ETV Bharat / state

Gujarat Cabinet meeting : આવતીકાલે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 4, 2023, 8:10 PM IST

રાજ્યના હિતને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવે છે. ત્યારે આ તમામ નિર્ણયો કેબિનેટ બેઠકમાંથી પસાર થાય છે. દર બુધવારે યોજાતી કેબિનેટની બેઠક જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે મંગળવારે જ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9:00 કલાકે કેબિનેટ બેઠક યોજાશે. આ કેબીનેટ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

Etv Bharat
Etv Bharat

ગાંધીનગર : રામ નવમીના દિવસે બરોડામાં જે રીતની ઘટના બની હતી, તેવી જ ઘટના હવે જન્માષ્ટમીના તહેવારોમાં ન બને ઉપરાંત જે રીતે સારંગપુર હનુમાનનો વિવાદ સામે આવ્યો છે, ત્યારે જન્માષ્ટમીમાં આવા કોઈ પણ પ્રકારની ઘટના સ્વામિનારાયણ મંદિરમાં ન સર્જાય તેને ધ્યાનમાં લઈને પણ કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા અને આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જન્માષ્ટમીના તહેવારનું આયોજન થયું છે. ત્યારે પોલીસ બંદોબસ્ત બાબતે પણ ખાસ ચર્ચા કે બેઠકમાં થઈ શકે છે.

સિંચાઈના પાણી છોડવા બાબતે નિર્ણય કરાશે : ચોમાસાની સિઝનમાં ઓગસ્ટ માસમાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદ ખેંચાયો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સિંચાઈનું પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ ઉભા પાકને નુકસાન ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર જે જિલ્લાઓ માંથી ખેડૂતોની માંગ આવે તેવા જિલ્લાઓમાં પાણી છોડવા બાબતનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કયા જિલ્લામાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે તેની પણ સમીક્ષા કેબિનેટ બેઠકમાં કરીને વધારાનું પાણી છોડવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે.

10 કલાક વીજળીની સમીક્ષા : વરસાદ ખેંચાવાના કારણે રાજ્યના ખેડૂતોને તકલીફ પડી રહી છે. ત્યારે રાજ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કયા જિલ્લાઓમાં 10 કલાકની વીજળી હજુ સુધી પહોંચી નથી અને જો પહોંચી છે તો તેવા જિલ્લાઓમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહ્યું છે કે નહીં તે તમામ બાબતની સમીક્ષા કેબિનેટ બેઠકમાં થઈ શકે છે.

પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી અંગે ચર્ચા : રાજ્ય સરકાર દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પણ અનેક જિલ્લાઓ અને તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં આ બાબતે પણ ખાસ ચર્ચા થઈ શકે છે. ઉપરાંત પ્રધાનોને અલગ અલગ જિલ્લાની ફાળવણી પણ કરવામાં આવશે.

  1. Meeting CM Bhupendra Patel and Naresh Patel : મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને નરેશ પટેલ વચ્ચે બેઠકથી ગુજરાતનું રાજકારણ ગરમાયું
  2. Gujarat University defamation case : આવતીકાલે અરવિંદ કેજરીવાલની રિવિઝન અરજી પર સેશન્સ કોર્ટમાં થશે સુનાવણી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.