ETV Bharat / state

Gandhinagar News: 2 ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઝ ગિફ્ટ સિટીમાં શરુ કરશે કેમ્પસ, ભારતના 1.50 લાખ વિદ્યાર્થીઓને થશે સીધો લાભ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 5:34 PM IST

ભારતમાંથી દર વર્ષે 1.50 લાખ વિદ્યાર્થીઓ ફોરેન એજ્યુકેશન માટે ઓસ્ટ્રેલિયા જાય છે. હવે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં 2 ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઝના કેમ્પસ શરુ થવાથી ઓસ્ટ્રેલિયા જતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક

2 ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઝ ગિફ્ટ સિટીમાં શરુ કરશે કેમ્પસ
2 ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઝ ગિફ્ટ સિટીમાં શરુ કરશે કેમ્પસ

2 ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઝ ગિફ્ટ સિટીમાં શરુ કરશે કેમ્પસ

ગાંધીનગરઃ ભારતમાંથી દર વર્ષે 1.50 લાખ વિદ્યાર્થીઓ ફોરેન એજ્યુકેશન માટે ઓસ્ટ્રેલિયા જાય છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હોય છે. હવે ગાંધીનગરમાં 2 ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીને મંજૂરી મળી છે. તેથી આ વિદ્યાર્થીઓને વિદેશમાં રહેવાના ખર્ચમાંથી મુક્તિ મળશે અને ફોરેન એજ્યુકેશન ઘર આંગણે મળી રહેશે.

ગિફ્ટ સિટીમાં ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઃ ભારત સરકાર અને ઓસ્ટ્રેલિયન સરકાર વચ્ચે શિક્ષણક્ષેત્રે અનેક MoU થયા છે. જેમાં 2 ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સેન્ટર્સ શરુ કરવા માટે મંજૂરી અપાઈ છે. દેશના કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ માહિતી આપી છે. બંને દેશો વચ્ચે થયેલ MoUને પગલે ભારતમાં 6 ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી પોતાના સેન્ટર્સ શરુ કરશે. જેમાંથી લોંગેસ્ટ યુનિવર્સિટી અને ડેકિન યુનિવર્સિટી ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે પોતાના સેન્ટર્સ સ્થાપશે.

PDEUની મુલાકાતઃ ગુજરાતની મુલાકાતે ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન મિનિસ્ટર સહિત 14 ડેલિગેટ્સ આવ્યા છે. આ સમગ્ર ડેલિગેશનને દેશના કેન્દ્રીય પ્રધાન 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર' અને 'પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી'ની મુલાકાત લેશે. જ્યાં તેઓ ગુજરાતના વિદ્યાર્થીઓ એક જ ડેટા પર કઈ રીતે શૈક્ષણિક કાર્ય કરે છે તેની માહિતી મેળવશે.

દેશની અલગ અલગ યુનિવર્સિટી સાથે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી MoU કરવાની છે, જે પૈકી 2 ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીના કેમ્પસ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં સ્થપાશે. જેના પરિણામે જે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવા માટે જાય છે તેમણે ઘણી રાહત મળશે અને આર્થિક રીતે પણ અનુકુળતા મળશે. અત્યારે ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયા વચ્ચે 400થી વધુ રિસર્ચ પ્રોગ્રામ ચાલી રહ્યા છે. આ ઉપરાંત સ્ટુડન્ટ અને ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે...ધર્મેન્દ્ર પ્રધાન(કેન્દ્રીય શિક્ષણ પ્રધાન)

  1. PM Modi visit to Gujarat : પીએમ મોદી 29 જુલાઈએ અહીં કરશે મહત્ત્વપૂર્ણ કાર્ય
  2. GIFT સિટીને બનાવાશે ગ્લોબલ ફાઈનાન્શિયલ હબ, કેન્દ્રિય ગૃહપ્રધાને કરી સમીક્ષા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.