ETV Bharat / state

કુડાસણ રાજધાની સોસાયટી પાસે 140 બેડનું રેનબસેરા બનાવતાં રહીશોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું

author img

By

Published : Feb 3, 2020, 7:02 PM IST

ગાંધીનગર શહેરમાં ઘરવિહોણા લોકો માટે મહાનગરપાલિકા દ્વારા રેનબસેરા બનાવવામાં આવી રહ્યું છે. ગુડા વિસ્તારમાં આવેલી રાજધાની સોસાયટી પાસે રેનબસેરા બનાવવામાં આવતા રહીશોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્રણ દિવસથી સોસાયટીની પાસે રેનબસેરાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યાં આંદોલન કરવામાં આવી રહ્નુંયું છે. રહીશોએ કહ્યું કે કોર્પોરેશન દ્વારા ખોટી જગ્યા પસંદ કરવામાં આવી છે. જો આ કામગીરી બંધ કરવામાં નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે પણ આંદોલન કરવામાં આવશે.

ગાંધીનગરમાં રહેણાંક વિસ્તારમાં રેનબસેરાનો રહીશોએ કર્યો વિરોધ
કુડાસણ રાજધાની સોસાયટી પાસે 140 બેડનું રેનબસેરા બનાવતાં રહીશોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું

રાજધાની સોસાયટીના રહીશોએ કહ્યું કે મહાનગરપાલિકા દ્વારા ખોટી જગ્યા પસંદ કરવામાં આવી છે. ઘરવિહોણા લોકોને ઘર આપવું જોઈએ તેમાં અમારી કોઇ જગ્યા નથી. પરંતુ જ્યારે રેલવે સ્ટેશન બસ સ્ટેશન નજીક પડતું હોય તેવી જગ્યાએ રેઇન બસેરા બનાવવું જોઈએ. જ્યારે કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે અધિકારીઓ દ્વારા અમને ખોટું બોલવામાં આવ્યું હતું. અહીંયા રેઇન બસેરાની જગ્યાએ બાળકોને રમવા માટેનો બગીચો લાઈબ્રેરીની પણ સુવિધા મહાનગરપાલિકા કરી શકતું હતું. પરંતુ તેમ કરવામાં આવી રહી નથી. સોસાયટીની બિલકુલ બાજુમાં રેનબસેરા બનાવવાના કારણે ચોરી સહિતની શક્યતાઓ પણ નકારી શકાતી નથી.

કુડાસણ રાજધાની સોસાયટી પાસે 140 બેડનું રેનબસેરા બનાવતાં રહીશોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું
મહાનગરપાલિકા દ્વારા મહાપાલિકા વિસ્તારમાં અગાઉ આ કામગીરીના શ્રીગણેશ કર્યા હતા. પરંતુ ક્યાં વિરોધ થવાના કારણે ગુડા વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે. જેને લઇને આ મારો સખત વિરોધ છે. મહાપાલિકાને બસેરા બનાવવું હોય તો તેમના વિસ્તારમાં બનાવવામાં આવે તેવી અમારી માંગણી છે. રાજધાની સોસાયટીના રહીશો નો વિરોધ જોઈને મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો હતો. બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જે લોકો આંદોલન કરી રહ્યા હતા તેમને દબાણપૂર્વક ઉભા કરી દેવામાં આવ્યા છે. સોસાયટીના રહીશોએ કહ્યું હતું કે, જ્યાં સુધી આ કામગીરી બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારુ આંદોલન ચાલુ જ રહેશે.
Intro:હેડ લાઈન) કુડાસણ રાજધાની સોસાયટી પાસે 140 બેડનું રેનબસેરા બનાવતા રહીશોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું

ગાંધીનગર,

ગાંધીનગર શહેરમાં ઘર વિહોણા લોકો માટે મહાનગરપાલિકા દ્વારા રેન બસેરા બનાવવામાં આવી રહ્યું છે. ગુડા વિસ્તારમાં આવેલી રાજધાની સોસાયટી પાસે રેઇન બસેરા બનાવવામાં આવતા રહીશોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સોસાયટીની પાસે જ્યાં રેઇન બસેરાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યાં આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું. રહીશોએ કહ્યું કે કોર્પોરેશન દ્વારા ખોટી જગ્યા પસંદ કરવામાં આવી છે. જો આ કામગીરી બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરવામાં આવશે.


Body:રાજધાની સોસાયટી ના રહીશોએ કહ્યું કે મહાનગરપાલિકા દ્વારા ખોટી જગ્યા પસંદ કરવામાં આવી છે. ઘર વિહોણા લોકોને ઘર આપવું જોઈએ તેમાં અમારી કોઇ જગ્યા નથી. પરંતુ જ્યારે રેલવે સ્ટેશન બસ સ્ટેશન નજીક પડતું હોય તેવી જગ્યાએ રેઇન બસેરા બનાવવું જોઈએ. જ્યારે કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે અધિકારીઓ દ્વારા અમને ખોટું બોલવામાં આવ્યું હતું. અહીંયા રેઇન બસેરાની જગ્યાએ બાળકોને રમવા માટેનો બગીચો લાઈબ્રેરીની પણ સુવિધા મહાનગરપાલિકા કરી શકતું હતું. પરંતુ તેમ કરવામાં આવી રહી નથી. સોસાયટીની બિલકુલ બાજુ માં રેનબસેરા બનાવવાના કારણે ચોરી સહિતની શક્યતાઓ પણ નકારી શકાતી નથી.


Conclusion:મહાનગરપાલિકા દ્વારા મહાપાલિકા વિસ્તારમાં અગાઉ આ કામગીરીના શ્રીગણેશ કર્યા હતા. પરંતુ ક્યાં વિરોધ થવાના કારણે ગુડા વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે. જેને લઇને આ મારો સખત વિરોધ છે. મહાપાલિકાને બસેરા બનાવવું હોય તો તેમના વિસ્તારમાં બનાવવામાં આવે તેવી અમારી માંગણી છે. રાજધાની સોસાયટી ના રહીશો નો વિરોધ જોઈને મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો હતો. બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જે લોકો આંદોલન કરી રહ્યા હતા તેમને દબાણપૂર્વક ઉભા કરી દેવામાં આવ્યા છે. સોસાયટીના રહીશોએ કહ્યું હતું કે, જ્યાં સુધી આ કામગીરી બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારુ આંદોલન ચાલુ જ રહેશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.