ETV Bharat / state

ગાંધીનગર દક્ષિણ બેઠક પર જામશે ખરાખરીનો ખેલ

author img

By

Published : Nov 17, 2022, 5:12 PM IST

Updated : Nov 17, 2022, 6:36 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં(gujarat legislative assembly 2022) છે. આજે ચૂંટણીના બીજા તબક્કા માટે નામાંકન કરવાનો અંતિમ દિવસ હતો. ત્યારે ગાંધીનગર દક્ષિણ બેઠક(Gandhinagar South legislative assembly)પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર હિમાંશુ પટેલે ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ બન્ને પક્ષોના ઉમેદવારોએ એકબીજા પર પ્રહાર કર્યા હતા.

ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ઉમેદવારોએ ભર્યા ફોર્મ
ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ઉમેદવારોએ ભર્યા ફોર્મ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીને(gujarat legislative assembly 2022) લઈને રણશીગું ફુંકાઈ ચૂક્યું છે. દરેક રાજકીય પક્ષો સત્તાના આ રણમેદાનમાં જીત હાંસલ કરવા સોગઠાં ખેલી રહ્યા છે. આજે ચૂંટણીના બીજા તબક્કા માટે નામાંકન કરવાનો અંતિમ દિવસ(Last day for nomination) હતો. ત્યારે ગાંધીનગર દક્ષિણ બેઠક(Gandhinagar South legislative assembly)પરથી ભાજપના ઉમેદવાર(bjp candidate) અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર(congress candidate) હિમાંશુ પટેલે ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ બન્ને પક્ષોના ઉમેદવારોએ એકબીજા પર પ્રહાર કર્યા હતા.

ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ઉમેદવારોએ ભર્યા ફોર્મ

ટિકિટના નામે મોટો વહીવટ: ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ફોર્મ ભર્યા બાદ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે "કોંગ્રેસ ચૂંટણી સમયે સક્રિય થાય છે કોંગ્રેસના નેતા ટિકિટના નામે મોટો વહીવટ કરે છે અને કોંગ્રેસના મોટાં નેતાઓ ટિકિટના નામે પૈસા ઉઘરાવીને પોતાનું ઘર ભરે છે. જગદીશ ઠાકોરે એક કરોડ રૂપિયા ગામની ટિકિટની વહેંચણી કરી છે" ઉપરાંત તેમણે સ્થાનિક કક્ષાએ ભાજપમાં કોઈ નારાજગી નહીં હોવાનું જણાવ્યું હતું. ભાજપ પક્ષ ખૂબ સારી મજબૂતીથી સરકાર બનાવશે તેવો દાવો વ્યક્ત કર્યો હતો.

ટિકિટ આપવી કે નહિ તે પાર્ટીનો નિર્ણય: ગાંધીનગર દક્ષિણના કોંગ્રેસના ઉમેદવાર હિમાંશુ પટેલે પણ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ભર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે મારા વિધાનસભા વિસ્તારમાં લોકો મને સારી રીતે જાણે છે. હું છેલ્લા ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યો છું જેનું ફળ મને મારા મત વિધાનસભા વિસ્તારના લોકો ટૂંક સમયમાં જ આપશે. કોંગ્રેસે કામિની બા પર લગાવેલા આરોપોને તેમણે ફગાવ્યા હતા. તેમણે કહ્યું કે આ પરિવારનો મામલો છે. ટિકિટ આપવી ન આપવી એ પાર્ટીનો નિર્ણય છે. તેઓએ ફક્ત આક્ષેપ જ કર્યા છે જ્યારે આવી હકીકતમાં કોઈ ઘટના નથી.

Last Updated : Nov 17, 2022, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.