ETV Bharat / state

Pre monsoon Action Plan: 8 મહાનગરપાલિકાઓના પ્રી મોનસુન એક્શન પ્લાન તૈયાર, CMએ કરી સમીક્ષા

author img

By

Published : Jun 7, 2023, 5:43 PM IST

Updated : Jun 7, 2023, 6:03 PM IST

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 8 મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. નાગરિકોને કોઈ સમસ્યા ન થાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતાં.

Pre monsoon Action Plan: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રિ-મોન્સુન એક્શન પ્લાનની સર્વગ્રાહી સમીક્ષા કરી
Pre monsoon Action Plan: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રિ-મોન્સુન એક્શન પ્લાનની સર્વગ્રાહી સમીક્ષા કરી

ગાંધીનગર: ચોમાસું શરૂ થતાની સાથે જ ઠેર-ઠેર પાણી ભરાવાની અને ભુવા પડવાની સમસ્યા રહેતી હોય છે. આ સમસ્યાને અગાઉ જ રોકવા મહાનગરપાલિકાઓમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.

પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન તૈયાર: અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-ર૦ર૩ અન્વયે જે પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કર્યા છે. તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા પરામર્શ કરીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યપ્રધાને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા કે, બદલાયેલી વરસાદી પેટર્નને ધ્યાને રાખીને આ એક્શન પ્લાનમાં જરૂરી વ્યવસ્થાઓ મહાનગરોમાં ઊભી થવી જરૂરી છે.

મુખ્યપ્રધાનના મહત્વપૂર્ણ સૂચન: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખાસ માર્ગો-રસ્તાઓની કામગીરી સંદર્ભમાં કોઇ ઢિલાશ ચલાવી લેવાશે નહીં તેવી તાકીદ કરી હતી. તેઓએ કહ્યું કે, આ વર્ષે બનેલા રસ્તાઓમાં જો કોઈ ક્ષતિ ઊભી થાય તો જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવામાં પણ ખચકાટ રાખવામાં નહીં આવે. માર્ગોની જાળવણી, પાણીની અને ડ્રેનેજ લાઇનમાં કોઈ વિક્ષેપ ન આવે તેની કામગીરી પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી હતી. ભૂપેન્દ્ર પટેલે મહાનગરોમાં લોકોની ચોમાસા દરમિયાન નાની ફરિયાદ કે રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ આપવા જણાવ્યું હતું. જવાબદાર અધિકારીનો ફોનથી પણ સંપર્ક થઇ શકે તે બાબત પર ભાર મૂક્યો હતો.

મ્યુનિ. કમિશનરોનું માઇક્રો પ્લાનિંગ: મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવો તથા અગ્ર સચિવોની ઉપસ્થિતીમાં આ વિડીયો કોન્ફરન્સ બેઠક યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનરોએ પોતાના મહાનગરોમાં કરેલા આયોજનોની વિસ્તૃત વિગતો આપી હતી. જેમાં પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન સંદર્ભમાં મહાનગરોમાં મેન હોલ તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા, જર્જરિત અને ભયજનક ઇમારતો-મિલ્કતને દૂર કરવાની કામગીરી અંગે જણાવ્યું હતું. 24x7 સેન્ટ્રલ કંટ્રોલ રૂમ અને સી.સી.ટીવી નેટવર્ક સુદ્રઢીકરણ તથા ભારે વરસાદની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. જરૂરી અદ્યતન સાધન-સામગ્રીનું વ્યવસ્થાપન, આરોગ્ય સુવિધા, લોકોને ચેતવણી આપવા માટેની કોમ્યુનિકેશન સિસ્ટમ સહિતના માઇક્રો પ્લાનીંગથી મુખ્યપ્રધાનને માહિતગાર કર્યા હતા.

બદલાતી વરસાદી પેટર્ન ધ્યાને રાખીને એક્શન પ્લાનમાં જરૂરી વ્યવસ્થા ઊભી થવી જોઇએ. આ વર્ષે બનેલા રસ્તાઓમાં ચોમાસામાં ક્ષતિ થશે તો સંબંધિત જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવામાં ખચકાટ નહીં રખાય. નાગરિકોની નાની-નાની રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ મળે તે માટે અધિકારીઓ ફોન પર ઉપલબ્ધ રહે.--- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

વિકટ પરિસ્થિતિ માટે તૈયાર: મહાનગરોમાં આ કાર્યવાહી સંદર્ભે મોકડ્રીલ પણ યોજવામાં આવી છે. તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. ભારે વરસાદને કારણે નાગરિકો, પશુઓનું સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થાય તેવું બની શકે. તેવા સંજોગમાં રિહેબીલીટેશન ટીમ, સલામત સ્થળો નિર્દિષ્ટ કરવાની કામગીરી અંગે પણ બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી. શહેરી વિકાસ અગ્ર સચિવ સંજીવકુમારે પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અંગે ઝિણવટપૂર્ણ માર્ગદર્શન આપતું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું. મુખ્ય સચિવ રાજકુમારે મહાનગરપાલિકાઓ દ્વારા હાથ ધરાયેલી આ આગોતરી કામગીરીની સરાહના કરતાં કહ્યું કે, અન્ય નાની નગરપાલિકાઓ કે નગરોમાં વરસાદની વિકટ સ્થિતિ સર્જાય તો મહાનગરો પોતાની સાધન-સામગ્રી ત્યાં મદદ માટે પહોંચાડવાનો સંવેદનાપૂર્ણ અભિગમ દાખવે.

  1. Ahmedabad News : અમદાવાદમાં વરસાદ વરસતા તંત્રની પોલ ખુલ્લી, 370 ફરિયાદો AMCને મળી
  2. Mockdrill planning in Pavijetpur : છોટાઉદેપુરમાં NDRFની મોકડ્રીલ, કુદરતી આપત્તિઓ અંગે આપ્યું માર્ગદર્શન
Last Updated : Jun 7, 2023, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.