ETV Bharat / state

ગાંધીનગર: સાતેજના વડસરમાં હાઈટેન્શન લાઈનને અડી જતા 5 મજૂરના મોત, 3નો આબાદ બચાવ

author img

By

Published : Sep 8, 2020, 10:28 PM IST

ગાંધીનગરના કલોલ તાલુકાના સાંતેજના એસ્ટેટની એક કંપનીમાં લોખંડની સીડી વીજ લાઇનને અડી જતા કરંટ લાગવાથી 5 મજૂરના મોત થયા છે. જ્યારે દાઝી જવાથી 3 યુવકને ગંભીર ઇજાઓ થઇ છે. આ કરૂણ ઘટનાથી સાથી કર્મચારીઓમાં અરેરાટી ફેલાઇ છે. આ બનાવ અંગે સાંતેજ પોલીસે તપાસ હાથ ધરી છે.

laborers
સાતેજના વડસરમાં હાઇટેન્શન લાઇને અડી જતા 5 મજૂરના મો

ગાંધીનગર: કલોલ તાલુકાના સાંતેજના એસ્ટેટની એક કંપનીમાં લોખંડની સીડી વીજ લાઇનને અડી જતા કરંટ લાગવાથી 5 મજૂરના મોત થયા છે. જ્યારે દાઝી જવાથી 3 યુવકને ગંભીર ઇજાઓ થઇ છે.

laborers
3નો આબાદ બચાવ

પોલીસના જણાવ્યા પ્રમાણે સાંતેજમાં વડસર જવાના રોડ પર ભારત એલ્યુમિનિયમ કંપની પાછળ મિલન એસ્ટેટના પ્લોટ નંબર 8મા ઓમ ફાયબર ગ્લાસ નામની ફેબ્રીકેશનની નવી કંપની બની રહી છે. જેમાં શેડ બનાવવાનું કામ ચાલતુ હતું.

laborers
સાતેજના વડસરમાં હાઇટેન્શન લાઇને અડી જતા 5 મજૂરના મો

જે દરમિયાન 22 ફૂટ ઉંચી લોખંડની સીડી 8 મજૂરો શેડમાંથી બહાર કાઢી રહ્યાં હતાં. તે સમયે ઉપરથી પસાર થતી થ્રી ફેઝની 11 કેવી લાઇનના સંપર્કમાં સીડી આવતાની સાથે કરંટ લાગતા 8 મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતાં. તે પૈકી 5 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત 3 જણાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

laborers
સાતેજના વડસરમાં હાઇટેન્શન લાઇને અડી જતા 5 મજૂરના મો

મૃતકના નામ

  • કાર્તિક મનુ બિસે (18 વર્ષીય, રહેવાસી, ઘાટલોડિયા)
  • મહેશ બસરા ફૂલેરા (35 વર્ષીય, રહેવાસી, વાસણા)
  • ભાવુ કપુર ઠાકોર (32 વર્ષીય, રહેવાસી, સેટેલાઇટ)
  • બજરંગીરાય નારાયણરાય (25 વર્ષીય, રહેવાસી, ઝારખંડ)
  • પંકજ હિંમત (36 વર્ષીય રહેવાસી, સંત રોહિદાસ નગર, ચાંદલોડિયા)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.