ETV Bharat / state

Gandhinagar News: રાજ્યમાં સીઝનનો 32 ટકા વરસાદ, મેંદરડામાં સૌથી વધારે મેઘકૃપા

author img

By

Published : Jul 3, 2023, 2:13 PM IST

ગુજરાતમાં મોસમનો 32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદી મોજ મેંદરડામાં 5 ઇંચ વરસાદ સાથે જોવા મળી છે. સોમવારે રાજ્યમાં સવારના 10 થી 12 વાગ્યા સુધી ફક્ત 3 તાલુકામાં વરસાદ પડ્યો છે.

Gandhinagar News : રાજ્યના 32 ટકા વરસાદ, મેંદરડામાં 5 ઇંચ વરસાદ, સવારના 10 થી 12 વાગ્યા સુધી ફક્ત 3 તાલુકામાં વરસાદ
Gandhinagar News : રાજ્યના 32 ટકા વરસાદ, મેંદરડામાં 5 ઇંચ વરસાદ, સવારના 10 થી 12 વાગ્યા સુધી ફક્ત 3 તાલુકામાં વરસાદ

ગાંધીનગર : રાજ્યમાં ચોમાસાની સારી શરૂઆત થઈ છે ત્યારે ગુજરાતમાં શરુઆતના 10 દિવસોમાં ગુજરાતમાં 100 ટકામાંથી 32 ટકા વરસાદ સિઝનનો નોંધાયો છે. ત્યારે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે અને છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં સરેરાશ એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

મોસમનો 32 ટકા વરસાદ
મોસમનો 32 ટકા વરસાદ

સૌથી ઓછો વરસાદ : પૂર્વ ગુજરાતમાં વરસાદ બાબતે ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી માહિતી મુજબ રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 32 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 87.44 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 46.71 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 29.29૨ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 26.09 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ પૂર્વ ગુજરાત ઝોનમાં 20.40 ૨ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

સવારે 10 થી 12 વાગ્યા સુધીમાં ફક્ત 3 તાલુકામાં વરસાદ : સ્ટેટ ઇમરજન્સી સેન્ટર તરફથી જાહેર કરેલ માહિતીની વાત કરવામાં આવે તો સવારના 10 વાગ્યાથી બપોરના 12:00 વાગ્યા સુધી ફક્ત ત્રણ જ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના માંગરોળ તાલુકામાં 5 એમએમ, નવસારીના ખેરગામ તાલુકામાં 2 મિમિ અને ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં 1 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે સવારના 6:00 વાગ્યાથી બપોરના 12:00 વાગ્યા સુધીમાં 14 જિલ્લાના 14 તાલુકાઓમાં જ વરસાદ નોંધાયો છે જે એક ઈંચ કરતા પણ ઓછો વરસાદ 3 જુલાઈના રોજ સવારે 6:00 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં નોંધાયો છે.

83 તાલુકાઓમાં વરસાદ : ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ રાજ્યભરમાં શ્રીકાર વરસાદ વરસ્યો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા કલાક દરમિયાન રાજ્યમાં સરેરાશ એક ઈંચથી પણ ઓછો એટલે કે માત્ર પાંચ મિમિ જેટલો વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં સૌથી વધુ 120 મિ.મી. એટલે કે આશરે 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના અન્ય 3 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ અને 13 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના કુલ 83 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

ફક્ત 3 તાલુકામાં વરસાદ
ફક્ત 3 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં ક્યાં વરસાદ પડ્યો છેલ્લા 24 કલાક દરમિયાન ગીર સોમનાથના તાલાલા તાલુકામાં 87 મીમી, ભરૂચના વાલિયા તાલુકામાં 65 મીમી, જૂનાગઢના માંગરોળ તાલુકામાં 59 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના કેશોદ, વંથલી અને વલસાડમાં 41 મીમી, દાહોદ તાલુકામાં 36 મીમી, માળીયા હાટીના તાલુકામાં 35 મીમી, સુત્રાપાડા અને ડોલવણ તાલુકામાં 34 મીમી, ધરમપુર તાલુકા ગઢડા 33 મીમી અને ડાંગ-આહવા તાલુકામાં 30 મીમી વરસાદ નોંધાયો હતો. ગારીયાધાર અને ખાંભા તાલુકામાં 28 મીમી અને રાજુલા તાલુકામાં 25 મી.મી. કુલ 13 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આમ રાજ્યના કુલ 83 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે.

  1. Gujarat Monsoon Update: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, જો કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  2. Rain News : જળમગ્ન બનેલા ગુજરાતમાં ફરી હવામાન વિભાગની વરસાદની આગાહી, ક્યાં વિસ્તારમાં કર્યુ એલર્ટ જાહેર કરાયું જૂઓ
  3. Rajkot Rain: મોજ ડેમના દરવાજા ખોલાતા ગઢાળા ગામનો મુખ્ય રસ્તો બંધ, લોકોને મુશ્કેલી વધી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.