સમજાવીશું
  3. Gujarat Public Universities Act : રાજ્યપાલ દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બિલને મંજૂરી, જાણો શું છે આ એક્ટ અને તેની જોગવાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.