ETV Bharat / state

રાજ્યમાં ટૂક સમયમાં ઉપલબ્ધ થશે કોરોના ટેસ્ટ માટેની સેલ્ફ ટેસ્ટ કિટ ‘‘કોવિ સેલ્ફ’’ (coviself)

author img

By

Published : Jul 2, 2021, 3:35 PM IST

Updated : Jul 3, 2021, 12:49 PM IST

કોરોનાની બીજી લહેરમાં કોરોના ટેસ્ટીગ માટે અનેક જગ્યાએ લાંબી લાઈનોના દર્શયો જોવા મળ્યા હતા. જ્યારે RTPCR ટેસ્ટ માટે 48 કલાકની રાહ જોવાનો વારો આવ્યો હતો. ત્યારે લોકો ઘરે જ કોરોના બાબતે પોતાની રીતે જ ટેસ્ટ કરી શકે તે માટે પુજારા ગ્રુપ (Poojara Group) દ્વારા ખાસ કોવી સેલ્ફ કીટ (coviself Kit)નું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી

રાજ્યમાં ટૂક સમયમાં ઉપલબ્ધ થશે સેલ્ફ કોવી ટેસ્ટ કીટ
હવે નાગરિકો પોતાની રીતે કરી શકશે ટેસ્ટિંગ
રાજ્યના તમામ મેડિકલમાં ઉપલબ્ધ હશે કોવી સેલ્ફ કીટ
કોવી સેલ્ફ કિટ (CoviSelf Kit )ના ઉત્પાદક યોગેશ પૂજારાએ મુખ્યપ્રધાન સાથે કરી મુલાકાત

ગાંધીનગર : કોરોનાની બીજી લહેરમાં કોરોના ટેસ્ટીગ માટે અનેક જગ્યાએ લાંબી લાઈનોના દર્શયો જોવા મળ્યા હતા.ત્યારે લોકો ઘરે જ કોરોના બાબતે પોતાની રીતે જ ટેસ્ટ કરી શકે તે માટે પુજારા ગ્રુપ દ્વારા ખાસ કોવી સેલ્ફ કીટનું ઉત્પાદન કર્યું છે. જે બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે પુજારા ગ્રૂપના એ.ડી. યોગેશ પુજારા (Yogesh Poojara)એ મુલાકાત લીધી હતી અને ટૂક જ સમયમાં આ કીટ રાજ્યના તમામ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ હોવાની જાહેરાત કરી હતી.

માયલેબ દ્વારા તૈયાર કરાઈ ખાસ કીટ

‘‘કોવિ સેલ્ફ’’ ટેસ્ટ કિટ વધુ જાગૃતિ લાવશે તેવું નિવેદન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani )એ આપ્યું હતું. જ્યારે કોરોના મહામારીના સમયસરના નિદાન માટેનું ટેસ્ટિંગ સરળ અને ઘર આંગણે થઇ શકે તેવી સેલ્ફ ટેસ્ટ કિટ ‘‘કોવિ સેલ્ફ’’ માયલેબ દ્વારા નિર્માણ કરવામાં આવી છે. આ સેલ્ફ ટેસ્ટ કિટ ગુજરાતમાં પૂજારા ગૃપના સહયોગથી લોકો-નાગરિકો માટે રાજ્યના તમામ મુખ્ય શહેરોના અગ્રણી મેડીકલ-ફાર્મસી સ્ટોર્સ પરથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી

આ પણ વાંચો : હવે ચપટી વગાડતા રાજકોટની પ્રજાના પ્રશ્નો થશે સોલ્વ જાણો કઇ રીતે...


કીટની તમામ માહિતી મુખ્યપ્રધાન સમક્ષ રજૂ કરાઈ

મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ આ કોવિ સેલ્ફ કોવિડ-19 સેલ્ફ ટેસ્ટ કિટનું નિદર્શન અને વિસ્તૃત વિગતો આ પ્રોડકટના ગુજરાત પાર્ટનર અને સુપર સ્ટોકિસ્ટ પૂજારા ગૃપના ચેરમેન યોગેશભાઇ પૂજારા અને ટીમ દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું.કોરોના સંક્રમણ નિયંત્રણ માટે વ્યાપક ટેસ્ટિંગના અભિગમમાં આ ‘‘કોવિ સેલ્ફ’’ ટેસ્ટ કિટ ઘરે બેઠા જાતે કોરોના ટેસ્ટ માટેની વધુ જાગૃતિ લાવશે.

આ પણ વાંચો : આરોગ્ય પ્રધાનનો રાહુલ ગાંધી પર પલટવાર, કહ્યું- અહંકાર અને અજ્ઞાનતાના વાઈરસની કોઈ વેક્સિન નથી

ICMR દ્વારા પ્રમાણિત કીટ


કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મોટા પ્રમાણમાં કોરોના ટેસ્ટની જરૂરિયાત ઉભી થઇ હતી. હવે,આવી સેલ્ફ ટેસ્ટ કિટ લોકોને ઘરે બેઠા પોતાની જાતે જ કોરોના ટેસ્ટ કરવાની સગવડ આપવામાં ઉપયુકત બનશે. માયલેબ દ્વારા નિર્માણ પામેલી આ કોવિ સેલ્ફ કિટથી પુખ્તવયની વ્યક્તિઓ પોતાની જાતે જ કોવિડ-19 ટેસ્ટ કરીને ICMR પ્રમાણિત સર્ટીફિકેટ પણ મેળવી શકે છે.

Last Updated : Jul 3, 2021, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.