ETV Bharat / state

ગાંધીનગર કોરોના અપડેટ: 15 નવા પોઝિટિવ કેસ, કલોલમાં 2ના મોત

author img

By

Published : Jun 14, 2020, 2:05 AM IST

ગાંધીનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 500ની નજીક પહોંચી છે. શનિવારે શહેરમાં વધુ 6 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 9 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 4 લોકોના મોત નીપજ્યા છે.

corona update
corona update

ગાંધીનગર: જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરના સંક્રમિત દર્દીઓનો આંકડો 500ની નજીક પહોંચી ગયો છે. શનિવારે ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો બોમ્બ ફૂટયો હોય તેવા આંકડા સામે આવ્યા છે. શહેરમાં શનિવારે વધુ 6 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 9 લોકો સંક્રમિત થયા છે. આ ઉપરાંત બે લોકોના મોત પણ થયા છે.

ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં આવેલી સેક્ટર-21 પોલીસ ક્લબમાં કામ કરતો 19 વર્ષીય યુવાન ચાંગોદરથી આવ્યો હતો. જીઇબી કોલોનીમાં સલુનની દુકાન ધરાવતો 31 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. પરિવારની બે વ્યક્તિને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે, જ્યારે બે દિવસથી દુકાન બંધ કરાવવામાં આવી છે. દુકાનમાં 20 વ્યક્તિઓના દાઢી-વાળ કાપ્યા હતા.

સેક્ટર-21ના સરકારી ક્વાર્ટરમાં રહેતા અને જૂના સચિવાલયમાં ફરજ બજાવતા 54 વર્ષીય આધેડ કોરોનાના ભોગ બન્યા છે. ત્યારે પરિવારના 3 સભ્યોને ક્વોરેન્ટાઇન કરાયા છે. સેક્ટર-13-બીનો 32 વર્ષીય યુવાન વીસનગરના ગોઢવામાં બેન્કમાં નોકરી કરે છે. જે પોઝિટિવ આવતા પરિવારના 4 સભ્યોને ક્વોરેન્ટાઇન કર્યા છે. સેક્ટર-4-સીના 56 વર્ષીય આધેડ અને 50 વર્ષીય મહિલા કોરોનામાં સપડાયા છે. સેફ ઝોનવાળા પરિવારના વધુ 2 સભ્યો સંક્રમિત થયા છે.

દહેગામમા 54 વર્ષીય આધેડ ડાયાબીટીસની બિમારી, ન્યુમોનિયાની બિમારીની અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આધેડ દરજીની દુકાન ધરાવે છે. પરિવારના 4 સભ્યોને ક્વોરેન્ટાઇન કર્યા છે. દહેગામ તાલુકાના અમરાભાઇના મુવાડા રહેતા 55 વર્ષીય આધેડને શરદી, ખાંસી અને તાવની બિમારીની હતી, જેને સારવાર માટે ગાંધીનગર હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં કોરોના ટેસ્ટ કરાતા પોઝિટિવ આવ્યાં છે. તેમનાં પરિવારના 3 સભ્યોને ક્વોરેન્ટાઇન કર્યા છે. ગાંધીનગરનાં કોલવડાની 38 વર્ષીય મહિલા, ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં નોકરી કરે છે, જે પોઝિટિવ આવી છે.

માણસા તાલુકાના રિદ્રોલ 73 વર્ષીય વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયાં છે. જ્યારે મુંબઇમા રહેતો 38 વર્ષીય યુવાન માતા-પિતાને મળવા ગત 7મીએ આવ્યો હતો. જે તાવની બિમારીથી પીડાતા ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. ધોળાકુવા ગામનો 71 વર્ષીય વૃદ્ધને તાવની બિમારી હોવાથી કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. વૃદ્ધ અમદાવાદના મેઘાણીનગરમાં રહે છે.

કલોલમા રહેતી 27 વર્ષીય મહિલા અને 65 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત થયુ છે. ટાવર ચોકમાં રહેતો 65 વર્ષીય વૃદ્ધને તાવની બિમારીને લીધે કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. ઉમિયાનગરમાં રહેતા 54 વર્ષીય મહિલા કોરોનામાં સપડાઇ છે. હાઉસિંગના મકાનોમાં રહેતી 70 વર્ષીય વૃદ્ધા કોરોનામાં સપડાઇ છે. તાવ અને ખાંસીની બિમારીની સારવાર ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.