ETV Bharat / state

BJP Yuva Morcha Yatra: ગુજરાતમાં ભાજપ યુવા મોરચા દ્વારા યાત્રાનુ આયોજન, ગામડે ગામડે ફરી કરશે પ્રચાર

author img

By

Published : Apr 4, 2022, 2:38 PM IST

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ યુવા મોરચા દ્વારા ગુજરાતમાં ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં(BJP Yuva Morcha Yatra) આવ્યું છે. આ યાત્રા 06 એપ્રિલથી 25 એપ્રિલ એમ 20 દિવસ ચાલશે. જેનું પ્રસ્થાન અમદાવાદના બાપુનગરથી થશે. આ યાત્રામાં કોરોનાકાળ દરમિયાન શહિદ થનાર કોરોના વોરિયર્સના ઘરેથી માટી લેવાશે.

BJP Yuva Morcha Yatra: ગુજરાતમાં ભાજપ યુવા મોરચાની યાત્રા, ગામડે ગામડે ફરશે આ યાત્રા
BJP Yuva Morcha Yatra: ગુજરાતમાં ભાજપ યુવા મોરચાની યાત્રા, ગામડે ગામડે ફરશે આ યાત્રા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના અમદાવાદમાં ભવ્ય રોડ શો બાદ ભાજપ યુવા મોરચા દ્વારા સમગ્ર ગુજરાતમાં(BJP Yuva Morcha Yatra) આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત (Azadi Ka Amrut Mahotsav )ભવ્ય યાત્રા યોજવામાં આવશે.

ભાજપ યુવા મોરચાની યાત્રા

06 એપ્રિલના રોજ યાત્રાનું પ્રસ્થાન થશે - આ યાત્રા 06 એપ્રિલથી 25 એપ્રિલ એમ 20 દિવસ ચાલશે. જેનું પ્રસ્થાન અમદાવાદના બાપુનગરથી થશે. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય યુવા મોર્ચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા સહિત પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને પ્રધાનો ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચોઃ વડોદરાઃ બાઈક રેલી યોજનાર પાદરા ભાજપ યુવા મોરચાના મંત્રી-મહામંત્રી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

06 એપ્રિલે ભાજપનો સ્થાપના દિન - 06 એપ્રિલે ભાજપના સ્થાપના દિનથી આ યાત્રાનું પ્રસ્થાન થશે. આખા ગુજરાતમાં ગામડે-ગામડે આ યાત્રા ફરશે. આઝાદીના 75 વર્ષના ઉપલક્ષમાં આ યાત્રામાં ઓછામાં ઓછા 75 બાઇક હશે, ઉપરાંત ગાડીઓ અને ટેબ્લો પણ હશે. યાત્રા અમદાવાદથી પહેલા ઉત્તર ગુજરાત ત્યારબાદ સુરેન્દ્રનગર થઈ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાત અને છેલ્લે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં અંત થશે.

80 જેટલી વિધાનસભા બેઠક કવર થશે - આ યાત્રામાં કોરોનાકાળ દરમિયાન શહિદ થનાર કોરોના વોરિયર્સના ઘરેથી માટી લેવાશે. આ માટે જિલ્લા કલેકટર પાસેથી શહીદ થનાર કોરોના વોરિયર્સની યાદી મંગાવાશે. આ યાત્રા 80 વિધાનસભા ક્ષેત્રમાં ફરશે, 150 જેટલી સભાઓ કરાશે અને 450 જેટલા સ્વાગત પોઇન્ટ ઉભા કરાશે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા આ યાત્રા દ્વારા ગુજરાતના મોટાભાગના લોકો સાથે સીધો સંપર્ક થશે.
આ પણ વાંચોઃ BJP Pradesh Yuva Morcha Meeting : આગામી એક મહિનો ભાજપનો યુવા મૉરચો લોકોની વચ્ચે રહેશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.